આમ જનતાને આરબીઆઈએ આપી મોટી રાહત, લોન લેવાનું બનશે વધુ સરળ!
લોન લેનારા ગ્રાહકો માટે RBIનો મોટો નિર્ણય, પહેલી ઓક્ટોબરથી બદલાશે આ નિયમો

ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય જનતાને રાહત આપવા મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી છે. આરબીઆઈએ લોન લેવાનું વધુ સરળ બનાવ્યું છે તથા મોટી લોન લેવા મુદ્દે થોડું વલણ નરમાઈભર્યું બનાવવાનો નિર્ણય લીધો છે. આ બદલાવ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે, જ્યારે બાકી ચાર નિયમમાં પણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે, જેથી જાણીએ શું છે એ નિયમો.
લોન ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરવાની સુવિધા આપશે
જો તમે ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે તો બેંક તમારા ઈએમઆઈ ત્રણ વર્ષના લોક ઈન પિરિયડ પૂર્વે ઘટાડી શકે છે અને એનો ફાયદો સીધો તમને થશે અને ઈએમઆઈ પણ સસ્તા થઈ શકે છે. એની સાથે જે લોકોએ ફિક્સ્ડ રેટ લોન લીધી છે, જ્યારે તેમની લોન ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરવી હોય તો તેનો પણ વિકલ્પ આપી શકાય છે. આ વાત ફરજિયાત નથી, જે બેંક પર છોડવામાં આવ્યું છે, જે ઈચ્છે તો ગ્રાહકને સુવિધા આપી શકે છે. નવા નિયમોથી લોન લેનારાને ફ્લેક્સિબિલિટી મળશે, જ્યારે નિર્ધારિત સમય પ્રમાણે યોગ્ય વ્યાજદર પસંદ કરવાનું સરળ થશે.
ગોલ્ડ લોન લેવામાં વધુ સુવિધાઓ મળી શકે
ગોલ્ડ લોન લેવાનું વિચારતા હશો તો પણ સરળ થશે. ફક્ત ઝવેરી નહીં, પરંતુ તમામ લોકો માટે ગોલ્ડનો કાચો સામાન લેવા માટે વેપારી, કારીગર વગેરે પણ બેંકમાંથી લોન લઈ શકે છે, જેનાથી નાના વેપારીઓને કામકાજ માટે પૈસા પ્રાપ્ત કરવાનું વધુ સરળ બનશે.
એના સિવાય આરબીઆઈએ એક પ્રસ્તાવ પણ મૂક્યો છે ગોલ્ડ મેટલ લોન (જીએમએલ)ના રિપમેન્ટની મુદત 180 દિવસથી વધારીને 270 દિવસ કરવામાં આવ્યા છે. હવે, બિન-ઉત્પાદન જ્વેલરી રિટેલર્સ પણ આઉટસોર્સિંગ માટે GML નો ઉપયોગ કરી શકશે. આ બધા ફેરફારો MSME અને જ્વેલરી ક્ષેત્ર માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બેંકોને ઓફશોર માર્કેટમાંથી ફંડ પ્રાપ્ત કરી શકશે
આરબીઆઈએ બેંકોને ઓફશોર માર્કેટમાંથી મારફત ફંડ એક્ત્ર કરવાનો રસ્તો મોકળો બનાવવામાં આવ્યો છે. હવે બેંક વિદેશી ચલણ અથવા રુપિયામાં બોન્ડ જારી કરીને ફંડ વધારે મેળવી શકો છો, જેનાથી બેંકોની નાણાકીય સ્થિતિ પણ વધુ મજબૂત બનશે અને વધુ લોન પણ આપી શકશે. આરબીઆઈએ ભારતમાં કામ કરનારી વિદેશી બેંકોની શાખાઓના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે એના માટે લોન એક્સપોઝર અને ઈન્ટર ગ્રુપ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેનું જોખમ ઘટાડવામાં પણ મદદ મળશે.
