December 20, 2025
ઈન્ટરનેશનલ

પાકિસ્તાનની પીડામાં વધારોઃ પીઓકેમાં સરકાર સામે મોરચો હજારો લોકો રસ્તાઓ પર

Spread the love

પીઓકેમાં ઈન્ટરનેટ બંધ, નિર્દોષ લોકો પર અત્યાચાર અને પાકિસ્તાન સરકારનો જુલમ

પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો દિવસે દિવસે વણસી રહ્યા છે. પાકિસ્તાન પડોશી દેશને ઉકસાવવામાં પાંગળુ સાબિત થયું છે. ચીન અને અમેરિકાને પોતાની પડખે રાખીને નમકહરામી કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનમાં અંદરોઅંદર વિગ્રહ વધી રહ્યા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર યાને પીઓકેમાં તંગદિલી વધી રહી છે. પીઓકેમાં સ્થાનિક નાગરિકોની વિરુદ્ધ સરકાર આમનેસામને આવી ગયા છે. પૂરા પીઓકેમાં મોબાઈલ ઈન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે, જ્યારે રસ્તાઓ પર લશ્કરને ઉતારી દેવામાં આવ્યું છે. પીઓકેમાં સ્કૂલ કોલેજને બંધ કરી દેવામાં આવી છે, તેથી હવે લોકો પણ તર્ક લગાવી રહ્યા છે કે કંઈક નવાજૂની થશે.

25 સપ્ટેમ્બરના પબ્લિક એક્શન કમિટીએ સરકાર સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કમિટીએ સરકારને પોતાની માગણી મૂકવામાં આવી હતી. કમિટીએ કહ્યું છે કે પીઓકેમાં જો સ્થાનિક સરકાર છે, જેમાં પોતાના પાવર પર કાપ મૂકવાની સાથે વીઆઈપી વ્યવસ્થા ખતમ કરવામાં આવે.
પીઓકેમાં થઈ રહેલા પ્રદર્શન પણ હિંસક બની રહ્યા છે, જેમાં ગયા અઠવાડિયા દરમિયાન ચીનના મિસાઈલથી લશ્કરે કરેલા હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર સ્થાનિક કમિટીએ 38 ડિમાન્ડની એક યાદી પણ સોંપી છે. પ્રવાસીઓ માટે અનામત વિધાનસભાની 12 બેઠક ખતમ કરવા, પીઓકે શાસનના પ્રમુખ લોકોના ભથ્થા અને વીઆઈપી કલ્ચર પણ ખતમ કરવા ઈચ્છે છે. જોકે, આ વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે પાકિસ્તાન સરકાર નિર્દોષ લોકો પર અત્યાચાર કરવાની સાથે ગોળીબાર કરીને લોકોની હત્યા કરી રહી છે.

પ્રદર્શનકારીઓની એક ડિમાન્ડ જળવિદ્યુતને લઈને પણ છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે એની રોયલ્ટી સરકાર તરફથી આપવામાં આવતી નથી, જે ખોટી વાત છે. એની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જ્યારે સરકાર આ બાબતમાં પણ અસમર્થતા બતાવી છે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા શૌકત અલી મીરે કહ્યું છે કે પીઓકેમાં ભ્રષ્ટાચાર અને રોજગારીના મુદ્દે વાત કરી હતી. મીરનું કહેવું છે કે પાકિસ્તાનની સરકારે પીઓકેના લોકોને દલદલમાં ધકેલી દીધા છે, પણ હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે.

પીઓકેમાં બળવાને નિયંત્રણમાં કરવા માટે પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદથી 3,000 આર્મીના જવાનને મુઝફ્ફરાબાદ મોકલવામાં આવ્યા છે. પીઓકેમાં સ્થાનિક જવાન પણ છે, જે અગાઉથી પ્રદર્શન કરી રહ્યા છે. આ જવાનની પણ ડિમાન્ડ છે કે સમાન ભથ્થા અને પગાર આપવામાં આવે. આ પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે હજારો જવાનોને પાટનગર મોકલ્યા છે, પણ પરિસ્થિતિ વધુ નિરંકુશ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!