ઐશ્વર્યા અને દીપિકા કરતા પણ વધારે ધનવાન છે ગૌરી ખાન! જાણો કઈ રીતે કરે છે કમાણી
શાહરુખ ખાન દુનિયાનો સૌથી ધનવાન એક્ટર છે તો પત્ની ગૌરી ખાન પણ કમ નથી. ગૌરી ખાન પણ બોલીવુડની અનેક અભિનેત્રીઓને ટક્કર મારીને પણ જોરદાર કમાણી કરે છે. માન્યામાં આવતું ના હોય તો ચાલો જણાવી દઈએ.
બોલીવુડના અનેક લોકપ્રિય અભિનેતાઓમાં કિંગ ખાનનું નામ પણ મોખરે લેવાય છે. શાહરુખ ખાનની નવી સિદ્ધિની વાત કરીએ તો બોલીવુડ અને ભારતના અનેક કલાકારોને પણ પાછળ મૂકી દે છે. શાહરુખ ખાન ખુદ એક ઉદ્યોગપતિ હોય એમ એની કૂલ નેટવર્થ 12,000 કરોડ રુપિયાને પાર થઈ ગઈ છે, પરંતુ શાહરુખની પત્ની પણ શ્રીમંત છે. અમીરીની વાતમાં ઐશ્વર્યા રાય અને દીપિકા પદુકોણ જેવી ટોચની એક્ટ્રેસને પણ ટક્કર મારીને આગળ છે.
બોલીવુડના પાવર કપલ તરીકે ઓળખાતા કિંગ ખાન અને ગૌરી ખાન દેશની ટોચની સેલિબ્રિટીઝ પણ માનવામાં આવે છે. દીકરા કે દીકરી કે પછી પત્નીને કારણે પણ શાહરુખ ખાન લાઈમલાઈટમાં રહે છે, ત્યારે જાણીએ પત્નીએ એવું તો શું કર્યું છે કે તે બોલીવુડની એક્ટ્રેસ કરતા પણ વધારે ધરાવે છે સંપત્તિ.
ગૌરી ખાન એક્ટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલી નથી, પરંતુ તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. ઉપરાંત મુંબઈમાં રેસ્ટોરા ચલાવે છે. વ્યવસાયિક રીતે ઈન્ટિરિયર ડિઝાઈનર હોવાને નાતે કરોડોની કમાણી કરે છે. મુંબઈમાં ટોરી નામે રેસ્ટોરાં શરુ કર્યા પછી એક સફળ મહિલા ઉદ્યોગપતિ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. મીડિયાના અહેવાલ અનુસાર તેની કૂલ નેટવર્થ 1,600 કરોડ રુપિયાની છે, જ્યારે વર્ષની 100 કરોડ સુધી તો કમાણી પણ કરે છે.
ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે નામના કેળવી છે. રણબીર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જૌહર, મુકેશ અંબાણી, રોબેર્ટો કેવાલી, જેકલીન ફર્નાન્ડિઝ અને રાલ્ફ લોરેન જેવા કલાકારોના ઘરની ઈન્ટિરિયરનું કામ કરેલું છે. હવે તમને જો સવાલ થયો હોય તો બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયની કેટલી નેટવર્થ હશે. મીડિયાના અહેવાલ અનુસાર ઐશ્વર્યાની વ્યક્તિગત નેટવર્થ કૂલ 900 કરોડ રુપિયા છે, જ્યારે દીપિકા પદૂકોણની કૂલ નેટવર્થ 500 કરોડ રુપિયાની આસપાસ છે.
