દેશમાં સસ્તા નહીં, વૈભવી ઘરો ખરીદવાની ડિમાન્ડ વધી
રોટી કપડા અને મકાનની સમસ્યા વચ્ચે ધનિકોમાં મોંઘા ઘર ખરીદવાનો ક્રેઝ વધ્યો

ભારતમાં ગરીબોની સંખ્યા વધી રહી છે, જ્યારે તેમની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકોને એક ટંક ખાવાપીવા માટે બે છેડા ભેગા કરવા પડે છે. સામે પક્ષે અમીરો વધુ અમીર બની રહ્યા છે. દેશમાં રોટી કપડા ઔર મકાન માટે ગરીબ અને મધ્યમ વર્ગને ફાંફા પડી રહ્યા છે, પરંતુ અમીરો માટે લક્ઝરી પ્રાથમિકતા છે. પોતાના સપનાઓ અને ફેશનેબલ બતાવવા માટે લોકોની પસંદમાં પણ સુધારો થઈ રહ્યો છે, જેને સમર્થન આપતા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં લકઝરી ઘરની ડિમાન્ડમાં વધારો થયો છે, જ્યારે સસ્તા યા પરવડે એવા ઘરની કોઈ ડિમાન્ડ નથી.
ગરીબી વધે કે ઘટે એની કોઈ વિસાત નથી. ખેર અહેવાલમાં દાવો કર્યો છે કે દેશમાં 36 ટકાથી વધુ લોકોએ પોતાના સંભવિત ઘરની ખરીદી માટે 90 લાખથી દોઢ કરોડ રુપિયા સુધીના વિકલ્પની પસંદ કરી હતી, જે પ્રીમિયમ અને લક્ઝરી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીના સંકેતો આપે છે. આ જ રિપોર્ટમાં જણાવ્યું છે કે 25 ટકા લોકોએ 45 લાખથી 90 લાખ રુપિાયના ઘર ખરીદવાનું પસંદ કરે છે.
રિપોર્ટ અનુસાર 65 ટકાથી વધુ લોકો પોતાના સંભવિત ખરીદદાર એન્ડ યૂઝરના રુપે માર્કેટમાં એન્ટ્રી કરે છે અને રોકાણકારો થોડો વિચાર કરે છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે તમામ શહેર જેમ કે બેંગલુરુમાં ખાસ કરીને રોકાણ માટે ખાસ સંપત્તિ ખરીદનારાના હિસ્સામાં 43 ટકાનો વધારો થયો છે, જ્યારે 57 ટકા એન્ડ યૂઝર્સ છે.
પાટનગર દિલ્હી-એનસીઆરમાં રોકાણકારોની ભાગીદારી 26 ટકાથી ઓછી છે, જ્યારે 74 ટકા લોકો એન્ડ યૂઝર રીતે ખરીદી કરવા માગે છે. 63 ટકા ખરીદદાર રિયલ એસ્ટેટને સૌથી પસંદગીનું સેક્ટર માને છે, જે અગાઉની તુલનામાં ચાર ટકા વધારો થયો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 62 ટકા ઈચ્છુક ખરીદદાર માર્કેટમાં ઉપલબ્ધ રહેઠાણના વિકલ્પથી સંતુષ્ટ છે, જ્યારે 92 ટકા ખુશ નથી. 90 ટકા ખરીદદારોનું કહેવું છે કે બાંધકામની ગુણવત્તા નબળી અને ડિઝાઈન પસંદની નથી.
નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં સસ્તા ઘર ખરીદવાનું વલણ ઘટી રહ્યું છે એ વાસ્તવમાં ચિંતાની બાબત છે. ભારતમાં 81 ટકાથી વધુ સંપત્તિ-ઘર ખરીદનારા માટે ચિંતાનો વિષય છે, તેમાંય વળી દેશના ટોચના સાત શહેરમાં બે વર્ષમાં સરેરાશ ઘર ખરીદીના ભાવ 2023ના બીજા ત્રિમાસિકમાં પ્રતિવર્ગ ફૂટ 6,000 રુપિયાથી વધીને 8,890 રુપિયાએ પહોંચ્યો છે, જેમાં પચાસ ટકા વધારો થયો છે. મોંઘા ઘર ખરીદવાનો ક્રેઝ એ પણ છે કે લોકો પોતાના સપનાના ઘર પાછળ એટ લિસ્ટ પાંચ રુપિયાના બદલે પંદર રુપિયા ખર્ચ તૈયાર છે, જે અમીરો માટે ખુશીની વાત છે.
