માત્ર દોઢ મિનિટની હવાઈ યાત્રા, જે છે દુનિયાની સૌથી ટૂંકી કમર્શિયલ ફ્લાઇટ

તમને જો કોઈ પૂછે તો કે અત્યાર સુધીની સૌથી લાંબી હવાઈ યાત્રા કઈ તો તેનો જવાબ ડોમેસ્ટિકથી લઈને ઈન્ટરનેશનલ ફ્લાઈટનો સમાવેશ થાય છે, પરંતુ શોર્ટેસ્ટ ફ્લાઈટનો કરવામાં આવે તો ચોક્કસ તમે માથું ખંજવાળશો. સામાન્ય રીતે અત્યારે એવિયેશન ઈન્ડસ્ટ્રી સેક્ટરનું કદ વધી રહ્યું છે, પરંતુ વાત કરીએ દુનિયાની શોર્ટેસ્ટ હવાઈ યાત્રા કઈ ફ્લાઈટના નામે રેકોર્ડ છે જેનું કમર્શિયલ ઉડાનમાં પણ એનો સમાવેશ થાય છે.
દુનિયાની સૌથી કમર્શિયલ હવાઈ યાત્રા સ્કોટલેન્ડના બે ટાપુ વચ્ચેની વેસ્ટ્રે (Westray) અને પાપા વેસ્ટ્રે (Papa Westray)ની વચ્ચે સંચાલિત કરવામાં આવે છે. આ ઉડાનનો સમય જાણીને પણ ચોંકી જશો, કારણ કે ફક્ત બંને ટાપુ વચ્ચેની ઉડાનનો સમય દોઢ મિનિટનો છે. આ ફ્લાઈટને લોગનેર (Loganair) નામની એરલાઈન સંચાલિત કરે છે.
ઉડાન ભરતી વખતે ફક્ત 2.7 કિલોમીટરનું અંતર ફ્લાઈટ કાપે છે, જે એડિનબર્ગ એરપોર્ટના રનવેની લંબાઈ બરાબર છે. ક્યારેક તો જોરદાર પવનને કારણે તો માંડ એક મિનિટમાં એક ટાપુથી બીજા ટાપુ પર ફ્લાઈટ પહોંચે છે. આ ફ્લાઈટ શોર્ટેસ્ટ રુટ માટે જ નહીં, પરંતુ તેના રોમાંચક અનુભવ માટે દુનિયાભરના પ્રવાસીઓમાં આકર્ષણ જગાડે છે.
દુનિયાની સૌથી નાની કમર્શિયલ ફ્લાઈટ સ્કોટલેન્ડના બે ટાપુ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રેની સંચાલિત થાય છે. આ વિમાન લગભગ 2.7 કિલોમીટરનું અંતર કાપે છે, જે એડિનબર્ગ એરપોર્ટના રનવેની લંબાઈ બરાબર છે. આ યાત્રા માટે બ્રિટનના નોર્મન BN2B026 આઈલેન્ડર (Britten Norman BN2B-26 Islander) વિમાનનો ઉપયોગ કરે છે.
આ વિમાન પણ સૌથી વિશ્સનીય છે, જેમાં 10 પ્રવાસી એક વખતની ટ્રિપમાં બેસી શકે છે. વિમાનની કેબિન પણ એકદમ કોમ્પેક્ટ છે, જેમાં આગળ બેઠેલા પાઈલટને પણ પ્રવાસી જોઈ શકે છે જેનો અનુભવ પણ અનોખો છે.
