December 20, 2025
ગુજરાતધર્મ

ગુજરાતમાં તલવાર રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યાં: 200થી વધુ યુવતીએ બતાવ્યું શૌર્ય

Spread the love

વરસાદી માહોલ વચ્ચે પણ જામી તલવાર રાસની રમઝટ, રાજવી પેલેસમાં 18મા વર્ષે આયોજન

ગુજરાતમાં હજુ ચોમાસું વિદાય થયું નથી, પણ તહેવારોની મોસમ પણ બરાબર જામી છે. શ્રાવણ મહિનામાં જાણે નવરાત્રી આવી હોય એમ હજુ અનેક શહેરોમાં દિવસે નહીં તો રાતે વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટનમાં રાજવી પરિવારની તલવાર રાસે આ વર્ષે લોકોમાં આકર્ષણ જગાવ્યું છે.
રાજકોટના રાજવી પેલેસમાં નવરાત્રીના ત્રીજા દિવસે અને અઢારમી વખત તલવાર રાસનું ભવ્ય આયોજન થયું હતું,જેમાં 200થી વધુ ક્ષત્રિય યુવતીઓએ પારંપારિક પરિધાનમાં તલવારોની સાથે પ્રદર્શન કર્યું હતું. અમુક યુવાનો ટૂ-વ્હિલર પર સવાર હતા, જ્યારે અમુક લોકોએ જીપમાં બેસીને સ્ટંટ પણ કરીને લોકોનું મન જીતી લીધું હતું.

આ આયોજનની વિશેષતા હતી કે અહીં હાજર રહેલા ક્ષત્રિય સહિત અન્ય પરિવારના લોકો હાજર રહ્યા હતા, જેમાંથી 200થી ક્ષત્રિય યુવતીઓએ તલવાર રાસમાં ભાગ લીધો હતો. પારંપારિક વસ્ત્રોથી સજ્જ યુવતીઓએ રાસ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યુવતીઓએ ફક્ત જમીન પર જ નહીં, પરંતુ ટૂ-વ્હિલર અને જીપમાં સવાર થઈને તલવાર રાસ રમ્યા હતા. દર વર્ષે આ જ પરંપરા અને વારસાનું સાચવણીપૂર્વક આયોજન કરવામાં આવે છે, જ્યારે લોકોએ તલવારરાસને જોઈને એકદમ દિવ્ય માહોલનું નિર્માણ થયું હતું.

અહીંના તલવારરાસ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે આ પરંપરા વર્ષોની છે, જેમાં નાનાથી મોટા લોકો સૌ જોવા માટે આવે છે, જ્યારે હજારો લોકો ઉપસ્થિત પણ રહે છે. તલવાર રાસની લગભગ બે મહિના પૂર્વે તાલીમ આપવામાં આવે છે, જેથી પ્રદર્શન વખતે કોઈ ભૂલનું નિર્માણ થાય. રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરી દેવીએ કહ્યું કે છેલ્લા 18 વર્ષથી રાજવી પેલેસમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે, જે અમારી પ્રાચીન સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો આશય છે. આ આયોજન ફક્ત પરંપરા નથી, પરંતુ અમારી ધરોહર છે, તેને સાથે અને જીવંત રાખવાનું જરુરી છે, એમ પણે તેમણે જણાવ્યું હતું.


અન્ય એક યુવતીએ કહ્યું હતું કે અમારી પરંપરાની સાથે સાથે શક્તિનું પણ પ્રતીક છે. ભાગ લેનારી દરેક યુવતી માટે આ વાત સન્માનની છે. દર વર્ષે રાજવી પરિવારમાં યોજાતી તલવાર રાસનું ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બને છે. આ આયોજન ખાસ કરીને આધ્યાત્મિકતા, શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભૂત સંગમ છે, જે સૌરાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!