તમારી આ ગંદી આદતો હાર્ટ એટેકનું જોખમ વધારશે, ચેતી જાઓ!
દારૂ, કસરત ન કરવી, ફાસ્ટ ફૂડ અને ઊંઘની કમી: આ આદતો યુવાનોમાં પણ હાર્ટની બીમારીનું જોખમ વધારે છે
આજકાલ લોકોની જીવનશૈલી અને ખાણીપીણીને કારણે હાર્ટ સંબંધિત વિવિધ બીમારીના શિકાર બને છે. યુવાનો પણ હવે હાર્ટ એટેકનો શિકાર બને છે, જે પહેલા વૃદ્ધ લોકો જ ભોગ બનતા હતા. પરંતુ અનિયમિત લાઈફસ્ટાઈલને કારણે હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ વધી શકે છે, જે તમારા હૃદયને નબળું બનાવી શકે છે. તમારી અમુક આદતો તમારા શરીર સહિત માનસિક આરોગ્ય પર પણ અસર કરે છે, તેથી ચાલો જાણીએ તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરુરી બને છે. તમારા હાર્ટ માટે કઈ જોખમી બાબતો છે એને ચાલો જાણીએ.
દારુ અને તમાકુનું સેવન
દારુ અને તમાકુનું સેવન હૃદય માટે જોખમી છે, જે તમારા આરોગ્યનો સૌથી મોટો દુશ્મન છે. દારુ પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. એ જ રીતે તમાકુમાં રહેલું નિકોટિન નસોને સંકોચે છે, જેનાથી કોલેસ્ટ્રોલ વધે છે અને ધમણીમાં જમા થાય છે, તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.
કસરત નહીં કરવાની મુશ્કેલી
કસરત નહીં કરવાથી હાર્ટ પર પણ અસર પડે છે. શારીરિક ગતિવિધિમાં ઘટાડો થવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારે છે. આ હાર્ટની માંસપેશીઓને નબળી બનાવે છે, જ્યારે ધમનીમાં ફેટ જમા થવા લાગે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.
ખરાબ ખાણીપીણીનું સેવન
ખાણીપીણીમાં ગડબડ તો સમજો તમારા માટે જોખમ નોંતરી શકે છે. આચરકૂચર ખાવાનું પણ લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, વધારે પડતી સાકર-મીઠાનું સેવન નુકસાન પહોંચાડે છે, જે બ્લડ સુગરને પણ વધારે છે. આ બધી બાબત આરોગ્ય માટે જોખમ નોંતરી શકે છે.
ચિંતા અને ઊંઘ પૂરી નહીં લેવી
સૌથી વધુ તણાવ તમારા આરોગ્ય માટે જોખમી છે, જેનાથી માનસિક રીતે અસર પડે છે. માનસિક તણાવની અસર ફક્ત મગજ પર નહીં, પરંતુ હૃદયના ધબકારા અસામાન્ય બને છે અને હાર્ટ એટેકનું જોખમ નોંતરી શકે છે, તેથી શક્ય એટલા ચિંતા કરવાનું ટાળવું અને છેલ્લે તમારે પૂરી ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘ પૂરી થાય તો નહીં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધે છે. ઓછી ઊંઘને કારણે હોર્મોનલ અસંતુલન વધારી શકે છે, જેનાથી હૃદયરોગ સંબંધિત બીમારી વધે છે, જે ક્યારેક હાર્ટ એટેકનું જોખમ ઊભું કરે છે.
