iPhone Madness: દેશમાં વધતી મોંઘવારી વચ્ચે લોકોના સપના હિંસક બન્યા?
Sunday Special: ટ્રેન યા બસ પકડવા માટે લાઈન અને મારપીટ સામાન્ય બન્યું, પણ સ્ટેટ્સ સિમ્બોલ જાળવા માટે લોકો હિંસક બની રહ્યા છે…

દેશમાં ગરીબીની વ્યાખ્યા બદલાઈ રહી છે. મોંઘવારીમાં વધારા સાથે લોકોના સપના પણ મોંઘા થવાની સાથે હિંસક બની રહ્યા છે. નેપાળ જેવા દેશમાં Gen-Z નામે જુવાનીયાઓએ આખા દેશની સરકારને ગણતરીના દિવસોમાં ઉથલાવી નાખી અને નવી સરકારનું ગઠન પણ કરાવ્યું પણ જેટલું હાંસલ કર્યું એનાથી વધુ ગુમાવ્યું. દરેક દેશની અલગ અલગ કહાની છે, પણ ભારતની ઘોર ખોદવા માટે કોણ એક્શનમાં છે એ ચિંતાનો વિષય છે. આતંકવાદ અને ટેરિફથી પરેશાન ભારતની સમસ્યાનો પાર નથી, ત્યાં શુક્રવારે ચોંકાવનારો કિસ્સો બન્યો. આઈફોન 17 સિરીઝનું વેચાણ શરુ થતા ફોન ખરીદવા માટે વહેલી સવારથી લોકોની ભીડ જામી અને ભીડમાં મારપીટના પણ બનાવ બન્યા એની વિગતે વાત કરીએ.
એપ્પલ આઈફોન 17 ખરીદવા માટે યુવાનોમાં જોરદાર ક્રેઝ જોવા મળ્યો હતો. 82,900 રુપિયાથી 2.29 લાખ રુપિયા સુધીની કિંમત સાથે આઈફોન 17 સિરીઝનું વેચાણ શરુ થતા લોકોએ ખરીદવા માટે મોડી રાતથી લાઈન લગાવી હતી. એપ્પલના ચાહકોએ મોડી રાતથી સ્ટોર પર ભીડ જોવા મળી હતી અને 19મી સપ્ટેમ્બરથી ભારતીય સ્ટોર્સમાં આઈફોન વેચાવાના ચાલુ થયું હતું. મુંબઈથી દિલ્હી સુધી આવેલા ચાહકોને સૌથી પહેલા નવા ફોન ખરીદવા માટે આઉટલેટ્સ પર ધસી આવ્યા હતા.
બેંગલોર, મુંબઈ અને દિલ્હી સહિત અન્ય જગ્યાના સ્ટોર પર લોકોની લાઈન જોવા મળી હતી, જ્યારે મુંબઈમાં જોરદાર ઝઘડો થયો હતો અને ગ્રાહકો વચ્ચે મારપીટ થઈ અને પોલીસને પણ મધ્યસ્થી થવાની ફરજ પડી હતી. દેશના અનેક સ્ટોરમાં આઈફોન ખરીદવાનો મુદ્દો અમીરીનો નથી, પરંતુ બ્રાન્ડ અને પ્રતિષ્ઠાનો છે. બીજી રીતે દેશમાં આઈફોનની વધતી માગનું કારણ પણ જવાબદાર છે. નિષ્ણાતો પણ દાવો કરે છે કે આઈફોન ભલે મોંઘા હોય અને ટેક્સને કારણે એની કિંમત વધારે રહે છે, પરંતુ એપ્પલની પ્રોડક્ટની લોકોમાં ગજબનું આકર્ષણ છે, જે સામાજિક પ્રતિષ્ઠાની પણ બાબત છે. આ બાબત ખરીદદારોની ભીડ વધારવા માટે મજબૂત પણ કરે છે. ભીડના કારણની વાત કરીએ એ પહેલા મહત્ત્વની વાત કરીએ. અત્યારે દેશમાં બે બાબત વિરોધાભાસી છે સરકારે જીએસટીનું માળખું તૈયાર કર્યાના આઠ વર્ષ પછી જીએસટીમાં ઘટાડો કરતા અનેક ચીજવસ્તુના ભાવ ઘટ્યા છે, પણ દેશમાં સૌથી મોંઘા આઈફોન લેવા માટે મારામારી પર ઉતરી આવ્યા હતા. મોંઘવારી વધી રહી છે, પણ લોકોના સપના હિંસક બની રહ્યા છે.
ભારતમાં આઈફોન ખરીદવાનું ગાંડપણ કેમ, કારણો પણ જાણો
. બ્રાન્ડ પ્રતિષ્ઠાઃ એપ્પલ અને આઈફોન વૈશ્વિકસ્તરની મજબૂત બ્રાન્ડ પ્રતિષ્ઠા છે અને ભારતમાં પણ હાઈ ક્વોલિટી અને સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવે છે.
. એન્ડ્રોઈડ ફોન વધુ રિસેલ મૂલ્ય: એન્ડ્રોઇડ ફોન કરતાં આઇફોનનું રીસેલ મૂલ્ય વધુ હોય છે, જેના કારણે લોકો તેને રોકાણ તરીકે પણ જુએ છે.
. ભારતમાં આઈફોનનું પણ સૌથી મોટું માર્કેટ છે, જેમને પ્રીમિયમ ઉત્પાદનોની શોધમાં રહે છે. દેશના યુવાનોમાં પણ આવકમાં વધારો થઈ રહ્યો છે, તેથી મોંઘા ગેઝેટ્સ ખરીદવામાં આવે છે.
. ટેક્સનું કારણ પણ જવાબદારઃ ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સને કારણે આઈફોનની કિંમત અન્ય દેશની તુલનામાં વધારે હોય છે.
. ટૂંકમાં, આઇફોનનો ધસારો એનો અર્થ એ નથી કે દેશમાં ગરીબી નથી. તે બજારમાં પ્રીમિયમ ઉત્પાદનોની વધતી માંગ, બ્રાન્ડની પ્રતિષ્ઠા અને આવા ઉત્પાદનો પરવડી શકે તેવા વર્ગના અસ્તિત્વને પ્રતિબિંબિત કરે છે.
