પોસ્ટ ઓફિસ સ્કીમ: દર મહિને ₹61,000નું પેન્શન અને 25 વર્ષમાં કરોડપતિ બનો!
80C હેઠળ ટેક્સ બચત અને નિવૃત્તિ માટે આદર્શ યોજના

પોસ્ટ ઓફિસ રોકાણકારો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, જે અન્વયે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) પણ છે. આ યોજનામાં રોકાણ કરીને રોકાણકારો કરોડપતિ બની શકે છે, પરંતુ નિયમિત અંતરે તેમાં રોકાણ કરવાનું જરુરી રહે છે. આ રોકાણ તમને લાંબા સમયગાળા દરમિયાન આકર્ષક વ્યાજ પણ આપે છે, જ્યારે ટેક્સમાં પણ ફાયદો થાય છે. ચાલો જાણીએ સમગ્ર વિગતો અને શું ફાયદો થાય છે.
80સી કલમ અન્વયે ટેક્સ બેનિફિટ મળે
પીપીએફમાં રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં રોકાણ માટે 15+5+5 રણનીતિ અપનાવીને રોકાણ કરી શકો છે અને 25 વર્ષે 1.03 કરોડનું ફંડ જમા કરી શકો છો. આ રકમ પર તમને દર મહિને 61,000 રુપિયાનું વ્યાજ પણ મળી શકે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં વર્ષે 7.1 ટકાએ વ્યાજ મળે છે. પીપીએફમાં રોકાણ કરનારાને ઈન્કમ ટેક્સની 80સી કલમ અન્વયે 1.5 લાખ રુપિયા સુધીની ટેક્સ રાહતનો દાવો કરી શકો છે, જેનાથી ટેક્સ પણ ઓછો થાય છે.
15+5+5 રણનીતિ અપનાવી રોકાણ કરો
જો તમે તમારી નિવૃત્તિ વયમાં મોટી રકમ મળે એવું ઈચ્છતા હો તો પીપીએફમાં 15+5+5 રણનીતિ અપનાવવાનું ફાયદાકારક રહે છે. આ યોજનાનો ઓછામાં ઓછો મેચ્યુરિટી પિરિયડ પંદર વર્ષનો હોય છે, જેમાં પંદર વર્ષ સુધી રોકાણ કરી શકો છો, ત્યાર પછી પાંચ-પાંચ વર્ષનું એક્ટન્શન લઈ શકો છો. કૂલ મળીને 25 વર્ષમાં તમને 1.03 કરોડ રુપિયા મળે છે, જ્યારે આ ફંડ પર પણ તમને લગભગ 61,000 રુપિયા મળે છે.
61,000 રુપિયાનું દર મહિને મળે પેન્શન
પહેલા પંદર વર્ષ સુધી દર વર્ષે દોઢ લાખ રુપિયા જમા કરાવવાના રહે છે. (15×1.5 લાખ રુપિયા) 22.5 લાખ રુપિયાનું રોકાણ કરશો. 7.1 ટકાના વ્યાજદરની સાથે પંદર વર્ષ પછી 40.68 લાખનું ફંડ થશે, જેમાં 18.18 લાખ રુપિયાનું વ્યાજ મળશે. એના પછી પાંચ વર્ષ પછી રકમ રાખો તો તમને 20 વર્ષ પછી 57.32 લાખ રુપિયા જમા થશે, જેમાં 16.64 લાખ રુપિયાનું વ્યાજ મળશે અને આ જ પૈસા તમને વધુ પાંચ વર્ષ સુધી રાખો તો કૂલ 80.77 લાખ રુપિયા થશે, જેમાં 23.45 લાખ રુપિયા એક્સ્ટ્રા અમાનઉન્ટ મળશે, પરંતુ જો તમે વધુ 10 વર્ષ સુધી 1.5 લાખ રુપિયા આપતા રહેશો તો કૂલ 1.03 કરોડ રુપિયાની રકમ થશે. 25 વર્ષ પૂરા થયા પછી પીપીએફ ખાતામાં 1.03 કરોડ જમા રાખી શકો છો. આ રકમ પર તમને 7.1 ટકાએ વ્યાજ મળી શકે છે.
પીપીએફમાં ક્યારે રોકાણ કરી શકાય?
પીપીએફમાં કોઈ પણ રોકાણકાર ગમે ત્યારે રોકાણ કરી શકે છે, ત્યારે મોટી રકમનું વળતર મળી શકે છે. બાળકોના સુરક્ષિત ભવિષ્યમ માટે પણ આ વિકલ્પ પસંદ કરી શકાય છે. એના સિવાય નિવૃત્ત થનારી વ્યક્તિ પણ એડવાન્સમાં રોકાણ કરી શકે છે. એકાઉન્ટ ખોલવા માટે મહત્તમ રાશી 500 રુપિાય હોવી જોઈએ, જેમાં જોઈન્ટ એકાઉન્ટની સુવિધા નથી, પરંતુ વ્યક્તિગત એકાઉન્ટ ખોલાવવાનું રહે છે.
