December 20, 2025
મનોરંજન

બર્થડે સ્ટારઃ વર્ષમાં બે વખત જન્મદિવસની ઉજવણી કરાય છે બોલીવુડના ‘શહેનશાહ’ની, શા માટે?

Spread the love


ફિલ્મી જગત માટે આજે વયોવૃદ્ધ અભિનેતા, જે આજે બાળકોના માનસમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના સુપરસ્ટાર છે, જ્યારે આધેડવયના લોકો માટે ‘શહેનશાહ’ અને બોલીવુડના કલાકારો માટે આજીવન ‘બિગ બી’ રહેશે. યસ, બિગ બી અમિતભા બચ્ચનનો આજે જન્મદિવસ છે, જેમની ફિલ્મોથી લઈને લવસ્ટોરીની એક અલગ વાર્તાઓ છે. 11મી ઓક્ટોબર, 1942માં જન્મેલા અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગ અને અભિનયથી ભારતમાં જ નહીં, દુનિયાભરના બચ્ચનપ્રેમીઓ આગવું સ્થાન ધરાવે છે, પણ બિગ બી વર્ષમાં બે વખત જન્મદિવસની ઉજવણી કરે છે, જે વાત કોઈ જાણતા નહીં હોય ચાલો એ વાત જાણીએ.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 83મો જન્મદિવસ મનાવી રહ્યા છે, જેમને ‘શોલે’, ‘ઝંઝીર’, ‘દીવાર’, ‘શોલે’, ‘પિંક’, ‘પિકુ’ સહિત અનેક ફિલ્મોમાં કામ કરીને નામ અમર કરી દીધું. ફિલ્મો સિવાય ટેલિવિઝન ક્ષેત્રે છેલ્લા બે દાયકાથી ‘કૌન બનેગા કરોડપતિ’ શો મારફત સમાજના દરેક ઉંમરના લોકોમાં પણ સોલિડ લોકપ્રિયતા મેળવી છે. તેમની મહેનત, ડિસિપ્લીન, સકારાત્મક વિચારધારા, અનુશાસન લોકો માટે પ્રેરકબળ છે. તેમનો જન્મદિવસ ફક્ત એક ઉજવણી જ નહીં, પરંતુ સંઘર્ષ, સફળતા અને સતત શીખવાની પણ એક રિયલ સ્ટોરી છે. અમિતાભ બચ્ચન વર્ષમાં બે વખત જન્મદિવસની ઉજવણી કરે છે જેની સ્ટોરી પણ રસપ્રદ છે. તેમનો બીજો જન્મદિવસ બીજી ઓગસ્ટના લોકો ઉજવે છે. તેમના પ્રેમીઓ આ દિવસને પુનર્જન્મ તરીકે જુઓ છે, કારણ કે એ દિવસે મોત સામે જંગ જીત્યા હતા.

1982માં ફિલ્મના શૂટિંગ વખતે બચ્ચનને જાણીતા કલાકાર પુનિત ઈસ્સારની ભૂલથી મોટા અકસ્માતનો શિકાર બન્યા હતા. 24 જુલાઈ, 1982ના બેંગલુરુમાં કુલી ફિલ્મના શૂટિંગ વખતે એક એક્શન સીન વખતે પેટ પર જોરથી મુક્કો વાગ્યો હતો, જેનાથી તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. એના પછી મુંબઈમાં બ્રીચ કેન્ડીમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વખતે ડોક્ટરે પણ હાર માની લીધી હતી, પણ ચમત્કારને કારણે બિગ બી જીવી ગયા, જેથી તેમના ચાહકો આજે બીજી ઓગસ્ટના તેમને મળેલા નવજીવનનું સેલિબ્રેશન કરે છે.

મૂળ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં જન્મેલા બચ્ચન પોતાની કારકિર્દીમાં એક સામાન્ય યુવક હતા, પરંતુ સખત મહેનત અને પરિશ્રમને કારણે બોલીવુડના સુપરસ્ટાર બનવામાં સફળ રહ્યા હતા. શરુઆતમાં અનેક નિષ્ફળતાઓ મળી હતી, પરંતુ મહેનત, કંઈક કરવાની ધગશ અને ધીરજને કારણે એન્ગ્રી યંગમેનનો ખિતાબ મેળવવામાં સફળતા મેળવી હતી. ફિલ્મી દુનિયા સિવાય અમિતાભ બચ્ચનનનું રાજકારણ કનેક્શન પણ ગજબનું હતું. કોંગ્રેસ પરિવારના લાડલા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે સારી એવી મિત્રતા હતી. અમિતાભ અને રાજીવની મુલાકાત પણ જ્યારે બિગ બી ચાર અને રાજીવ બે વર્ષના હતા, ત્યારે થઈ પણ એના પછી સિલસિલો દોસ્તીનો આજીવન ટક્યો હતો. ભાઈ અજીતાભ બચ્ચનનું સંજય ગાંધી સાથે કનેક્શન હતું, જ્યારે રાજીવ સાથે અમિતાભનું.

અમિતાભ બચ્ચન એક્ટિંગ સિવાય રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું, જે પોતાને રાજીવ ગાંધીના દોસ્ત કહેતા. બંને બાળપણના દોસ્ત હતા. 1984થી 1989 સુધી દેશના વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધી કામ કર્યું હતું, પરંતુ 1991માં તમિલનાડુમાં એક કાર્યક્રમ વખતે આતંકવાદી હુમલામાં તેમનું નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!