ઈદી અમીનના માફક ટ્રમ્પ અમેરિકાને યુગાન્ડા બનાવશે?
ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીથી અમેરિકાનું ભાવિ ખતરામાં, ઈતિહાસમાંથી કયો પાઠ શીખવાની જરૂર છે?
ડોનાલ્ડ ટ્રમ્પ માસ ડિપોર્ટેશન કરાવી રહ્યા છે તેની સાથે પોતાના દેશમાં અન્ય દેશના લોકોની સંખ્યા પણ ઓછી આવે એની વેતરણમાં છે. સૌથી મોટો ભારતીય પર પડી રહ્યો છે. ટ્રેડ, એચવન બી વિઝા પછી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર લટકતી તલવાર છે. એચવન વિઝા પર લાખો રુપિયાની ફી ફટકારી છે, તેનાથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર સૌથી મોટી અસર પડે છે. ધડાધડ અમેરિકા જનારી ફ્લાઈટના ખાલી થઈ રહી છે, યા પ્લાન કેન્સલ કરવામાં આવી રહ્યા છે. એક પછી એક બાબતમાં ટાર્ગેટ કરી રહ્યા છે, જેનાથી અમેરિકા યુગાન્ડાને માર્ગે હોવાનું લાગે છે. સ્કિલ્ડ વર્કરની સમસ્યામાં વધારો થયો છે, જ્યારે સ્થાયી થયેલા ભારતીયો પણ ડરેલા છે. ગેરકાયદે ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ડિપોર્ટ થવાની સાથે તેમના જીવનું પણ જોખમ હોય તો નવાઈ નહીં. પણ ભારતીયોના અમેરિકામાં હાલ યુગાન્ડા જેવા થાય તો પણ નવાઈ નહીં. એવું શું થયું હતું યુગાન્ડામાં કે ભારતીયોનું કે આજે પણ ચર્ચામાં છે જાણીએ.

ઈદી અમીન સત્તામાં આવ્યા પછી ભારતીયોને ટાર્ગેટ કરવા લાગ્યો
1946માં ઈદી અમીને કિંગ્સ આફ્રિકન રાઈફલ્સમાં કામ શરુ કર્યું હતું. છ ફૂટ ઊંચા કદાવર ઈદી અમીન પોતાની બર્બરતાને કારણે વહેલુ પ્રમોશન મળ્યુ હતું અને તંડુમિજાજને કારણે યુગાન્ડામાં સત્તા પલટો કરીને સત્તા સંભાળી હતી. લોકોને એમ હતું કે આફ્રિકન સમુદાયનો માણસ સત્તામાં આવ્યો હોવાથી લોકોની સમસ્યા અને વિકાસનું કામ કરશે, પણ અપેક્ષાથી વિપરીત થયું. સત્તામાં આવ્યા પછી પોતાના રુઆબમાં વધારો કર્યો, તેમાંય ખાસ કરીને યુગાન્ડામાં વસેલા ભારતીયો અને એશિયન લોકોને ટાર્ગેટ કરવા લાગ્યો અને રીતસર નફરત કરવા લાગ્યો હતો.
અંગ્રેજોના જમાનાથી યુગાન્ડામાં ભારતીયોની પેઢીઓની પેઢીઓ વસેલી હતી. કોઈ સફળ ઉદ્યોગપતિ, વેપારી, હોટેલ યા બેન્કિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. દેશની અર્થવ્યવસ્થામાં પણ ભારતીયોનું યોગદાન વધારે હતું, જેનાથી લોકોને ધંધો રોજગાર મળતો હતો, પરંતુ ઉપરી વર્ગના લોકોમાં વધારે અસંતોષ જોવા મળતો હતો. 1972માં ઈદી અમીને અચાનક જાહેરાત કરી કે દેશમાં વસેલા 70,000 ભારતીય તથા દક્ષિણ એશિયાના લોકોને તેમના દેશમાં પરત ફરવું પડશે.
