અમિતાભ બચ્ચનની એક ટ્વીટે પાકિસ્તાનની બોલતી બંધ કરી: ‘વેલ પ્લેડ અભિષેક બચ્ચન’
જીત બાદ પીસીબીના પ્રમુખ મોહસીન નકવી દ્વારા ટ્રોફી લેવાનો ઈનકાર કર્યા પછી પણ વિવાદ

દુબઈમાં રમાયેલા એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને ભારતે પાંચ વિકેટની જીત પછી હજી સવારે પણ દેશમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ટ્રોફી નહીં લીધા પછી ભારતીય ટીમે સેલિબ્રેશન કરવાનું ચાલુ રાખ્યું છે. બિગ બી અમિતાભ બચ્ચન પણ ક્રિકેટના જબરા મોટા ફેન છે, જ્યારે ભારતીય ટીમને પણ સપોર્ટ કરે છે, ત્યારે જીત પછી વહેલું અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ થયા પછી લોકોએ કહ્યું હતું કે હવે તો બિગ બીએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. બીજી બાજુ જીત્યા પછી ભારતીય ટીમે પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને પીસીબીના પ્રમુખ મોહસીન નકવી દ્વારા ટ્રોફી લેવાનો ઈનકાર કર્યા પછી પણ વિવાદ થયો હતો, જે બાબત આઈસીસીમાં વિવાદ થઈ શકે છે. ચોંકાવનારી વાત એ છે કે ટ્રોફી પણ મિસિંગ થઈ હતી.
દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં યુવા બેટર તિલક વર્માએ નોટ આઉટ રહીને 69 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આ જીતની સાથે ભારતે નવમી વખત એશિયા કપ જીત્યો છે. આ ઐતિહાસિક જીત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીતના અભિનંદન આપ્યા પછી બિગ બીએ મજાનું ટ્વિટ કર્યું હતું. બોલીવુડના શહેનશાહે એક ટવિટ કરીને પાકિસ્તાનને ટ્રોલ કર્યું હતું તેમ જ પોતાના દીકરા અભિષેક બચ્ચનને ટ્રોલ કરનારાને પણ આડે હાથ લીધા હતા. બિગ બીએ પોસ્ટ કર્યા પછી પણ તેમની ટવિટ જોઈને લોકો હસવાનું રોકી શક્યા નહોતા.

બિગ બીએ લખ્યું હતું કે જીત ગયે, વેલ પ્લેડ અભિષેક બચ્ચન. ઉધર જબાન લડખડાઈ ઔર ઈધર, બિના બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ કિયે, લડખડા દિયા દુશ્મન કો. બોલતી બંદ, જયહિંદ. જય મા દુર્ગા. આ ટવિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. ટવિટની ખાસ વાત એ છે કે અભિષેકનો ઉલ્લેખ પણ કર્યો છે, જે અગાઉની મેચમાં લડી પડ્યો હતો. આ અગાઉ શોએબ અખ્તરે એશિયા કપની ફાઈનલ પહેલા એક શોમાં ભૂલથી અભિષેક શર્માને બદલ અભિષેક બચ્ચનનું નામ લીધું હતું.
શોએબ અખ્તરે કહ્યું હતું કે પાકિસ્તાન વિચારો અભિષેક બચ્ચનને આઉટ કરે છે તો ભારતના મિડલ ઓર્ડરનું શું થશે. એના પછી લોકોએ તેનું ધ્યાન દોર્યું હતું કે અભિષેક શર્મા પણ એ ચર્ચાએ સોશિયલ મીડિયા પર બવંડર મચાવ્યું હતું. આ મુદ્દે ઈવન અભિષેક બચ્ચનને મજાકમાં જવાબ આપીને અખ્તરને રોકડું પરખાવ્યું હતું. એશિયા કપ જીત્યા પછી અમિતાભ બચ્ચનની સાથે બોલીવુડના અનેક કલાકારોએ ખુશી વ્યક્ત કરી હતી. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય, પ્રીતિ ઝિંટા, વિજય દેવરાકોંડા, અનુપમ ખેર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, ભારતીય ટીમના પૂર્વ ખેલાડીઓએ પણ જીતને વધાવી હતી.
