December 20, 2025
ટોપ ન્યુઝ

GST બચત: જાણો આજથી શું સસ્તું થશે?

Spread the love

આજથી આટલી વસ્તુઓમાં થશે ઘટાડો, જાણી લો પૂરી યાદી

ખિસ્સા ખાલી પછી બચત. જીએસટીમાં ઘટાડા પછી સરકાર સામાન્ય જનતાનું ભારણ ઓછું થઈ રહ્યું છે અને એના પછી બચત થશે એવા દાવાથી એનું સેલિબ્રેશન કરવાના મૂડમાં છે. દેશ ચારેબાજુ વિદેશ નીતિથી ઘેરાઈ રહ્યો છે, ત્યારે સરકારે રાઈટ ટાઈમ જીએસટીમાં ઘટાડો કરીને જનતાને રાહત આપી છે. સરકાર સેલિબ્રેશન કરે અને વિપક્ષ સરકાર પર માછલા ધોએ પણ સરકાર એક પ્રકારના જટીલ ટેક્સના માળખાને સીધું બનાવ્યું અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં સામાન્ય જનતાના ભાગમાં આવનારા સસ્તી કિંમતની થાળી ઝૂંટવી લીધી હતી અને એના 8 વર્ષ પછી સરકાર ભાવ ઘટાડીને એની ઉજવણી કરી રહ્યું છે એ વાતમાં દમ નથી.

જીએસટીમાં ઘટાડા મુદ્દે વિપક્ષના નેતાઓ પણ કહે છે દેર આયે દૂરસ્ત આયે તો સરકારના પ્રધાનો કહે છે લાંબા ગાળે જનતાને ફાયદો થશે. એક નેતાએ તો એટલે સુધી કહ્યું હતું કે જીએસટી લાગુ થયા પૂર્વે ભારતમાં 17 પ્રકારના ટેક્સ અને 13 પ્રકારના સેસ લાગુ હતા, જેનાથી વેપારીઓ પરેશાન હતા.રોજિંદી ચીજવસ્તુઓ, ખેતીવાડીના સાધનો, આરોગ્ય અને શિક્ષણ સામગ્રી, વીમા અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં પણ ઘટાડો થયો છે, તેનાથી આમ જનતાની બચત થશે અને નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ રાહત થશે. ટૂંકમાં, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધીને લોકોને આત્મનિર્ભર બનવાની સાથે જીએસટીમાં ઘટાડો દેશવાસીઓને મોટી રાહત આપશે તેમ જ બચત કરવાનો પણ અવસર મળશે એમ જણાવ્યું હતું પણ એ વાત મહિનામાં બે મહિનામાં સ્પષ્ટ થશે.

એક અંદાજ પ્રમાણે દેશમાં 2017માં કરદાતાની સંખ્યા 66.6 લાખ હતી, જે 2025માં વધીને 1.51 કરોડ થઈ છે. જીએસટી કલેક્શન 22.08 લાખ કરોડ રુપિયા હતું, જે ચાર વર્ષમાં બેવડું થયું હતું, જેનો લાભ વસ્ત્ર ઉદ્યોગ, હસ્તશિલ્પ, ઓટોમોબાઈલ અને નવીનીકરણ ઊર્જા વગેરે ક્ષેત્રમાં થયા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી હશે કે કોઈ અન્ય કારણ પણ કેન્દ્ર સરકારે મોડે મોડે યા સમયસર જીએસટી ઘટાડીને હાલના તબક્કે જનતાને રાહત આપી છે એટલું નક્કી છે. જીએસટી 2.0ની આજથી શરુઆત થઈ, જેમાં અનેક જીવનજરુરી ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થશે, જાણો કઈ કઈ વસ્તુઓના ભાવ ઘટશે અને તમને શું ફાયદો થશે. સરકાર તરફથી જણાવવામાં આવેલા સામાન અને સર્વિસને જીએસટીમાંથી મુક્ત કર્યા છે, જેમાં તમામ જીવનજરુરિયાત વસ્તુઓને પાંચ ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

ફૂડ આઈટેમ્સ
. વનસ્પતિ તેલ 12 ટકાથી પાંચ ટકા
. મીણબતી અઢાર ટકાથી પાંચ ટકા
. માખણ-ઘી 12 ટકાથી પાંચ ટકા
. સાકર, મીઠાઈ 12 ટકાથી પાંચ ટકા
. ચોકલેટ અને કોકો પાઉડર 18 ટકાથી પાંચ ટકા
. પાસ્તા, કોર્ન ફ્લેક્સ, નૂડલ્સ, બિસ્કિટ 12-18 ટકાથી પાચં ટકા
. જામ, જૈલી, મુરબ્બો, ફળોની પેસ્ટ, સૂકો મેવો પણ સસ્તો થશે
. ફળોનો રસ, નારિયેલ પાણી 12 ટકાથી પાંચ ટકા

કન્ઝ્યુમર અને ડોમેસ્ટિક આઈટમ્સ
. હેર ઓઈલ, શેમ્પુ, ટૂથપેસ્ટ, શેવિંગ કિટ, ટેલ્કમ પાઉડર
. ટોઈલેટ સાબુ, ટૂથબ્રશ, ડેટોલ શોપ્સ, શેવિંગ ક્રીમ-લોશન
. છત્રી સહિત બાળકોની દૂધની બોટલ, પ્લાસ્ટિકના મોતી વગેરે
. સિલાઈ મશીન, સ્પેરપાર્ટ્સ, બાળકોના નેપ્કિન, ડાયપર

ઈલેક્ટ્રોનિક અને ખેતીવાડી વસ્તુઓ
. એસીના ભાવમાં 28 ટકાના સ્લેબથી ઘટાડીને 18 ટકા કર્યો છે
. વાસણ ધોવાનો પાવડર 28 ટકાથી અઢાર ટકા કર્યો છે
. ટીવી (એલઈડી, એલસીડી), મોનિટર, પ્રોજેક્ટરના ભાવ ઘટશે
. ખેતીવાડીમાં ટ્રેક્ટર, ટાયર-ટ્યુબ, કમ્પોસ્ટિંગ મશીનના દર ઘટશે

ઓટોમોબાઈલ અને હેલ્થ પ્રોડક્ટ્સ
. નાની કાર, થ્રી વ્હિલર, એમ્બ્યુલન્સ, 350સીસીથી નાની મોટરસાઈકલ
. સાઈકલ તેમ જ ટાયરના ભાવમાં ઘટાડો થશે
. હેલ્થની વસ્તુઓમાં થર્મોમીટર, ડાયગ્નોસ્ટિક કિટ, બ્લડ ગ્લુકોઝ મોનિટર
. મેડિકલ ગ્રેડ ઓક્સિજન અને હાઈડ્રોજન પેરોક્સાઈડ 12થી પાંચ ટકા ઘટશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!