નવી મુંબઈ એરપોર્ટ શરુ થવાથી સંપૂર્ણ રીતે મુંબઈના ‘હવાઈ’ સીમાડા બદલાઈ જશે
ઑક્ટોબરથી ચાલુ થશે નવી મુંબઈ એરપોર્ટ, જે બદલી નાખશે મુંબઈ મેટ્રોપોલિટન રિજનનો આર્થિક નકશો
મુંબઈ-મહારાષ્ટ્રના લોકોની ઈંતાજરીનો આખરે આઠમી ઓક્ટોબરના અંતર આવશે. ડિસેમ્બર, 2025થી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. સતાવાર રીતે આઠમી ઓક્ટોબરના બુધવારથી ચાલુ થશે, પરંતુ એની સાથે દેશના આર્થિક પાટનગર મુંબઈના પણ હવાઈ સીમાડાઓ પણ બદલાઈ જશે. આ એરપોર્ટ શરુ થવાની સાથે વધુ એક સિદ્ધિ પણ મુંબઈને મળશે એવું શું થશે તો વિગતે જાણીએ.
1 રનવે અને 2 કરોડ પ્રવાસીને મેનેજ કરવાની ક્ષમતા
નવી મુંબઈ એરપોર્ટ શરુ થવાની સાથે મુંબઈમાં ફક્ત એક એરપોર્ટ, સિંગલ રનવેને કારણે દુનિયાના ટોચની સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સામેલ હતું, પરંતુ હવે એમાં પણ પરિવર્તન આવશે. જાણીએ નવી મુંબઈના એરપોર્ટની વિશેષતા તો નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએએલ) દ્વારા વિકસિત આ એરપોર્ટનું ક્ષેત્રફળ પનવેલમાં 1,160 હેક્ટરમાં ફેલાયેલું છે. શરુઆતમાં અહીં એક રનવે અને બે કરોડ પ્રવાસીને મેનેજ કરવાની ક્ષમતા ધરાવતું ટર્મિનલ હશે. આગામી દાયકામાં તેનો વિકાસ પણ કરવામાં આવશે, જેમાં બે સમાંતર રનવે અને ચાર ટર્મિનલની સાથે 2036 સુધીમાં 9 કરોડ પ્રવાસીની ક્ષમતા થશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું મુખ્ય ગેટવે બનશે
હાલમાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ લગભગ 5.5 કરોડ પ્રવાસીનું સંચાલન કરે છે, પરંતુ તેની ક્ષમતામાં વધારો થવાની મર્યાદિત છે. અહીંયા બે રન-વે છે, પરંતુ તેનું ઈન્ટરસેક્શન ઓપરેશન્સને ફક્ત એક રનવે સુધી સીમિત કરે છે. પિક સમયમાં એરપોર્ટમાં 24 કલાકમાં 1,000થી વધુ ઉડાન સંચાલિત કરે છે, જે તેની મૂળ ડિઝાઈન ક્ષમતા પણ વધુ છે. આમ છતાં નિષ્ણાતો જણાવે છે કે 2030 સુધીમાં બંને એરપોર્ટ સાથે મળીને પાંચથી છ કરોડ પ્રવાસીને મેનેજ કરી શકશે, પરંતુ લાંબા સમયગાળે નવી મુંબઈ એરપોર્ટ (સીએસએમઆઈએ)ને પણ પાછળ મૂકી દેશે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું મુખ્ય ગેટવે બનશે.
મુંબઈનો હવાઈ નક્શો બદલાશે
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ) મુંબઈ મહાનગર રિજન માટે જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર માટે ગેમ ચેન્જર બનશે. દિલ્હીની તુલનામાં મોડલ અલગ હશે. નોએડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનઆઈએ) જેવરમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (આઈજીઆઈ)ની મદદ કરશે અને તેનું કામ પૂરું કરશે, જ્યારે મુંબઈમાં નવું એરપોર્ટ ધીમે ધીમે જૂના એરપોર્ટની જગ્યા પણ લેશે. નોઈડા એરપોર્ટના ફેઝ એકમાં એક રનવે અને 1.2 કરોડ પ્રવાસીની ક્ષમતા હશે, જે સંપૂર્ણ રીતે પૂરી થયા પછી સાત કરોડ પ્રવાસીની ક્ષમતા વધશે. નિષ્ણાતોએ દાવો પણ કર્યો છે કે 2035-2040 સુધીમાં ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હી આઈજીઆઈ (100 મિલિયન), નવી મુંબઈ (90 મિલિયન) અને નોઈડા-જેવર (70 મિલિયન)નો ક્રમ આવશે. નવી મુંબઈ એરપોર્ટ ખૂલ્યા પછી મુંબઈના હવાઈ સરહદ બદલાશે તેમ જ શહેરના એર ટ્રાફિકમાં પણ પરિવર્તન આવશે.
