ટ્રમ્પની ‘એક કાંકરે બે પક્ષી’ નીતિ: ટેરિફ પછી વિઝા ફી વધારી, ભારત પર શું થશે અસર?
US H-1B વિઝા હવે 88 લાખમાં: ભારતીય પ્રોફેશનલ્સ માટે મુશ્કેલી અને ભારતમાં ઇનોવેશનનો નવો માર્ગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં શ્રેય લેવામાં નિષ્ફળ રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાની ઈગો પર આવી ગયા છે. ભારત સરકારે રીતસર ટ્રમ્પની મધ્યસ્થી નહીં સ્વીકાર્યા પછી ટ્રમ્પ જીદ પર આવી ગયા છે. પહેલું પગલું ભારત પર ટેરિફ વધારી દીધો છે અને હવે અમેરિકાએ વિઝા ફી વધારી દીધી છે.
અમેરિકન ‘ડ્રીમ’ મોંઘું બની ગયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરફાર કરીને પોતાના દેશની મુશ્કેલી વધારી છે, જે અન્વયે H-1B વિઝાધારક અમેરિકામાં બિન-ઈમિગ્રન્ટ વર્કર તરીકે ડાયરેક્ટ એન્ટ્રી મળશે નહીં. નવી વિઝા એપ્લિકેશનની સાથે એક લાખ ડોલર અથવા 88 લાખ રુપિયાથી વધુ ફી ચૂકવવી પડશે. આ નવી ફી કંપનીઓનો ખર્ચ પણ વધારશે, જ્યારે એના કારણે હવે ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં નોકરી મેળવવાની મુશ્કેલી પણ વધારશે.
આઠ લાખના બદલે 88 લાખ ચૂકવવા પડશે
ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણયની ભારત પર શું અસર થશે એ સૌને મોંઢે સવાલ છે. અમેરિકાએ જે નિર્ણય લીધો છે તેની સૌથી પહેલી અસર કંપનીઓ પર અસર થશે. અમેરિકામાં એચ-વન બી વિઝા એ હંગામી અમેરિકન વર્કિંગ વિઝા છે, જે કંપનીઓ વિદેશી પ્રોફેશનલ્સ પર સૌથી વધુ નિર્ભર કરે છે. અમેરિકાનું આ પગલું આઈટી સેક્ટર માટે સૌથી મોટો ફટકો છે, જે ખાસ કરીને ભારતની સાથે સાથે ચીન પર નિર્ભર છે. અત્યાર સુધીમાં H-1B વિઝા માટે એક લાખથી આઠ લાખ રુપિયા સુધીની વર્ષે ફી ચૂકવવી પડતી હતી, જે હવે દસ ગણો વધારો કરવામાં આવ્યો છે, જે હવે 88 લાખ રુપિયા સુધી પહોંચશે.
અમેરિકનના ભોગે વિદેશીઓને પ્રોત્સાહન નહીં
વિઝા ફી વધાર્યા પછી ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે દેશમાં આવનારા વિદેશી કુશળ હોઈ શકે છે પણ અમેરિકન કામદારોની જગ્યા લે નહીં. સ્કિલ કામદારોની જરુરિયાત છે, પણ અમેરિકન્સના ભોગે વિદેશીઓને પ્રોત્સાહન તો આપવામાં આવશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પનું તો આ ચૂંટણીનો ઢંઢેરો હતો, તેથી ટેરિફ પછી વિઝા ફી વધારી છે. ટ્રમ્પ પ્રશાસને વિઝા ફી વધારીને સ્થાનિકોને તો ખુશ કરવાનું પગલું ભર્યું છે, પરંતુ ભારત, ચીન સહિત એશિયન દેશની સ્કિલ્ડ પર્સન તો ચોક્કસ ફટકો પડશે. ભારતના દરેક રાજ્યોમાં જે રીતે સ્થાનિકોને કામકાજ માટે પ્રાથમિકતા આપવાની યોજનાને હવે ટ્રમ્પ પ્રશાસન પાલન કરી રહ્યા છે.
H-1B વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ દુરુપયોગ થયો
વિઝા ફી વધારવા અંગે વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે H-1B નોન-ઈમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ, જે વિઝા સિસ્ટમમાં સૌથી વધુ ખોટી રીતે ઉપયોગ થયો છે. આ વિઝાનો અર્થ હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ અમેરિકામાં કામ કરી શકે, જે કામ અમેરિકન કર્મચારી કરી શકતા નથી. આ નિયમ અન્વયે કંપનીઓને હવે H-1B વિઝાની અરજી સ્પોન્સર કરવાની ફી હવે એક લાખ ડોલર કરવામાં આવી છે.
