સલમાન ખાન પછી ચર્ચામાં કેમ આવી દિશા પટણી, કેટલી છે નેટવર્થ?
મુંબઈ કરતા યુપીની પોલીસે કરી ઝડપી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં ઠાર
બોલીવુડની અનેક અભિનેત્રી પૈકી અત્યારે સૌથી ચર્ચામાં છે દિશા પટણી. યુપીના બરેલીની રહેવાસી દિશાનું નામ ફેશનથી લઈને બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર આપવાની સાથે સોશિયલ મીડિયામાં પણ તેની ફેશન સેન્સને લઈ વિશેષ લાઈમલાઈટમાં રહે છે, પરંતુ ગયા અઠવાડિયે તેના ઘરે ફાયરિંગના કરવાના કિસ્સાએ બોલીવુડના કલાકારો પણ ડરી ગયા છે. મુંબઈમાં સલમાન ખાનના ઘરે ફાયરિંગના બનાવ પછી વધુ એક કલાકારના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી કલાકારોની સેફ્ટીના સવાલો ઊભા થયા છે. અંગત અદાવત કહો કે પછી કોઈ ષડયંત્ર પણ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા અત્યારે જેલના સળિયા કાપી રહ્યા છે, જ્યારે દિશાના ઘરે ફાયરિંગ કરનારા બે ગુનેગારોનું પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું છે.

એક્ટિંગ અને મોડલિંગની દુનિયામાં અનેકને હંફાવે છે
પોલીસ અને પ્રશાસન સુરક્ષા મુદ્દે હંમેશાં સાવધ હોય છે, પરંતુ ગુનેગારો પણ પોલીસના માફક પોતાનો રસ્તો શોધી લે તો પોલીસ પણ. દિશા પટણીના બરેલી ખાતેના ઘરે ફાયરિંગ કરનારા બે ગુનેગારનું દિલ્હી, યુપી અને બરેલી પોલીસે તપાસ કરી હતી, જ્યારે પોલીસ સાથેના અથડામણમાં બે આરોપીનું ઢીમ ઢાળી દીધું, જેમાં બંને શહેરની પોલીસની ઝડપી કામગીરી પર સવાલ થઈ રહ્યા છે. ખેર એ વાત બાજુ પર મૂકીએ તો દિશા પટણી હવે સુપરસ્ટારની યાદીમાં નામ આવી ગયું છે. મુંબઈ નહીં, પરંતુ બરેલીમાં જન્મેલી દિશા ફિલ્મી દુનિયામાં વિધાઉટ ગોડફાધર આગળ આવી છે. યુપીથી એક મોડલ અને અભિનેત્રી બનવા માટે આવેલી દિશાએ એક પછી એક સફળતાના શિખરો સર કર્યા છે, જેમાં મોડલિંગની દુનિયા હોય ફિલ્મોની પણ તેની અદા અને એક્ટિંગના કરોડો ચાહકો છે, જ્યારે હવે એવા મૂકામે છે જેની નેટવર્થ પણ કરોડોને પાર પહોંચી છે.
‘એમ. એસ. ધોનીઃ અનટોલ્ટ સ્ટોરી’ ફિલ્મથી ઝળકી
2015માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી દિશાએ સૌથી પહેલી ફિલ્મ તેલુગુ કરી હતી. ‘લોફર’ ફિલ્મમાં નાનો અભિનય કર્યો હતો, પરંતુ સાચી ઓળખ તો તેની એમએસ ધોનીના જીવન પરની ફિલ્મ ‘એમ. એસ. ધોનીઃ અનટોલ્ટ સ્ટોરી’માં મળી હતી. આ ફિલ્મમાં તેના કામની પણ કદર કરવામાં આવી હતી એના પછી દિશાએ ‘મલંગ’, ‘બાગી-2’, ‘ભારત’, રાધે અને એક વિલન રિટર્ન્સમાં પણ કામ કર્યું હતું. અનેક ફિલ્મમાં ગ્લેમરસ અંદાજથી કરેલા રોલને કારણે તેનું ટૂંકા ગાળામાં નામ અને દામ પણ મળ્યા. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફેશન અને સ્ટાઈલ તમામ ક્ષેત્રમાંથી પૈસાનો વરસાદ થવા લાગ્યા છે અને તિજોરી છલકાઈ છે.

મુંબઈમાં એક નહીં બે આલિશાન એપાર્ટમેન્ટ
આમ તો દિશા પટણીના મુંબઈમાં બે ઘર છે, જેમાં એક મુંબઈમાં અને બીજું બરેલીમાં. મુંબઈમાં બાંદ્રામાં આવેલું ઘર દરિયાકિનારાની સામે છે, જ્યારે આલિશાન ઘરમાં બે ડોગી (બેલા અને ગોકુ) અને બે બિલ્લી (જાસ્મિન અને કીટી) છે. તેનું બીજી ઘર ખારમાં આવેલું છે. ખારમાં રુસ્તમજી પેરામાઉન્ટ કોમ્પ્લેક્સમાં છે. 16મા માળ પરના ઘરે ફોર-બીએચકે એપાર્ટમેન્ટ છે, જેનો એરિયા લગભગ 1,100 ફૂટનો છે. આ ઘરની કિંમત પણ કંઈક છ કરોડની આસપાસ છે.
એક ફિલ્મ માટે ચારથી સાત કરોડ રુપિયા લે છે
ડોગલવર દિશા પટણીને કારનો પણ ગજબનો શોખ ધરાવે છે, જેમાં મર્સિડિઝ બેન્જ એસ40 (કિંમત 84 લાખ), રેન્જ રોવર સ્પોર્ટ (1.51 કરોડ), બીએમડબલ્યુ7 સિરીઝ (1.78 કરોડ) ધરાવે છે. એના સિવાય હોન્ડા સિવિક, શેવરલે ક્રૂઝ અને ઓડી એ6 જેવી કારનું કલેક્શન પણ ધરાવે છે. ઉપરાંત, અનેક ચેનલ અને લક્ઝરી બ્રાન્ડની પણ એમ્બેસેડર છે. હવે એની કૂલ નેટવર્થની વાત કરીએ તો 75-100 કરોડની આસપાસ છે. વર્ષની કમાણી આશરે 12 કરોડથી વધારે છે, જેમાં મહિનાના એક કરોડની આસપાસની કમાણી છે. એક ફિલ્મ માટે ચારથી સાત કરોડ ફી વસૂલે છે, જ્યારે કોઈ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે દોઢ કરોડ રુપિયાની આસપાસ ફી લે છે.
