દિવાળીની તારીખનો વિવાદ સમાપ્ત: કાશી પરિષદે 20 ઓક્ટોબરે ઉજવણીનો કર્યો નિર્ણય
સેબીના મુહૂર્ત ટ્રેડિંગની તારીખે ફેરફાર શક્ય
દિવાળી, જેને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી વધુ ઉજવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે, જે અંધકાર પર પ્રકાશ અને અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. આ વર્ષે તારીખ પ્રમાણે તો દિવાળી ૨૦ ઓક્ટોબરે આવે છે, અને આ તહેવાર પાંચ દિવસ આનંદ, ધાર્મિક વિધિઓ અને લોકોમાં તેનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ દર વર્ષની માફક આ વર્ષે પણ તેની તિથિ અંગે અલગ અગ મતમતાંતર છે, પણ એનો ઉકેલ પણ કાશીના વિદ્વાનોએ લાવી દીધો છે.
આ વર્ષે તિથિને લઈ થયેલા વિવાદને કારણે કાશીના વિદ્વાનોએ જ્યોતિષની ગણના અનુસાર તિથિનો નિર્ધાર કર્યો છે. 20 ઓક્ટોબરનની તિથિના દિવાળીના શુભ મુર્હૂત તરીકે માન્યતા આપી છે, પરંતુ માર્કેટ નિયામક સેબીએ દિવાળીના મુહૂર્તના ટ્રેડિંગ 21 ઓક્ટોબરના રાખ્યા છે, જેના કારણે રોકાણકારો પણ મૂઝવણમાં છે.
અમુક લોકો દ્વારા પંચાંગોમાં દિવાળીની તિથિ 21મી ઓક્ટોબરના દિવાળીની ગણતરી કરી છે, જેથી અનેક લોકો વિમાસણમાં મૂકાયા છે. ત્યારે હવે શ્રીકાશી વિદ્વત પરિષદે મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. શ્રીકાશી વિદ્વત પરિષદના ધર્મશાસ્ત્ર અને જ્યોતિષ પ્રકોષ્ઠની ઓનલાઈન બેઠકનું નેતૃત્વ પ્રા. રામચંદ્ર પાંડેયે કર્યું હતું.
આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા પછી શાસ્ત્રના આલોકમાં ધર્મશાસ્ત્રની વ્યવસ્થા અનુસાર 20મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવાનો નિર્ણય લેામાં આવ્યો હતો, કારણ કે પૂર્ણ પ્રદોષ કાળ વ્યાપિનિ તિથિ 20 ઓક્ટોબરે બેસે છે, જ્યારે 21મી ઓક્ટોબરના ત્રણેય પ્રહરથી અમાસ અને સાડા ત્રણ પ્રહરથી વૃદ્ધિ ગામિની પ્રતિપદા થાય છે, જેથી વ્રતના પારણ કાળ પ્રાપ્ત થતો નથી, જે દિવાળી પૂજનનું મહત્ત્વનો પ્રકાર છે.
આમ વિભિન્ન ધર્મ શાસ્ત્રીય સિદ્ધાંતોના અનુસાર સર્વસંમતિથી 20મી ઓક્ટોબરે દેશમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, દિવાળીની તિથિને લઈ વિવિધ પ્રકારના ભ્રમ ઊભા થયા હતા, જેનું વિદ્વત પરિષદે સમાધાન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
