Asia Cup: 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ફાઈનલમાં ભારત-પાકિસ્તાનનો જંગ
17મી સિઝનમાં પહેલી વખત સૌથી મોટો ટ્વિસ્ટ: જાણો આંકડા અને વિવાદની વાત

ઓપરેશન સિંદૂર પછી રમતગમત ક્ષેત્રે સૌથી વધુ ક્રિકેટ ચર્ચામાં છે. પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ક્રિકેટ સાથે રમ્યા. વિરોધના વંટોળ વચ્ચે પણ એક પછી એક મેચમાં ભારત આગેકૂચ કરીને ફાઈનલમાં પાકિસ્તાન સામે રમશે. 28મી સપ્ટેમ્બરના દુબઈમાં બંને દેશ એકબીજા સામે મેચ રમવાની સાથે આક્રમક વલણ દાખવી શકે છે. છેલ્લી મેચમાં જોવા મળેલા પાકિસ્તાનની ટીમના ખેલાડીઓના અટકચાળાને કારણે મેચ વિવાદમાં પડી શકે છે.
વર્ષ 1984માં પહેલી વખત એશિયા કપ રમાડવામાં આવ્યો હતો, જ્યારે અત્યાર સુધીમાં કૂલ 17 સિઝન રમ્યા છે. 1984થી લઈને 2025 સુધીમાં 41 વર્ષ વીત્યા છે, પણ પહેલી વખત ભારત અને પાકિસ્તાન આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઈનલમાં એકબીજા આમનેસામને રમશે. આ ટૂર્નામેન્ટને સૌથી મોટો ટ્વિસ્ટ માનવામાં આવે છે. પાકિસ્તાને 25મી સપ્ટેમ્બરના બાંગ્લાદેશને સુપર ફોરના મુકાબલામાં હરાવીને ભારત સામે ફાઈનલમાં રમવાની ટિકિટ મેળી લીધી છે. ટૂર્નામેન્ટની શરુઆતથી લોકોએ અંદાજ લગાવ્યો હતો કે ઈન્ડિયા-પાકિસ્તાન ફાઈનલ રમશે.
ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં આઠ વખત ફાઈનલ જીત્યું છે, જેમાં 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023નો સમાવેશ થાય છે, જ્યારે 2016માં એશિયા કપ ટવેન્ટી-20ની ફોર્મેટમાં લાવ્યા હતા. એશિયા કપમાં પાકિસ્તાન ફક્ત બે વખત જીત્યું છે. 2000 અને 2012, પરંતુ સૌથી મોટો ટવિસ્ટ એ છે કે બંને દેશ ક્યારેય ફાઈનલમાં સાથે રમ્યા નથી. શ્રીલંકા આ ટૂર્નામેન્ટમાં છ વખત રમ્યું છે, જેમાં 1986, 1997, 2004, 2008, 2014, 2022માં જીત્યું છે. 2022નો એશિયા કપની ફોર્મેટ ટવેન્ટી20 રહી છે.
ભારતીય ટીમ ત્રણ વખત રનર આપ રહી હતી
ભારતીય ટીમ એશિયા કપ જીતવામાં સૌથી મોખરે રહી છે, જ્યારે ત્રણ વખત રનરઅપ પણ રહી છે. ભારતીય ટીમને 1997, 2004 અને 2008માં ફાઈનલમાં હારી હતી, જ્યારે ત્રણેય વખત શ્રીલંકાએ ભારતને હરાવ્યુ હતું. હવે પાકિસ્તાનની સામે ભારત જ્યારે એશિયા કપની ફાઈનલમાં ટકરાશે ત્યારે બારમી ફાઈનલ હશે, જ્યારે પાકિસ્તાન પણ ત્રણ વખત રનર અપ રહ્યું છે. 1986, 2014 અને 2022 (ટવેન્ટી-20 ફોર્મેટ)નો સમાવેશ થાય છે.
1990-91માં પાકિસ્તાને કપનો કર્યો હતો બોયકોટ
ટીમ ઈન્ડિયા 1986માં એશિયા કપ રમ્યું નહોતું, કારણ કે એ વખતે શ્રીલંકા સાથે ભારતના સાથે સંબંધો સારા નહોતા. પાકિસ્તાન સાથે પણ 1990-91માં ટૂર્નામેન્ટ વખતે રાજકીય સંબંધો સારા સંબંધો નહીં હોવાથી બોયકોટ કર્યો હતો, જ્યારે 1993માં એશિયા કપ પણ રદ રહ્યો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલે પછી નક્કી કર્યુ હતું કે ટૂર્નામેન્ટ બે વર્ષમાં એક વખત રમાડવામાં આવશે. આઈસીસીએ એના પછી નક્કી કર્યું હતું કે એશિયા કપમાં રમાડવામાં આવેલી તમામ મેચને સત્તાવાર રીતે વન-ડે મેચ માનવામાં આવશે.
