સૌથી મોટા ટ્રેડ મિશન સાથે બ્રિટનના પીએમનું મુંબઈ આગમન, ભારતને શું થશે ફાયદો?
સ્ટાર્મર 125થી વધુ ઉદ્યોગપતિના રસાલા સાથે મુંબઈ પહોંચ્યા, ભારત-યુકે FTA પર મુખ્ય ધ્યાન અપાશે

બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર બે દિવસના ભારતના પ્રવાસે છે. આજે પૂરા લશ્કરી રસાલા સાથે મુંબઈ પહોંચ્યા છે. ભારત અને બ્રિટનનો સંબંધો આજનો નહીં અંગ્રેજોના જમાનાનો છે. રાજ કરીને અંગ્રેજો ગયા, જેમાં ગુલામીમાંથી મુક્ત કર્યા પછી પણ જે શિસ્ત, સમજણ, એકતા અને દુનિયામાં સત્તા પ્રાપ્ત કરવાની શિખ પણ આ જ અંગ્રેજોએ આપી હતી. ખેર અમેરિકા સાથે વણસેલા સંબંધો વચ્ચે બ્રિટનની સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બની શકે છે.
હાલમાં બ્રિટનમાં રમખાણો પછી પહેલી વખત વડા પ્રધાન ભારતની મુલાકાતે છે, ત્યારે ભારત આવતી વખતે તેમને પ્લેનમાં લોકોને આગવી રીતે માહિતગાર કર્યા હતા. કોકપિટમાંથી વડા પ્રધાને કહ્યું હતું કે કોકપિટમાં તમારા વડા પ્રધાન છે. પણ આ કોઈ હવાઈ સુરક્ષા સંબંધિત જાહેરાત નથી. બ્રિટિશ એરવેઝની મુંબઈ આવનારી 9100 ફલાઈટમાં પ્રવાસીઓનું અભિવાદન કરતા કહ્યું હતું કે સ્ટાર્મરે મહત્ત્વની વાત જણાવી હતી. સ્ટાર્મર ભારતમાં બ્રિટનના અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેડ મિશનનું સંચાલન કરે છે. તમારી સાથે કામ કરવાનું વાસ્તવમાં શ્રેષ્ઠ બાબત છે. હું ભારત સાથે કામ કરવા માટે ઉત્સુક છું, કારણ કે આપણે નવા મુક્ત વેપાર કરારમાં તમામ તકોને શોધી રહ્યા છીએ. વડા પ્રધાન સ્ટાર્મર સૌથી મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ભારત સ્વતંત્ર છે પોતાના વેપાર સંબંધિત કામગીરી માટે, જેમાં કોઈ પણ પ્રકારની બળજબરી કરી શકાય નહીં.
125થી વધુ ઉદ્યોગપતિના રસાલા સાથે ભારત પહોંચ્યા
બ્રિટનના વડા પ્રધાન સ્ટાર્મરની સાથે 125થી વધુ ઉદ્યોગપતિ અને અધિકારીઓ ભારત પહોંચ્યા છે. પણ બ્રિટનના પીએમે કોકપિટમાંથી આપેલો સંદેશ ફક્ત કેબિન સૌહાર્દ માટે નહીં, પરંતુ એક પ્રતીકાત્મક શરુઆત હતી, જેને લઈ લંડન-નવી દિલ્હી વચ્ચે વધુ સારા આર્થિક સંબંધોનું નિર્માણ થાય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને લઈ સ્ટાર્મર મુંબઈ પહોંચ્યા છે, જે બંને નેતાઓ વિઝન 2035 ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. મોદી-સ્ટાર્મર દ્વિપક્ષીય વાટાઘાટોનું ધ્યાન ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) દ્વારા રજૂ કરાયેલી તકો પર રહેશે, જેને FTA તરીકે ઓળખવામાં આવે છે, જે યુકે સંસદ દ્વારા મંજૂર થયા પછી 90 ટકાથી વધુ માલ પરના ટેરિફ દૂર કરશે. અહીં એ જણાવવાનું કે એફટીએથી ભારતની ૯૯ ટકા નિકાસને લાભ થશે અને આ કરાર બ્રિટિશ કંપનીઓની વ્હિસ્કી, કાર અને અન્ય ઉત્પાદનોની ભારતમાં આયાતને સરળ બનાવશે.
ટૂંકમાં, બ્રિટન સાથે ભારતે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) પર હસ્તાક્ષર કરીને એક મોટી વ્યાવસાયિક સફળતા મેળવી છે. આ કરારના કારણે ભારતીય વેપારીઓ અને ઉદ્યોગોને યુકે માર્કેટમાં સરળ પ્રવેશ મળશે, ખાસ કરીને કાપડ, ચામડા અને કૃષિ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં વધુ નવી તકો પણ ઊભી થશે. ભારત અને બ્રિટનના વચ્ચેના ટ્રેડ સમજૂતીથી આગામી પાંચ વર્ષમાં 120 અબજ ડોલરે પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
