ટેરિફ વોર: કાપડ ઉદ્યોગને મોટો ફટકો, સર્વેમાં ચોંકાવનારા ખુલાસા
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં મંદી?
અમેરિકાના વધેલા ટેરિફથી ભારતીય ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી બેહાલ, નિકાસ અને ઓર્ડરમાં થયો ભારે ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર અને અત્યારે અમેરિકા ચીન વચ્ચે ટેરિફને લઈ તણાવ વધી રહ્યો છે. ભારતની વાત કરીએ તો ટ્રમ્પના ડબલ ટેરિફની અસર ભારતીય ઉદ્યોગજગત પર પડી છે. ખાસ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર અસર પડી છે. એક સર્વેના અહેવાલ મુજબ નિકાસ પર પચાસ ટકા ટેરિફને કારણે કપડા અને પરિધાન ઈન્ડસ્ટ્રીને પર્યાપ્ત ઓર્ડર મળ્યા નથી, જેમાં કૂલ વેપારમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે, ત્યારે જાણીએ વિશેષ ક્યાં અસર પડી છે.
ટેરિફ લાગુ થયા પછી ઓર્ડરમાં થયો ઘટાડો
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ટેરિફને કારણે કપડા માર્કેટને સૌથી મોટો પટકો પડ્યો છે, તેથી ઉદ્યોગના લોકો સરકાર તરફથી રાહતના ઉપાયોની અપેક્ષા કરી રહ્યા છે. સર્વેમાં સામેલ લોકોએ જણાવ્યું છે કે ઓર્ડર ઓછા મળવાને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 85 ટકા લોકોએ જણાવ્યું હતું કે ટેરિફ લાગુ થયા પછી ઓર્ડરમાં ઘટાડો થયો છે.
છૂટ આપ્યા પછી ઓર્ડર મળી રહ્યા છે…
મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે માર્કેટમાં ટકી રહેવા માટે સરેરાશ ખરીદદારોને 25 ટકા સુધી છૂટ આપવી પડે છે, ત્યારે માંડ માંડ ઓર્ડર મળે છે. સર્વેમાં સામેલ એક તૃતિયાંશ લોકોએ કહ્યું હતું કે કારોબારમાં પચાસ ટકાથી વધુ ઘટાડો થયો છે, જ્યારે 30 ટકા લોકોએ મંદી માટે ખાસ તો અમેરિકન ખરીદદારો દ્વારા મોટી છૂટ આપવામાં આવી રહી છે. એના સિવાય 25 ટકાએ કહ્યું હતું કે ટેરિફ પછી ઓર્ડર રદ થવાનું પ્રમાણ પણ વધ્યું છે.
ભારતીય કપડા માટે અમેરિકા ટોચનું માર્કેટ છે. ટેક્સટાઈલ માર્કેટમાં ભારતનો ગ્લોબલ એક્સપોર્ટનો હિસ્સો 28 ટકા છે. સપ્ટેમ્બરમાં અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, પરંતુ એના પછી ઓગસ્ટ મહિનામાં રશિયન ક્રૂડ ઓઈલ-હથિયારની ખરીદી બાબતે પચાસ ટકા ટેરિફ વધારવામાં આવ્યો છે. દુનિયામાં બ્રાઝિલની સાથે સાથે ભારત પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવ્યો છે. ટેક્સટાઈલ સેક્ટરમાં વધારે ટેરિફને કારણે બાંગ્લાદેશ અને વિયેટનામ વગેરે દેશના વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે, કારણ કે ભારતની તુલનામાં બંને દેશમાં 20 ટકા ઓછો છે. જોકે, કાપડ જ નહીં, પરંતુ અન્ય ઈન્ડસ્ટ્રી પર પણ ટેરિફની અસર જોવા મળી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જો આમને આમ રહ્યું તો આગામી દિવસોમાં માર્કેટમાં મંદી ઊભી થઈ શકે છે, જેનાથી બેકારી વધે તો નવાઈ નહીં.
