શક્તિઉપાસના: જૈન અને ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક આધાર
આદ્યશક્તિનું સ્વરૂપ, વૈદિક સાહિત્યમાં પ્રતિષ્ઠા, અને જૈન ધર્મમાં તીર્થંકર માતાઓ તથા વિદ્યાદેવીઓનું મહત્ત્વ

હિન્દુ તથા અન્ય ધર્મોમાં તેના આરંભકાળથી જ શક્તિપૂજાની પરંપરા જોવા મળે છે. પરંતુ ‘શક્તિ’ એટલે શું ? સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતા જણાવે છે કે. ‘શક્તિ તે કંઇ જડ પદાર્થનું ભીતરનું બળ (Force) નહિ, પરંતુ પરમેશ્વરનો પોતાના સ્વરૂપને બહાર પ્રગટ કરવાનો સ્વતંત્ર વેગ છે. આ આદ્યશક્તિ ચિન્મયી છે; એટલે કે સ્વરૂપને ઓળખનારું બળ છે.’ વૈદિક સાહિત્યમાં અદિતિ, શચી અને પૃથ્વીને દેવતાઓની શ્રેણીમાં સ્થાન આપીને આદિશક્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન ધર્મમાં પણ શક્તિઉપાસના ધર્મના પ્રારંભ સાથે સંલગ્ન છે.
શક્તિઉપાસના ભારતીય સંસ્કૃતિની ગૌરવમયી આધારશીલા છે. વ્યાપકતા, લોકખ્યાતિ તથા ઉપયોગિતાની દૃષ્ટિએ શક્તિઉપાસના વિશેષ ચર્ચિત, રહસ્યમયી તથા આલોચ્ય બની ગઈ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક આધાર તથા વિપુલ આગમશાસ્ત્રને કારણે અતિ રમણિય છે.’
‘ધર્મની કાર્યપદ્ધતિ અને વલણ (શ્રી ફ્રેઝર મહોદયે બતાવ્યું છે તેમ) દૈવીશક્તિઓ તરફ નમ્રતા અને શરણાગતિનું છે. માનવ આ દૈવી અને ગૃઢ શક્તિઓને (પૂજા, પ્રાર્થના, વિનવણી વગેરે પ્રકારની ધાર્મિક ક્રિયાઓથી) પ્રસન્ન કરીને પોતાને ઇપ્સિતા વસ્તુઓ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જે શક્તિઓને તે ધાર્મિક ક્રિયાઓથી પ્રસન્ન કરે છે તે શક્તિઓ સામાજિક છે, શુભેચ્છક કે શુભ સંકલ્પોવાળી છે, તેની સાથે અંગત વ્યક્તિગત ભક્તિભાવનો સંબંધ કેળવી શકાય છે.’ શક્તિતત્ત્વ પ્રતિ આકર્ષણનો આ અભિપ્રાય જૈનધર્મને પણ લાગુ પાડી શકાય.
તીર્થંકરોની માતાઓ : ચોવીશ તીર્થકરોની માતાઓના નામ આ પ્રમાણે છે : (૧) મરૂદેવી (૨) વિજયાદેવી (૩) સેનાદેવી (૪) સિદ્ધાર્થા (૫) મંગલા (૬) સુશીમા (૭) પૃથ્વીદેવી (૮) લક્ષ્મણાદેવી (૯) રામાદેવી (૧૦) અચિરાદેવી (૧૧) વિષ્ણુદેવી (૧૨) જયા (૧૩) શ્યામાદેવી (૧૪) સુયશા (૧૫) સુવ્રતા (૧૬) અચિરાદેવી (૧૭) શ્રીદેવી (૧૮) દેવીમાતા (૧૯) પ્રભાવતી (૨૦) પદ્માવતી (૨૧) વપ્રાદેવી (૨૨) શિવા (૨૩) વામા અને (૨૪) ત્રિશલાદેવી.
