ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા, સુરક્ષા મુદ્દે સવાલ
જાતિવાદી હિંસાનો ભોગ બનેલો ભારતીય વિદ્યાર્થી, પરિવારની ભારત સરકારને મદદ માટે અપીલ
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે, જેમાં સરકાર એક બાજુ ટેરિફની પળોજણમાં પડ્યું છે. બીજી બાજુ અમેરિકામાં રહેનારા ભારતીયોની પણ જાતિવાદી હિંસા યા અન્ય બાબતોને લઈ વિવાદમાં પડી રહ્યા છે. ઈલિગલ ઈમિગ્રન્ટ્સને તો ભારત મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, નોકરિયાતની સાથે ગેરકાયદે લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. અન્ય વાત એ કે અમેરિકન્સ ખુદ ગન કલ્ચરનો ભોગ બન્યા છે, જેમાં નેતાઓ પણ સુરક્ષિત નથી પણ હવે ભારતીયોને જાણે ટાર્ગેટ કરવામાં આવતા હોય એમ ભારતીયો પર હિંસક હુમલા કરવામાં આવી રહ્યો છે, જેમાં એક ભારતીય વિદ્યાર્થી ભોગ બન્યો છે. હત્યા પછી પરિવારે હવે ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે.
રુમમેટ સાથે વિવાદ પછી પોલીસે માર્યો
આ બનાવ ત્રીજી સપ્ટેમ્બરના બન્યો હતો. યુવકના પરિવારે પણ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થયો નહોતો. જોકે, આ બનાવ અંગે પોલીસે દાવો કર્યો હતો કે 911 પર એક ફોન આવ્યો હતો, જ્યાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કોઈ વિવાદ ચાલી રહ્યો એમ જણાયું હતું, જ્યાં એક શખસ ચાકુ લઈને ઊભો હતો, જ્યારે તેણે સરેન્ડર કરવા જણાવ્યું હતું, પરંતુ તેને ના પાડતા પોલીસે ગોળી મારી હતી, જ્યારે એક યુવક નીચે લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ બનાવ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી લીધી હતી
પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે મોહમ્મદ નિઝામુદ્દીન ફ્લોરિડામાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું. ત્યાર પછી કેલિફોર્નિયા સ્થિત કંપનીમાં કામ કરતો હતો, પરંતુ કોઈ કારણસર તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યાર પછી લિન્ક્ડઈન પર પગારમાં થયેલી છેતરપિંડી મુદ્દે પોસ્ટ લખી હતી. પોતે વંશવાદી હિંસાનો પણ ભોગ બન્યો હોવાનું જણાવ્યું હતું. મજલિસ બચાવો તહરિકના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને કહ્યું હતું કે નિઝામુદ્દીન પરિવાર સાથે વાતચીત થઈ છે તથા પરિવારને તાત્કાલિક મદદ માટે વિદેશી મંત્રાલયને અપીલ કરી છે, જ્યારે મૃતદેહને વતન પરત લાવવા માટે મદદ કરવાનો પણ પત્ર લખ્યો છે.
અમેરિકામાં કેટલા ગેરકાયદે ભારતીય
અમેરિકન સરકાર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને તેમના વતન મોકલી રહ્યા છે, પરંતુ તેની સાથે અમુક નિર્દોષ લોકો પણ જાણે અજાણે ભોગ બની રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ત્રણથી સાત લાખ ગેરકાયદે ભારતીય છે. વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અમેરિકા અભ્યાસાર્થે જાય છે, જેમાં 2022-23માં 2.67 લાખ ભારતીય વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં એડમિશન લીધા હતા, જ્યારે 2030 સુધીમાં તો 10 લાખની અપેક્ષા વ્યક્ત કરી હતી, પરંતુ વધતી હિંસા અને હિંસક હુમલાને કારણે હવે તેની સંખ્યામાં ઘટાડો થશે. આ અગાઉ પચાસ વર્ષના ચંદ્રમોલી નાગમલ્લાયાની ત્યાંના જ કર્મચારીએ ક્રૂરતાથી હત્યા કરી હતી.
વિદેશમાં ભારતીય બને છે સૌથી વધુ ભોગ
ગયા વર્ષે વિદેશ મંત્રાલયએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતો અને હિંસક હુમલાઓ સહિતના વિવિધ કારણોસર 633 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મૃત્યુ પામ્યા હતા, જેમાં કેનેડામાં સૌથી વધુ 172 મૃત્યુ થયા હતા, ત્યારબાદ અમેરિકામાં 108 મૃત્યુ થયા હતા.ત્યાર બાદ અમેરિકામાં 108 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. વધુમાં, આ હુમલામાં 19 ભારતીય વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા, જેમાં કેનેડામાં સૌથી વધુ નવ મૃત્યુ થયા હતા, જ્યારે અમેરિકામાં છ મૃત્યુ થયા હતા.
