Amitabh-Rekha Lovestory: આ ખાસ નામથી બોલાવે છે રેખાજી બોલીવૂડના શહેનશાહ અમિતાભજીને…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આઈકોનિક લવ સ્ટોરીની વાત થઈ રહી હોય અને એમાં બોલૂવીડના એવરગ્રીન અદાકારા રેખાજી અને બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ ના આવે તો જ નવાઈ. આજે પણ ઈન્ડસ્ટ્રીમાં રેખાજી અને બિગ બીના અફેયરની ચર્ચા થતી હોય છે. બંનેની એક સાથે ઝલક જોવા માટે ફેન્સ ગાંડાઘેલા થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બીને રેખાજી કયા હુલામણા નામથી બોલાવે છે? નહીં ને? ચાલો તમને જણાવીએ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીકા નિર્દેશકે એક પુસ્તકમાં આ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે પુસ્તકમાં જણાવ્યું હતું કે રેખાજી અને અમિતજીની લવ સ્ટોરી ખૂબ જ ક્લાસિક અને અડોરેબલ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જેમ એક પરિણીત ભારતીય મહિલા પોતાના પતિને ક્યારેય નામથી નથી બોલાવતી એમ રેખાજીએ પણ અમિતજીને ક્યારે તેમના નામથી નથી સંબોધ્યા. આથી વિપરીત રેખાજીએ હંમેશા તેમને માન આપીને સંબોધન કર્યું છે.
સિમી ગરેવાલના ખૂબ જ જાણીતા ટોક શોમાં પણ રેખાજીએ પોતાના અને બિગ બીના સંબંધો વિશે ખૂબ જ ખુલીને વાત કરી હતી. રેખાજીએ ક્યારેય બિગ બી સાથેના પોતાના સંબંધોને છુપાવવાનો કે તેના વિશે જાહેરમાં બોલવામાં ખચકાતાં નથી. જ્યારે બિગ બીની વાત કરીએ તો તેમણે ક્યારેય રેખા સાથેના પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નથી કે ન તો તેના વિશે વાત કરી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ આઈકોનિક સ્ટોરી ક્યાંથી અને ક્યારે શરૂ થઈ એની વાત કરીએ તો આ સ્ટોરી શરૂ થઈ 1976માં આવેલી ફિલ્મ દો અન્જાનેના સેટ પરથી. જોકે, એ સમય બિગ બીના લગ્ન થઈ ગયા હતા અને તેમ છતાં અનેક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બિગ બી રેખાજીને રેખાના કોઈ મિત્રના બંગલામાં છુપી છુપીને મળતાં હતા. જોકે, હવે ઈન્ડસ્ટ્રીમાં આવી વાતો છાની ક્યાં સુધી રહે.
રેખા અને બિગબીના અફેરની ઉડતી ઉડતી વાતો જયા બચ્ચનના કાને પડી અને એ સમયે બંને જણે તેમના વચ્ચે કોઈ અફેર કે સંબંધ ના હોવાનું તેમ જ આ બધી નરી અફવા હોવાની સ્પષ્ટતા કરી હતી. સૌથી પહેલી વખત રેખાજી જાહેરમાં સિંદૂર લગાવીને રિષી કપૂર અને નીતુ સિંહના લગ્નમાં પહોંચ્યા હતા. આ લગ્નમાં બિગ બી અને જયાજી પણ હાજર હતા. આ લગ્નમાં રેખાજી અને બિગ બીને હસી હસીને વાત કરતાં જોઈને જયાજીના દિલને ઠેસ પહોંચી, પણ તેઓ મોઢું નીચે રાખીને રડવા સિવાય બીજું કંઈ કરી શક્યા નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે રેખાજી આજે પણ ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરીને બોલીવૂડ પાર્ટીઝ, એવોર્ડ ફંક્શન તેમ જ ઈવેન્ટ્સમાં પહોંચે છે, પરંતુ તેઓ કોના નામનું સિંદૂર પૂરે છે એ વાત હજી પણ ફેન્સ માટે એક કોયડા સમાન જ છે.