વિદ્યાદેવીઓ : શ્રી બી.સી. ભટ્ટાચાર્ય ‘જૈન ઈકનોગગાફી’ (પૃ.૧૬૪)માં જણાવે છે કે, અલ્પ પ્રચલિત દેવીઓ ઉપરાંત ૧૬ વિદ્યાદેવીઓ પણ છે. આજે ભલે વિદ્યાદેવીઓની ઉપાસના મોળી પડી હોય, પણ પ્રાચીનકાળમાં શ્રમણો અને શ્રાવકો દ્વાાર વિદ્યાદેવીઓની ઉપાસના થતી; તેની ઉપયોગ જૈનશાસનના હિત માટે થતો. ૧૬ વિદ્યાદેવીઓની માહિતી શ્રી પાદલિપ્તાચાર્ય કૃત ‘નિર્વાણકલિકા’માં અને શ્રી વર્ધમાનસૂરિ લિખિત ‘આચાર દિનકર’માં મળે છે. તે પરથી તેનો અહીં ટૂંક ઉલ્લેખ કરી લઉં
(૧) શ્રી રોહિણી – જે પુણ્યબીજને ઉત્પન્ન કરે છે.
(૨) શ્રી પ્રજ્ઞપ્તિ – જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે.
(૩) શ્રી વજ્રશૃંખલા – જેના હાથમાં દુષ્ટોનું દમન કરવા માટે વજની શૃંખલા છે.
(૪) શ્રી વજંકુશા – જેના હાથમાં વજ્ર અને અંકુશ રહેલા છે.
(૫) શ્રી અપ્રતિચકા – જેના ચક્રની બરોબરી કોઈ કરી શકે નહિ તેવી.
(૬) શ્રી પુરુપદત્તા – જે પુરુષને વરદાન આપનારી છે.
(૭) શ્રી કાલી – જે દુશ્મનો પ્રત્યે કાળ જેવી છે.
(૮) શ્રી મહાકાલી – જે વૈરીઓ પ્રત્યે મહાકાળ જેવી છે. (લૌકિક મતમાં કાલી અને મહાકાલીનું જે રૌદ્ર-હિંસક રૂપ મનાયું છે, ઘેટાં-બકરાં વગેરે પશુઓનો તેને બિલ અપાય છે, તેના કરતાં જૈનધર્મમાં કાલી-મહાકાલીનો ઉલ્લેખ સૌમ્ય અને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી તરીકેનો છે.)
(૯) શ્રી ગૌરી – જેને જોવાથી ચિત્ત આકર્ષાય. ગૌરવર્ણની હોવાને લીધે ગૌરી.
(૧૦) શ્રી ગાન્ધારી – ગાન્ધારદેશમાં જન્મેલી. જેનાથી ગંધ ઉત્પન્ન થાય છે તે.
(૧૧) શ્રી સર્વાસ્ત્ર મહાજવાલા – જેનાં સર્વ અસ્ત્રોમાંથી મોટી જજ્વાલાઓ નીકળે છે.
(૧૨) શ્રી માનવી – જે મનુષ્યની માતાનુલ્ય છે.
(૧૩) શ્રી વૈરોયા – અન્યોન્ય વૈરની શાંતિ માટે જેનું આગમન થાય છે.
(૧૪) શ્રી અચ્છુતા – જેને પાપનો સ્પર્શ થતો નથી.
(૧૫) શ્રી માનસી – જે ધ્યાન ધરનારના મનને સાંનિધ્ય કરે તે માનસી.
(૧૬) શ્રી મહામાનસી – જે ધ્યાનરૂઢ મનુષ્યને વિશેષ સાંનિધ્ય કરે તે.
ઉપરોકત ૧૬ વિદ્યાદેવીઓનાં નામોમાંથી કેટલાંક નામો તો એવા છે, જે તીર્થંકરોની શાસનદેવીઓની સૂચિમાં પણ આવે છે. તેમનો ઉલ્લેખ પ્રચલિત દેવીઓ તરીકે થશે.