એરપોર્ટ પર ભાગનારા લોકોની મારપીટ કરી હતી
આ આદેશને લોકોએ સહજતાથી લીધો હતો, પણ એના પછી વધુ આક્રમક બન્યો. ઈદી અમીન આ આદેશને વધુ આક્રમક બનીને પાલન કરવા જણાવ્યું. ક્રૂર શાસક એટલો હીન બન્યો કે લોકોને પોતાના દેશ પાછા ફરવા માટે ફક્ત બે સૂટકેસ લઈ જવાની મંજૂરી હતી. દાયકાઓથી વસેલા લોકો માટે આ આદેશ વધુ હીન લાગ્યો. લોકો ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરવા લાગ્યા, જે લોકો રહ્યા એ દેશ છોડીને ભાગ્યા. એરપોર્ટ પર ભાગનારા લોકોની પણ ઈદી અમીનના સૈન્યએ લૂંટફાટ કરી હતી. યુગાન્ડામાંથી ભારતીય, અમેરિકન અને બ્રિટનના લોકોએ તરત પલાયન કર્યું હતું.
રાષ્ટ્રપતિએ ભારતીય પ્રત્યેના વર્તાવ મુદ્દે માફી માગી હતી
ઈદી અમીનની યોજના હતી કે રાષ્ટ્રહિતના નામે માસ ડિપોર્ટેશન કરીને જનતાનું ધ્યાન હટાવી શકશે, પણ તેની યોજના ઊંધી વળી ગઈ. સ્થાનિક લોકો પાસે ન તો સ્કિલ્ડ હતી અને ન તો વેપાર કરવાની આવડત. યુગાન્ડામાં વર્ષોથી રહેલા ભારતીયો ત્યાં વેપાર, ટેક્સટાઈલ, હોટેલ અને નાના નાના ઉદ્યોગો કર્યા હતા, જેનાથી લોકોને રોજગારી મળી હતી, પરંતુ તમામ બંધ થઈ ગયું. ભારતીયોનો બીજો વિકલ્પ તૈયાર થવાનું પણ મુશ્કેલ હતું. ગયા વર્ષે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ ઈદી અમીનના કાર્યકાળમાં ભારતીયો પર જે અત્યાચાર અને ડિપોર્ટ કર્યા તેના બદલ માફી માગી હતી. એના પછી પછી ભારતીય ભારતમાં આવીને વધુ મજબૂત બન્યા હતા.
અમેરિકાના પણ કમ્પાલા જેવા હાલ થઈ શકે
ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કંઈક આવું જ કરે છે, જે ઈદી અમીને કર્યું હતું. ભારતીયો પર ભડકેલા છે, જ્યારે પીએમ મોદીને મિત્ર કહીને મિસ ગાઈડ કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ કરાવવામાં શ્રેય લેવું છે, પણ એનો શ્રેય ભારત આપવા તૈયાર થયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ વન સાઈઝ ફિટ્સ્ ઓલના ધોરણે મહેનતુ ભારતીયોને પરેશાન કરે છે, જે અમેરિકન ઈકોનોમીનો પણ કમ્પાલા જેવો હાલ થવાના વર્તારા છે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ અનુસાર યુએસમાં હાલ પચાસ લાખથી વધુ ભારતીય છે, જે સૌથી મોટો એશિયાઈ સમુદાય છે. મોટી મોટી આઈટી કંપનીઓથી લઈ હેલ્થ, હોટેલ અને બેન્કિંગમાં ભારતીયોનું નામ મોખરે છે. પાંચ વર્ષ પહેલા થયેલી અમેરિકન વસ્તીગણતરીના આંકડા પ્રમાણે દેશમાં વ્યક્તિદીઠ આવક 64,000 અમેરિકન ડોલર છે, જ્યારે ભારતીયોની કમાણી લગભગ બેગણી છે. અમુક તો મૂળ ભારતીય સીઈઓ છે, જેનાથી લાખો અમેરિકન લોકોને રોજગારી મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો ભારતીયોનો વિકલ્પ તૈયાર કરતા હોય તો તેમના માટે પડકાર જ નહીં, પણ અધોગતિની ચેતવણી છે. ભારતીયોને કારણે અમેરિકનની નોકરીઓ છીનવાઈ રહી છે, જેનું કારણ આગળ ધરીને ટ્રમ્પ લોકપ્રિયતા મેળવી રહ્યા છે, પણ ક્યાં સુધી ટકશે એ જોવાનું રહેશે.
તમારું શું માનવું છે ટ્રમ્પ સફળ રહેશે કે નહીં?
