સોનામાં આગ ઝરતી તેજીઃ 2050માં 1 લાખ રુપિયાના ગોલ્ડની કિંમત કેટલી હશે?
વૈશ્વિક અનિશ્ચિતતા અને વધતી માંગ વચ્ચે સોનાના ભાવનું આખું ગણિત, જાણો ભૂતકાળના આંકડાઓ પરથી ભવિષ્યનો ભાવ

બુલિયન માર્કેટમાં સોનાચાંદીના ભાવની રફતારને કોઈ પહોંચી શકે એમ નથી. સોનાના ભાવમાં નિરંતર તેજી જોવા મલે છે. રોજ નવી નવી સપાટીએ સોનાના ભાવ પહોંચે છે. સોનાના ભાવ વર્ષમાં બેસ્ટ વળતર આપ્યું હશે. આ તો થઈ વર્તમાનની વાત પણ ભવિષ્ય પણ જોરદાર છે. આજની તારીખે પણ સોનાના ભાવમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. 24 કેરેટ સોનાના ભાવ વધીને 1.23 લાખ રુપિયાએ પહોંચ્યા છે. 10 ગ્રામ સોનાના ભાવ પણ દેશના અનેક શહેરોમાં અલગ અલગ ભાવે વેચાય છે, જે તોલાના બદલે હવે ગ્રામ પર ખરીદી થાય છે.
સોનાના ભાવ વધારા માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં સૌથી પહેલી બાબત તો વૈશ્વિકસ્તરે અનિશ્ચતતા. અમેરિકા અને યુરોપિયન અર્થતંત્રમાં અસ્થિરતા, વધતી મોંઘવારી, વ્યાજદરમાં ઉતારચઢાવને કારણે દુનિયાભરના દેશો સૌથી સુરક્ષિત રોકાણતરફ આંધળી દોટ મૂકીને રોકાણ કરી રહ્યા છે, પરિણામે સોનાના ભાવમાં રોજ ઉચકાય છે.
અન્ય બીજા કારણમાં ડોલર અને રુપિયા વચ્ચેના સમીકરણ. જ્યારે ડોલર મોંઘો થાય છે ત્યારે ભારતના ઘરઆંગણે ભાવમાં ઘટાડો થાય છે. ભારતમાં સોનાના ભાવ વધી રહ્યા છે, જેના માટે ભારત સૌથી વધુ સોનાની આયાત કરે છે, જેનાથી રુપિયો પણ નબળો પડી રહ્યો છે. તહેવારોની સિઝનમાં સોનાની માગમાં પણ વધારો થયા કરે છે, જ્યારે અન્ય દેશો પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. ઉપરાંત, અનેક દેશની કેન્દ્રીય બેંકો પણ સોનાની ખરીદી કરી રહી છે, જેથી વિદેશી ભંડોળ પણ મજબૂત રહે, પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ વધી રહ્યા છે.
સામાન્ય જનતા પણ સોનાની હજુ પણ ખરીદી કરી રહી છે. ભૂતકાળની ખરીદીમાં રોકડી કરી રહ્યા છે, જ્યારે બીજો વર્ગ રોકાણ પણ કરી રહી છે. એક અંદાજ પ્રમાણે જો તમે અત્યારે એક લાખ રુપિયાનું સોનું ખરીદશો તો 2050માં સોનાના શું ભાવ હશે, પરંતુ ભૂતકાળના આંકડા પરથી જવાબ મળી શકે છે. 2000માં સોનાના 10 ગ્રામના ભાવ 4,400 રુપિયા હતા, જ્યારે આજે એનો ભાવ 1.23 લાખ રુપિયા છે. એટલે 25 વર્ષમાં સોનાના ભાવ 25 ગણા વધારો થયો છે. આગામી 25 વર્ષ સુધી સોનાના ભાવ 10 ટકાના દરે વધતા રહ્યા તો 2025 સુધીમાં લગભગ 11-12 લાખ રુપિયાની આસપાસ થઈ શકે છે. જો આજ દરે વૃદ્ધિ થઈ તો સાત લાખ અને બાર ટકાના દરે વૃદ્ધિ થઈ તો પંદર લાખથી વધુ થઈ શકે છે.
