શાહરુખ ખાન કરશે 70મા ફિલ્મફેર એવોર્ડ્સને હોસ્ટ, 17 વર્ષ પછી ‘કિંગ ખાન’ની ધમાકેદાર વાપસી
અમદાવાદમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં શાહરુખ ખાન મુખ્ય હોસ્ટ રહેશે; કરણ જોહર અને મનીષ પોલ રહેશે કોહોસ્ટ.
અભિનેતા શાહરુખ ખાન 17 વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ્સના 70મા સંસ્કરણમાં હોસ્ટ કરશે. આયોજકોએ આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અગિયારમી ઓક્ટોબરના અમદાવાદમાં આયોજિત એવોર્ડ સમારંભને હોસ્ટ કરશે. ફેશન ડિઝાઈન મનીષ પોલ અને કરણ જોહરની સાથે કોહોસ્ટ રહેશે.
૫૯ વર્ષીય સુપરસ્ટારે કહ્યું હતું કે મેં પહેલી વાર ‘બ્લેક લેડી’ મારા હાથમાં પકડી ત્યારથી લઈને મારા સાથીદારો અને ચાહકો સાથે અસંખ્ય યાદો શેર કરવા સુધી, તે પ્રેમ, સિનેમા અને જાદુની સફર અદ્ભૂત રહી છે. એવોર્ડ્સના 70મા વર્ષ માટે સહ-પ્રસ્તુતકર્તા તરીકે પાછા ફરવું ખરેખર ખાસ છે, અને હું વચન આપું છું કે આપણે તેને એક યાદગાર રાત્રિ બનાવીશું, જે હાસ્ય, યાદગાર યાદો અને આપણે બધાને ગમતી ફિલ્મોની ઉજવણીથી ભરેલી હશે.
શાહરુખ ખાન આ પહેલા ફિલ્મફેર એવોર્ડ્સને હોસ્ટ કરી ચૂક્યો છે. 2003 અને 2004માં કલ હો ના હોના સહકલાકાર સૈફ અલી ખાન અને 2007માં કરણ જૌહર કોહોસ્ટ હતા. 2008માં 53માં ફિલ્મફેર એવોર્ડ્સના સમારંભ વખતે સૈફ અલી ખાન, કરણ જૌહર અને વિદ્યા બાલન કોહોસ્ટની ભૂમિકામાં રહ્યા હતા.
કરણ જોહરે કહ્યું હતું કે ફિલ્મફેર એક એવોર્ડ નથી, પરંતુ ભારતીય ફિલ્મજગતનો વારસો છે, જેને ભારતીય સિનેમાની સ્ટોરીને આકાર આપ્યો હતો અને પેઢીઓ સુધી પરંપરા ચાલુ છે. વર્ષ 2000થી હું દરેક ફિલ્મફેર એવોર્ડ્સમાં સામેલ થયો છું, જ્યારે અનેક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યો છું, જે બાબત મારા માટે ખુશીની વાત છે, જે અત્યાર સુધીની સૌથી યાદગાર પળો પૈકીની એક છે.
કિંગ ખાને ફિલ્મ રઈશનું શૂટિંગ અમદાવાદમાં પણ કર્યું હતું, જ્યારે તેની ખાસિયતમાં એક વધારો થયો છે, જે બોલીવુડનો સૌથી અમીર અભિનેતા બન્યો છે. હુરુરના રિપોર્ટ મુજબ શાહરુખ ખાન બોલીવુડનો સૌથી ધનવાન અભિનેતા છે, જે 1.4 અબજ ડોલરનો માલિક છે. અત્યાર સુધીમાં બોલીવુડમાં શાહરુખ ખાન જેટલો કોઈ અમીર અભિનેતા નથી.
