7 વર્ષના યુગવીર સિંહે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ભારતનું નામ રોશન કર્યું, જાણો કોણ છે?
સાત વર્ષના યુગવીર સિંહ જાડેજાએ નવો ઈતિહાસ રચીને ભારતનું નામ રોશન કર્યું છે. ફક્ત સાત વર્ષની નાની ઉંમરે પોતાની અસાધારણ બુદ્ધિમત્તા અને ઝડપને કારણે 200 અંક સડસડાટ સુપરફાસ્ટ બોલીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે તમને સવાલ થયો હશે કે કોણ છે યુગવીર સિંહે જે દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. શું સિદ્ધિ ધરાવે છે અને કારકિર્દી શામા બનાવવા માગે છે તો વિગતે વાત કરીએ. સૌથી પહેલા સિદ્ધિની વાત તો યુગવીરે ગણિતના જટિલ સ્થિરાંક પાઈના 200 અંક બંધ આંખો કરીને ફક્ત 24 સેકન્ડમાં ફટાફટ બોલી બતાવ્યા હતા, જ્યારે આ વખતે તેની એકાગ્રતા અને આત્મવિશ્વાસે બધાને ચિત કરીને નાખ્યા હતા. સૌને આશ્ચર્ય થયું હતું કે આટલી એકાગ્રતા કઈ રીતે કેળવી શકે. યુગવીરની અસાધારણ બુદ્ધિમત્તાએ પોતાના માબાપ, પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે. યુગવીરની આ સિદ્ધિએ વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા દ્વારા માન્યતા આપવામાં આવી હતી.

ક્રેડિટ ગુરુ અને માતાપિતાને આપી
આ સિદ્ધિ મેળવ્યા પછી યુગવીર સિંહ જાડેજાએ કહ્યું હતું કે મેં પાઈના 200 અંક યાદ કરવાનો વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યો છે. આ સિદ્ધ માટે મારા ગુરુ યોગેશ સરનું પ્રદાન મોટું છે, જેમને મને અંક યાદ રાખવાનું શિખવ્યું હતું. પોતાની સફળતા માટે પોતાના માતાપિતાને પણ ક્રેડિટ આપી હતી. યોગ શિક્ષકની મદદદથી પંદરથી વીસ દિવસ સુધી યોગ સાધના પણ કરી હતી, જેનાથી એકાગ્રતા અને માનસિક શાંતિ આપવામાં યોગદાન આપ્યું હતું. બાળપણથી અનુશાસન, સમર્પણ અને પરિવાર તરફથી પ્રોત્સાહન આપવામાં સફળતા આપી હતી.
એર સ્પેસ સાયન્સ સૌથી વધુ પસંદ
યુગવીરે આગળ કહ્યું હતું કે આગળ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવાની ઈચ્છા છે, જ્યારે તેની સાથે ત્રણ સપના પૂરા કરવાની ઈચ્છા છે. વાસ્તવમાં મને એર સ્પેસ સાયન્સ પસંદ છે અને ઈસરોમાં જવાની ઈચ્છા છે. ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે દેશની સૌથી આકરી પરીક્ષા જેમ કે યુપીએસસી આપવાની સાથે જેઈએ જેવી પરીક્ષા આપવા માગે છે. 70 દિવસની સખત મહેનત પછી આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો.
અસાધારણ યાદશક્તિએ સફળતા અપાવી
યુગવીર સિંહના પિતા જસપાલ સિંહે કહ્યું હતું કે યુગવીર સિંહે હાલમાં વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા અન્વયે 24 સેકન્ડમાં (પાઈ)માં 200 અંક બતાવીને અવિશ્વસનીય સિદ્ધિ હાંસલ કરી છે, જે હકીકતમાં અસંભવ લાગતું હતું, પરંતુ તેની સખત મહેનત, લગન અને અસાધારણા યાદશક્તિએ સફળતા અપાવી છે, જે કચ્છ, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યુગવીર સિંહ મૂળ કચ્છના ભુજના સામાન્ય પરિવારનો દીકરો છે. યુગવીરની સિદ્ધિ કચ્છની પ્રગતિ અને પ્રતિભાનું જીવંત ઉદાહરણ છે, જે અન્ય બાળકો માટે માર્ગદર્શન બની શકે છે.