એચ-વન બી વિઝા એટલે શું
H-1B વિઝા એટલે એક હંગામી ધોરણે વિદેશીઓને અમેરિકન વર્કિંગ વિઝા આપવામાં આવે છે, જે કંપનીઓને હાયલી સ્કિલ્ડ વિદેશી પ્રોફેશનલ્સને નિમણૂક કરવા માટે મંજૂરી આપી છે. 1990માં ખાસ આઈટી સેક્ટરના લોકો માટે બનાવ્યા હતા, જેમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે. ખાસ કરીને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ વગેરે વિષયમાં અમેરિકામાં કોઈ વિકલ્પ નથી, તેથી બહારના વિદેશીઓ લોકોને આ સેક્ટરમાં વર્કિંગ વિઝા અન્વયે નોકરી આપવામાં આવતી હતી, ત્યારબાદ આ વિઝાના આધારે લોકો અમેરિકામાં સ્થાયી થઈ જતા હતા. આ વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવતા હતા, પરંતુ એના પછી છ વર્ષ સુધી વધારી શકાય છે. જે લોકોને ગ્રીન કાર્ડ (કાયમી નિવાસ) મળે છે તેમને વિઝાને અનિશ્ચિત સમયગાળા માટે રિન્યૂ કરી શકાય છે.
ચીન કરતા ભારત પર સૌથી વધુ અસર
H-1B વિઝાધારકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. સરકારી આંકડા અનુસાર ગયા વર્ષે ભારત H-1B વિઝાનું સૌથી મોટું લાભાર્થી રહ્યું છે, જેના સ્વીકૃત લાભાર્થીનો હિસ્સો 71 ટકા રહ્યો છે, જ્યારે 11.7 ટકાની સાથે ચીન બીજા ક્રમે છે. 2025ના છ મહિનામાં એમેઝોન અને તેની ક્લાઉડ કમ્પ્યુટિંગ યુનિટ (એડબલ્યુએસ) કથિત રીતે 12,000થી વધુ H-1B વિઝા માટે મંજૂરી મળી હતી, જ્યારે માઈક્રોસોફ્ટ અને મેટા પ્લેટફોર્મ્સને 5,000થી વધુ H-1B વિઝાની મંજૂરી મળી હતી. વિદેશીઓને આકર્ષવા માટે અગાઉથી ટ્રમ્પ પ્રશાસને ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ જાહેર કર્યો છે, જેનો ડાયરેક્ટ સરકારને ફાયદો થશે. સરકાર આવક વધારવા માટે એક કરતા અનેક યોજનાઓ જાહેર કરી રહી છે, પરંતુ સ્કિલ્ડ પર્સનની સંખ્યા ઘટશે.
ભારતને કઈ રીતે થશે ફાયદો?
ડોનાલ્ડ ટ્ર્મ્પના આ નિર્ણય અંગે નીતિ પંચના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની એચવન ફી અમેરિકન ઈનોવેશન પર ઓટોમેટિક બ્રેક લાગશે અને ભારતમાં ઈનોવેશનનો માર્ગ મોકળો બનશે. અમેરિકા વૈશ્વિક પ્રતિભાના દરવાજા બંધ કરીને અમેરિકા લેબ, પેટન્ટ, ઈનોવેશન અને સ્ટાર્ટઅપ્સને બેંગલોર, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામમાં ધકેલી રહ્યા છે. ભારતના શ્રેષ્ઠ ડોક્ટર, એન્જિનિયર અને વૈજ્ઞાનિકોની પાસે વિકસિત ભારતની દિશામાં ભારતના વિકાસ અને પ્રગતિમાં યોગદાન પૂરું પાડશે, જે અમેરિકાને તો નુકસાન પણ ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીજો મુદ્દો રશિયા-ચીન અને ભારત એક થયા પછી ટ્રમ્પ વધુ નારાજ થયા હતા, તેમાંય વળી રશિયા-ભારતની નજીદીકીથી પેટમાં તેલ રેડાયું છે, જેથી ડાયરેક્ટર નહીં ઈન્ડાયરેક્ટ ભારત પર પ્રેશર લાવી રહ્યા છે પણ સફળતા મળ્યા પછી નિષ્ફળતા નક્કી છે.
