December 20, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ: ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર 100% ટેક્સ

Spread the love


ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી વૈશ્વિક ફાર્મા ઉદ્યોગમાં હલચલ, મોંઘવારી વધવાની અને નોકરીઓ ઘટવાની ભીતિ


ભારત-રશિયા અને ચીનની વધતી નજીદીકીને કારણે અમેરિકન સરકાર હરકતમાં આવી ગઈ છે, જેમાં એક પછી એક દેશને લપેટમાં લેતા પોતાના વર્ચસ્વને સ્થાપિત કરવા માટે યુરોપથી પંગો લઈને પણ મુસ્લિમ રાષ્ટ્રોની શરણાગતિ તરફ ટ્રમ્પ જઈ રહ્યા છે, જેના ભાગરુપે અમેરિકન સરકાર એક પછી એક આકરા પગલા તેમનાથી વિપરીત ચાલનારા રાષ્ટ્રો પર લઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ટેરિફ બોમ્બ દુનિયા પર ઝીંક્યો છે. હવે આ ટેરિફને કારણે સૌથી વધુ ફટકો એ બધા દેશોને થશે, જે સૌથી વધુ ફાર્મા પ્રોડક્ટસ એક્સપોર્ટ કરે છે એની સાથે સાથે અન્ય સેક્ટરને જમ્બો નુકસાન થશે. સૌથી વધુ ફાર્મા પ્રોડક્ટસ એક્સપોર્ટની સાથે ફર્નિચર, કિચન કેબિનેટ, હેવી ટ્રક એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો છે. આ તમામ વસ્તુઓ પર પણ અલગ અલગ રીતે ટેરિફ વધાર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનમાં જણાવ્યું છે કે હવે ડોમેસ્ટિક મેન્યુફેકચેરિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, તેથી જે બહારની કંપનીઓ અમેરિકામાં મેન્યુફેકચરિંગ કરશે, તેમને ટેરિફમાંથી મુક્તિ મળશે. આ નવા ટેરિફ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. અમેરિકન સરકાર કઈ પ્રોડ્કટ્સ પર ટેરિફ લાદવા માગે છે એ વિગતે જાણીએ.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે પહેલી ઓક્ટોબરથી દવાઓ પર 100 ટકા, કિચન કેબિનેટ અને બાથરુમ વેનિટી પર પચાસ ટકા, ફર્નિચર પર 30 ટકા અને હેવી ટ્રક પર 255 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ટ્રમ્પે લખ્યું હતું ટેરિફ પ્રત્યે ટ્રમ્પનું સમર્પણ ઓગસ્ટથી શરુ કરવામાં આવેલું ટ્રેડ સ્ટ્રક્ચર અને ઈમ્પોર્ટ ટેક્સ સુધી સીમિત નથી. અમેરિકન રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે સરકારની આર્થિક બજેટને પડનારા નુકસાનને સરભર કરવા માટે આ ટેરિફ મદદ કરશે એની સાથે સ્થાનિક મેન્યુફેકચરિંગને વધારો થશે, પણ એડિશનલ ટેરિફથી મોંઘવારી પર જોખમ રહેશે. અમેરિકાના પગલાથી ભારત સહિત અન્ય દેશની ફાર્માસ્યુટિકલ કંપની પર અસર થશે. બીજી બાજુ મોંઘવારીમાં વધારાની સાથે ઈકોનોમિક ગ્રોથ સ્લો થઈ શકે છે, જ્યારે બીજી એમ્પોલાઈર્સ ટ્રમ્પના અગાઉના ઈમ્પોર્ટ ટેક્સની રાહતના આદતવશ બની રહ્યા છે, જ્યારે અન્ય લોકો બિઝનેસની અનિશ્ચિતતાને કારણે મુશ્કેલીમાં છે. ફેડરલ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલે કહ્યું હતું કે વસ્તુઓની કિંમતમાં થઈ રહેલા વધારાને કારણે મોંઘવારીમાં વધારો થયો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ફાર્માસ્યુટિકલ ટેરિફ એ કંપનીઓ પર લાગુ પડશે નહીં, જે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ લગાવી રહી છે. જોકે, હજુ એ વાત પણ સ્પષ્ટ નથી કે જે કંપનીઓ અમેરિકામાં ફેક્ટરી છે તેમના ટેરિફ લેવાશે કે નહીં. વસ્તી ગણતરી બ્યુરો અનુસાર 2024માં અમેરિકાએ લગભગ 233 અબજ અમેરિકન ડોલરની દવાની આયાત કરી હતી. અમુક દવાઓના ભાવ હવે ડબલ થવાની સંભાવના છે, કારણ કે હેલ્થકેર સાથે સાથે મેડિકેર અને મેડિકેડની કોસ્ટ પણ વધી શકે છે.
ટ્રમ્પે પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રેટલાઈનનર, મેક ટ્રક્સ અને અન્ય મોટી ટ્રક નિર્માતા કંપનીને રાહત આપી છે. ટ્રમ્પના આંતરરાષ્ટ્રીય પગલાથી સ્થાનિક સ્તરે મોંઘવારીમાં વધારો થયો છે, જ્યારે નોકરી ઘટી છે. હવે જોવાનું રહેશે કે યુગાન્ડના શાસક ઈદી અમીનના પગલે પગલે જાય છે કે નહીં કે હવે એ દિવસો દૂર પણ નથી. અલબત્ત, અમેરિકા રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-ગાઝાના માફક યુદ્ધ કરી રહ્યું નથી, પણ આર્થિક-નાણાકીય રીતે ટેરિફ યુદ્ધ ચલાવી રહ્યું છે એટલું નક્કી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!