December 20, 2025
ધર્મ

નવલાં નોરતે નવે નવ દિવસ કયા રંગના કપડાં પહેરશો? જાણો એક ક્લિક પર…

Spread the love

હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રિનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને દેશભરમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિ આરંભ થશે અને બીજી ઓક્ટોબર સુધી ચાલશે. દેશના વિવિધ રાજ્યમાં નવરાત્રિનું અલગ અલગ મહત્ત્વ છે. બંગાળમાં નવ દુર્ગાનું આગમન થાય છે અને દુર્ગા પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે ગુજરાતમાં નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડાં પહેરવાનું વિશેષ મહત્ત્વ છે અને આ પાછળ કારણો પણ જવાબદાર છે, ચાલો જોઈએ આ વખતે કયા દિવસે કયા કલરના કપડાં પહેરશો અને એની પાછળ શું કારણ છે-

પહેલું નોરતુંઃ સફેદ
નવરાત્રિના પહેલાં દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે સફેદ કલરના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ એ મા શૈલપુત્રીનો ગમતો રંગ છે અને આ દિવસે આ કપડાં પહેરવાથી તમારા જીવનમાં મા શૈલપુત્રીની કૃપા વરસે છે.

બીજું નોરતુંઃ લાલ રંગ
બીજા નોરતે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા શુભ રહેશે. લાલ રંગ ઊર્જા, સાહસ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે.

ત્રીજું નોરતુંઃ રોયલ બ્લ્યુ
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે રોયલ બ્લ્યુ કલરના કપડાં પહેરવા જોઈએ. આ રંગથી જીવનમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુરક્ષાનો અહેસાસ થાય છે.

ચોથું નોરતુંઃ પીળો
ચોથા નોરતાના દિવસે માતા કુષ્માંડાને સમર્પિત હોય છે અને આ દિવસે તેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા રંગનો સંબંધ બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે.

પાંચમું નોરતુંઃ ગ્રીન
પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ગ્રીન કલરના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ રંગને સુખ, સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને આ રંગના કપડાં પહેરવાથી સુખ-શાંતિ અને પ્રેમનું આગમન થાય છે.

છઠ્ઠું નોરતુંઃ કેસરી
છઠ્ઠા નોરકે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કેસરી રંગના કપડાં પહેરવા જોઈએ. કેસરી રંગને ઉત્સાહ, સાહસ અને પ્રેરણાનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં આ રંગ લડવાની પ્રેરણા આપે છે.

સાતમું નોરતુંઃ ગ્રે
નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે, જેને કાળી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગ્રે કલરના કપડાં પહેરવા જોઈએ. જે શાંતિ અને સ્થિરતાનું પ્રતિક છે. આ સાથે સાથે આ રંગ અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક પણ છે જે જીવનમાં ધૈર્યનો સંદેશ આપે છે.

આઠમું નોરતુંઃ ગુલાબી
શારદીય નવરાત્રિનું આઠમુમ નોરતું મહાગૌરેની સમર્પિત છે. આ દિવસે વ્રત પૂજા કરવાથી વિશેષ કૃપા મળે છે. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ. માતા રાણીની વિશેષ કૃપા જીવનમાં ખુશહાલી લઈને આવે છે.

નવમું નોરતુંઃ જાંબલી
નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધરાત્રિની પૂજા કરવામાં આવી છે અને તેમને જાંબલી રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે જાંબલી કે પર્પલ કલરના કપડાં પહેરવાં જોઈએ. આ રંગના કપડાં પહેરવાથી જીવનમાં માતાની વિશેષ કૃપા મળશે અને શુભ પરિણામો અને આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!