December 20, 2025
ટોપ ન્યુઝરમત ગમત

પહલગામનો બદલો ભારતે દુબઈમાં લીધોઃ ભરનવરાત્રીએ દેશમાં દિવાળીના માફક ઉજવણી

Spread the love

ભારતની શાનદાર જીત, પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું, છેલ્લી ઓવરમાં રઉફનો કચરો કર્યો


દુબઈઃ પહલગામમાં આતંકવાદીઓના હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અવરોધ આવ્યા પછી યુદ્ધની સ્થિતિ ઊભી થઈ હતી. પાકિસ્તાનની આજીજી પછી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ એનો યશ અમેરિકાને જોઈતો હતો. વૈશ્વિક પરિબળોમાં અનેક ઉથલપાથલ વચ્ચે એશિયા કપમાં 41 વર્ષે ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં રમ્યું અને પાંચ વિકેટથી જીત્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે જીતનો પાયો નાખનારા ખેલાડીઓમાં શાનદાર બોલિંગ કરનારા કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી સહિત બેટિંગમાં મિડલ ઓર્ડર સફળ રહ્યો હતો, પરંતુ એકલ-દોકલ કિસ્સાને બાદ કરતા ટીમ ઈન્ડિયાએ આક્રમક રીતે રમીને ચેમ્પિયન બન્યું છે.

મિડર ઓર્ડરમાં તિલક વર્મા છેલ્લી સુધી ઝઝૂમ્યો
ભારતના ધુરંધર બોલરોએ પાકિસ્તાનને પૂરી 20 ઓવર પણ રમવા દીધું નહોતું. 19.1 ઓવરમાં 146 ઓવરમાં ઓલઆઉટ કર્યા હતા. 147 રનના ટાર્ગેટ સામે ત્રણેય ઓપનર અપેક્ષા પ્રમાણે રમી શક્યા નહોતા, જેમાં અભિષેક શર્મા (6 બોલમાં ચાર રન), શુભમન ગિલ (10 બોલમાં 12 રન) અને સૂર્યકુમાર યાદવ (પાંચ બોલમાં એક) રન બનાવીને આઉટ થતા ભારત પણ 147 રનનો ટાર્ગેટ અચીવ કરવામાં મુશ્કેલી લાગ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર જરાય ડર્યા વિના ધીમે ધીમે આગળ વધ્યા હતા.
તિલક વર્મા છેક સુધી રમીને ભારતને જીતના માર્ગે લઈ જવામાં સફળ રહ્યો હતો. ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે 53 બોલમાં 69 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે સામે પક્ષે શિવમ દૂબે અને સંજુ સેમસને મજબૂત બેટિંગ કરી હતી. જોકે બંનેની વિકેટ 77 રન અને 137 રને પડી હતી, પરંતુ એના પછી ભારતના વિજયના માર્ગે આવી ગયું હતું. એનો સાથ સંજુ સેમસન અને શિવમ દૂબેએ આપ્યો હતો અને 3.0થી જીત અપાવવામાં સફળતા મળી હતી.

રઉફની હરકતનો જવાબ જસપ્રીત બુમરાહ આપ્યો
ટીમ ઈન્ડિયાની જીત માટે હારીસ રઉફની ઓવર ફાયદાકારક નિવડી હતી. ભારતીય બોલરોએ સૌથી વધુ ધુલાઈ રઉફની કરી હતી. આ જ રઉફ રમતમાં આવ્યો ત્યારે જસપ્રીત બુમરાહ વિકેટ લઈને એની જ હરકતનો જવાબ આપ્યો હતો. આ અગાઉની મેચમાં રઉફના ગેરવર્તન અંગેનો જવાબ આપતા બુમરાહે બોલ્ડ કરીને એની જ હરકતમાં જવાબ આપ્યો હતો.
બુમરાહે વિકેટ લેતા બુમરાહે પ્લેન ક્રેશના માફક સેલિબ્રેશન કર્યું હતું. બુમરાહે જાણે પાકિસ્તાની જેટ ધરાશાયી થઈને જમીન પર તૂટી પડ્યા હોવાનો ઈશારો કર્યો હતો. બુમરાહે ઝડપેલી વિકેટ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ હતી. ભારતે પાકિસ્તાનને એશિયા કપમાં ત્રણ વખત હરાવ્યું હતું. પહેલી મેચમાં સાત વિકેટ, ત્યાર પછી સુપર ફોરમાં છ વિકેટથી હરાવ્યુ હતું અને ફાઈનલમાં પાંચ વિકેટથી પટકાવ્યું હતું.

એશિયા કપમાં ભારતની શાનદાર જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવી હતી. કારમી હાર આપ્યા પછી મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા લખ્યું હતું કે રમતના મેદાનમાં પણ ઓપરેશન સિંદૂર જારી છે અને પરિણામ એ આવ્યું કે ભારત જીતી ગયું. આપણા ક્રિકેટરને ખાસ અભિનંદન. ભારતની જીત પછી દેશમાં નવરાત્રીના તહેવાર વચ્ચે પણ લોકોએ ફટકડા ફોડીને શાનદાર ઉજવણી કરી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ ભારતની જીતના અભિનંદન આપતું પૂર આવ્યું હતું. બીજી બાજુ ભારતીયોએ પણ પાકિસ્તાનને જવાબ આપતા લખ્યું હતું કે બાપ બાપ હી હોતા હૈ, ઔર બેટા હી રહેતા હૈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!