એશિયા કપમાં ભારતની જીતને ટાટા સ્ટીલથી લઈને ટાઈટને વધાવી
પાકિસ્તાન પરની ભવ્ય જીત બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને ભૂંડી રીતે હરાવ્યા પછી દેશભરમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે ભારતીય શેરબજારે પણ ખૂલતા માર્કેટમાં સલામી આપી હતી. 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સમાં 300 પોઈન્ટ અને નિફ્ટી 50 ઈન્ડેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો. પાકિસ્તાન સામેની ભારતની જીત વધાવતા હોય એમ માર્કેટમાં અમુક સ્ટોકમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. માર્કેટમાં ઈન્ટ્રા ડેમાં ટાટા સ્ટીલથી લઈને ટાઈટન કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી.
મુંબઈ શેરબજારના સેન્સેક્સ ઈન્ડેક્સ શુક્રવારે 80,426 પોઈન્ટના મથાળે રહ્યો હતો, જેમાં આજે 80,588 પોઈન્ટના મથાળેથી આગળ વધીને 330 પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી 100 પોઈન્ટ વધીને 24,765 પોઈન્ટના મથાળે રહ્યો હતો. માર્કેટમાં તેજીની વાત કરીએ તો બીઈએલ (2.84 ટકા), ઈટરનલ (2.16 ટકા), સનફાર્મા (બે), ટાઈટન 1.60 ટકા, ટાટા સ્ટીલ 1.30 ટકાની તેજી જોવા મળી હતી. એના સિવાય મિડકેપ કંપનીમાં પેટ્રોનેટ (2.75 ટકા), બંધન બેંક (2.70 ટકા) અને 3600ne (2.67), જ્યારે સ્મોલકેપમાં પેનોરમા 10.59 ટકા અને જેકે શેરમાં દસ ટકા વધીને માર્કેટમાં ટ્રેડ કરતા હતા.
માર્કેટમાં 30 સ્ટોકમાંથી 25 સ્ટોક ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં 279 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે સ્મોલકેપમાં 337 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. અમુક શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી, જેમાં એક્સિસ બેંક, જેએસએલ, ડિક્સન અને ઓલા ઈલેક્ટ્રિકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
દરમિયાન એનએસઈ પરના 2,821 સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા છે, જેમાં 1886 ગ્રીન ઝોન તથા 859 રેડ ઝોનમાં છે. એશિયન માર્કેટમાં પણ મિક્સ વલણ જોવા મળ્યું છે, જેમાં જાપાનના બેન્ચમાર્ક 225 પોઈન્ટ અને ટોપિક્સ 1.27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ 1.05 ટકા અને કોસ્ડેકમાં 0.82 ટકાનો વધારો થયો હતો. પાકિસ્તાનના કરાચી સ્ટોક માર્કેટમાં પણ 0.30 ટકાની તેજી જોવા મળી હતી.
