દિવાળી સ્પેશિયલ ટ્રેન: અમદાવાદથી હરિદ્વાર અને કચ્છથી મુંબઈ માટે પશ્ચિમ રેલવેની જાહેરાત
સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. મુસાફરોની સુવિધા માટે બુકિંગ આજથી શરૂ
આગામી અઠવાડિયાથી દિવાળીના તહેવારોનો શુભારંભ થશે. વેકેશનમાં પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદથી હરિદ્વાર અને કચ્છથી મુંબઈ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
. સાબરમતી-હરિદ્વાર દ્વિ સાપ્તાહિક એસી સ્પેશિયલ (ટ્રેન નં. 09425/09426-28 ટ્રિપ્સ)
ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 15 ઓક્ટોબર 2025થી 29 નવેમ્બર 2025 સુધી દર બુધવાર અને શનિવારે સાબરમતીથી 08.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 16 ઓક્ટોબર 2025થી 30 નવેમ્બર 2025 સુધી દર ગુરુવાર અને રવિવારે હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડજંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી,ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર ક્લાસ ના કોચ હશે.
. ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ (ટ્રેન નં. 09472/09471 10 ટ્રિપ્સ)
ટ્રેન નં. 09472 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 ઓક્ટોબર 2025થી 10 નવેમ્બર 2025 સુધી દર સોમવારે ગાંધીધામથી 20.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09471 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 ઓક્ટોબર 2025થી 11 નવેમ્બર 2025 સુધી દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 12.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01.30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન સામાંખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09425, 09472 અને 09471 માટે બુકિંગ આજથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
