AIના ‘ડ્રીમલાઇનર’માં RAT નહીં ખૂલવા પાછળ ના તો ટેક્નિકલ કે ના પાઇલટની ભૂલ, તો પછી શું?
અમદાવાદથી લંડન જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટમાં ભષ્મીભૂત થયા પછી આ પ્લેન ક્રેશ અંગે નક્કર તારણ પર આવી શક્યા નથી એના પછી વધુ એક વાર એઆઈ 117 લેન્ડિંગ વખતે અચાનક સર્જાયેલા ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે નવી ગુથ્થી સર્જાઈ છે. એર ઈન્ડિયાની બર્મિંગહમ જનારી ફ્લાઈટમાં સર્જાયેલી ખામી મુદ્દે નિવેદન આપ્યું હતું. એર ઈન્ડિયાએ કહ્યું હતું કે તેની ડ્રીમલાઈનર વિમાનમાં પાંચમી ઓક્ટોબરના રેમ એર ટર્બાઈન (આરએટી) નહીં ખૂલવાનું ના તો કોઈ ટેક્નિકલ ખામીને કારણે થયું અને ના તો પાઈલટની ભૂલને કારણે. બોલો આ નિવેદન ચોંકાવનારું છે.
પાંચમી ઓક્ટોબરના અમૃતસરથી બર્મિંગહમ જનારી બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં આ બનાવ બન્યો હતો. આ ઉપકરણનો ઉપયોગ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે વિમાનના બંને એન્જિન નિષ્ફળ જાય અથવા વિદ્યુત પ્રણાલી નિષ્ફળ જાય. જો કે, આ ફ્લાઇટમાં, બધી સિસ્ટમો સામાન્ય હતી અને વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે નિવેદન આપ્યું છે કે અમારી પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરએટી નહીં ખૂલવાનું કારણ કોઈ સિસ્ટમની ખામીને કારણે થયું હતું નહીં કે પાઈલટની કામગીરીને કારણે. આ બાબત ઓટોમેટિક થઈ છે અને આવું પણ ભૂતકાળમાં પહેલા થયું છે, જેમ કે બોઈંગે ભૂતકાળમાં પણ ફરિયાદ કરી છે. એરલાઈને જણાવ્યું કે આ ઘટના અંગે ડીજીસીએને જાણ કરવામાં આવી હતી અને નિર્ધારિત નિયમો અનુસાર પ્રાથમિક રિપોર્ટ પણ આપ્યો છે.
પાંચમી ઓક્ટોબરના જ્યારે અમૃતસરથી બર્મિંગહામ જતી ફ્લાઇટ AI117, ઉતરાણના અંતિમ તબક્કામાં હતી ત્યારે પાઇલટ્સે RAT ઓપનિંગ સિગ્નલ જોયો. તે સમયે વિમાનની બધી ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ સામાન્ય હતી. લેન્ડિંગ પછી વિમાનને તપાસ માટે હંગામી ધોરણે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. તપાસ પૂર્ણ થયા પછી, વિમાનને ફરીથી સેવામાં લાવવામાં આવ્યું અને બર્મિંગહામથી દિલ્હી સુધીની ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એર ઇન્ડિયાના સમગ્ર ડ્રીમલાઇનર કાફલાને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવાની માંગ કરી છે. ઉપરાંત, યુનિયને કહ્યું કે તમામ વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને DGCA એ એર ઇન્ડિયાનું ખાસ ઓડિટ કરાવવું જોઈએ. અહીં એ જણાવવાનું કે 12મી જૂનના એર ઈન્ડિયાની ડ્રીમલાઈનર ફ્લાઈટ 171 અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ત્યારે ટેકઓફ પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યાં 260 લોકોનાં મોત થયા હતા, ત્યાર પછી એર ઈન્ડિયાની 787 સિરીઝના પ્લેન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