દિકકુમારકિાઓ : શ્રી, હીં, કૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનો સમાવેશ થાય છે. શ્રી લક્ષ્મદિવી: જૈનશ્રમણો અપરિગ્રહી હોવાને કારણે તેઓ થકી શ્રી લક્ષ્મીદેવીની આરાધના બલવત્તર બની નહી, તો પણ જૈન ગૃહસ્થાને ત્યાં લક્ષ્મીની પૂજા-અર્ચનાની પરંપરા અવશ્ય જોવા મળે છે. વળી, પ્રત્યેક તીર્થંકરની માતાને ચ્યવન પછી ચઉદ સ્વપ્ન આવે છે. તેમાંનું એક સ્વપ્ન લક્ષ્મદિવીનું હોય છે. એ રીતે પણ એનું મહત્ત્વ થયું છે. વિવિધદેવ-દેવીઓની કલ્પના માનવીને અની તેના વિચારોની ઊંચી ભૂમિકાનું સૂચન કરે છે.ધર્મનો રાષ્ટ્રકક્ષાએ વિકાસ થતાં સ્પષ્ટ વ્યક્તિત્વવાળા ઘણા દેવો વિશેની માન્યાત polytheism વધારે વિકાસ પામતી જાય છે. દેવોનું જાણી એક કુટુંબ હોય અને વિવિધ પદ-કક્ષાના દેવો સ્વર્ગમાં વસે છે ને તે દેવો વિષે મનુષ્યોની શ્રદ્ધા અને ભક્તિ ધીમે ધીમે દઢ થતી જાય છે’. આમ થવાથી કેટલાંક દેવ-દેવીઓની કલ્પના ઉદ્ભવી અને વધુ વ્યાપક બની.
શાસનદેવીઓ: અતિ પ્રચલિત દેવીઓમાં શાસનદેવીઓ પ્રથમ ક્રમે આવે છે. ચોવીસ તીર્થંકરોની ચોવીસ શાસનદેવીઓ માનવામાં આવેલી છે. દરેક તીર્થંકરના શાસનની સ્થાપના વેળાએ અધિષ્ઠાયક દેવ-દેવી તરીકે યક્ષ-યક્ષિણીઓની પણ સ્થાપના થાય છે. જેઓ શાસન ઉપર આવતાં વિધ્નો દૂર કરે છે અને શાસનસેવાને પોતાની ફરજ માની આજીવન સેવા આપે છે. ચોવીશ તીર્થકારો અને તેમનવા યક્ષ-યક્ષિણીની વિગત આ પ્રમાણે છે:
ક્રમ. તીર્થંકરનું નામ યક્ષનું નામ યક્ષિણીનું નામ
1) ઋષભેદવ ગૌમુખ ચકકેશ્વરી (પ્રતિચક્રા)
2) અજિતનાથ મહાયક્ષ અજિતા
3) સંભવનાથ ત્રિમુખ દુરિતારી
4) અભિનંદન યજ્ઞેશ કાલી
૫) સુમતિનાથ તુંબરૂ મહાકાલી
6) પદ્મપ્રભસ્વામી કુસુમ સુશ્યામા
7) સુપાર્શ્વનાથ તુંબરૂં મહાકાલી
8) ચંદ્રપ્રભસ્વામી વિજય ભૂકુટી (જવાલામાલિની)
9) સુવિધિનાથ અજિત સુતારિકા
10) શીતલનાથ બ્રહ્મ અશોકા
11) શ્રેયાંસનાથ મનુજ માનવી (શ્રીવાત્સા)
12) વાસુપૂજ્ય સુરકુમાર ચંડા (પ્રવરા)
13) વિમલનાથ ષમુખ વિદિતા (વિજયા)
14) અનંતનાથ પાતા અંકુશા
15) ધર્મનાથ કિન્નર કંદર્પા (પ્રજ્ઞપ્તિ)
16) શાંતિનાથ ગરુડ નિર્વાણી
17) કુંથુનાથ ગંધર્વ બલા (અચ્યુતા) લક્ષ્મીનો
18) અરનાથ યક્ષેન્દ્ર ધારણી
19) મલ્લિનાથ કુબેર ધરણપ્રિયા (વૈરોટ્યા)
20) મુનિસુવ્રતસ્વામી વરુણ નરદત્તા
21) નમિનાથ ભૂફુટિ ગાંધારી
22) નેમિનાથ ગોમેધ અંબિકા
23) પાર્શ્વનાથ પાર્શ્વ પદ્માવતી
24) મહાવીરસ્વામી માતંગા સિદ્ધાયિકા
સૌજન્યઃ સા. હ્રીં ચિંતના શ્રી જી (ભક્તિ સૂરી સમુદાય)
