December 20, 2025
મહારાષ્ટ્ર

નવી મુંબઈ એરપોર્ટ પર અદાણીએ કેટલો ખર્ચ કર્યો? જાણો રોકાણ, ક્ષમતા અને વિશેષતાઓ

Spread the love

નવી મુંબઈ એરપોર્ટ બનશે ભારતનું સૌથી મોટું એરપોર્ટ, ડિસેમ્બરમાં વિધિવત્ થશે શરૂઆત


મહારાષ્ટ્રમાં નવી મુંબઈ અને દિલ્હી-NCRમાં જેવર એરપોર્ટ સહિત એકસાથે દેશને બે શાનદાર એરપોર્ટની ભેટ મળશે. દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો થઈ રહ્યો છે, જેમાં એવિયેશન સહિત રેલવે સેક્ટરને પણ શાનદાર પ્રાણ પૂરવામાં આવી રહ્યા છે. વધતી વસ્તી વચ્ચે દેશના લોકોને મજબૂત રેલ અને એર સુવિધા મળે એના માટે પ્રશાસન કમર કસી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એરપોર્ટ લોકોની સુવિધા માટે તૈયાર થઈ ગયું છે. આ એરપોર્ટ વિધિવત્ રીતે તો ડિસેમ્બરમાં લોકોને સુવિધા મળશે, પરંતુ મહારાષ્ટ્રના વિકાસમાં નવા ચેપ્ટરનો ઉમેરો થઈ રહ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ માટે કુલ 30,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે 2029 સુધીમાં વર્ષે નવ કરોડ પ્રવાસીની ક્ષમતા સાથે ભારતનું સૌથી મોટું એરપોર્ટ બની જશે.

હાલના તબક્કે ગ્રુપે ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે 20,000 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે અને બીજા ટર્મિનલને પણ ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યારે નવું રોકાણ પણ આગામી તબક્કામાં કરવામાં આવશ, જે 2029 સુધીમાં પૂરી કરવાની યોજના છે. હાલના તબક્કે બીજા ટર્મિનલનું ડિઝાઈન કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે.
હજુ આ એરપોર્ટ માટે નવી ટાઈમલાઈન નક્કી કરવામાં આવી નથી. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકારની 26 ટકા ભાગીદારી છે, જ્યારે અદાણી ગ્રુપનો હિસ્સો છે. નવી મુંબઈ એરપોર્ટની ક્ષમતા નવ કરોડની છે.

પહેલા તબક્કામાં એક રનવેથી બે કરોડ પ્રવાસીની ક્ષમતા છે, જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ હેન્ડલ કવરામાં આવશે. એરપોર્ટ પર અકાસા એર, ઈન્ડિગો અને એર ઈન્ડિયા સાથે પણ ફાઈનલ ડીલ કરવામાં આવી છે. શરુઆતના તબક્કામાં 20-23 ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર વધારો કરવામાં આવશે.

બીજા તબક્કામાં ક્ષમતામાં વધારો કરવામાં આવશે. એક જમ્બો કાર્ગો ટર્મિનલ, મેઈન્ટેનન્સ, રિપેરિંગ, ઓવરહોલ ફેસિલિટી પણ રાખવામાં આવશે, જેમાં પાંચ મોટા હેંગર હશે. તેની કામગીરી પૂરી થયા પછી કાર્ગો ટર્મિનલ 38 લાખ ટન વર્ષે સામાન હેન્ડલ કરશે, જેનાથી નવી મુંબઈ દેશનું સૌથી મોટું કાર્ગો હબ બનશે. નવી મુંબઈ જ નહીં, પરંતુ તેનાથી મુંબઈ પણ કાર્ગો હબ બનવામાં મદદ મળશે. 1160 હેક્ટરમાં ફેલાયેલું એરપોર્ટ ચાર ટર્મિનલ્સની સાથે વર્ષે 10 કરોડ પ્રવાસીની ક્ષમતા સુધી પહોંચાડવામાં આવશે.

ઓટોમેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, અંડરગ્રાઉન્ડ ફ્યુઅલ સિસ્ટમ અને એફિશિયન્ટ કાર્ગો પેસેન્જર નેટવર્ક પણ હશે. હાલના તબક્કે દેશમાં અદાણી ગ્રુપ આઠ એરપોર્ટ્સ ચલાવે છે, જ્યારે નવી મુંબઈને પોતાની એવિયેશન સ્ટ્રેટજી સેન્ટર બનાવવા ઈચ્છે છે. નવા એરપોર્ટને કારણે દેશમાં ઈકોનોમિક ગ્રોથ, મેન્યુફેકચરિંગ અને ગ્લોબલ એવિયેશન હબને જોતા નવી મુંબઈમાં નવી ક્ષિતિજો વિસ્તરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!