સોનાને બદલે સેન્સેક્સમાં રોકાણ કરવું કેમ વધુ ફાયદાકારક છે? જાણો નવો ટ્રેન્ડ
સોનાનો ભાવ ઉંચો હોવા છતાં, લાંબા ગાળા માટે સેન્સેક્સમાં રોકાણ કરવાનું શા માટે સમજદારીભર્યું છે?

સોનામાં એકધારી તેજી જોવા મળી છે, જેમાં છેલ્લા એક વર્ષથી જોરદાર રિટર્ન મળી રહ્યું છે. સોના-ચાંદીના ભાવ ધીમે ધીમે આસમાન પર પહોંચી રહ્યું છે, જેમાં રોકાણ કરનારાને મહત્તમ વળતર આપ્યું હતું. સોનાચાંદીની તુલનામાં માર્કેટના ટોચના ઈન્ડેક્સ સેન્સેક્સમાં એટલું સારું વળતર આપ્યું નથી. સોનાએ એક વર્ષ જ નહીં, પરંતુ ત્રણ, પાંચ, દસ અને વીસ વર્ષોમાં સોનાએ ડોમેસ્ટિક સ્ટોક માર્કેટે સારું વળતર આપ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવ વધારા માટે સૌથી મહત્ત્વનું કારણ વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની ઐતિહાસિક ખરીદી અને ફુગાવાને કારણે થયું છે.
છેલ્લા એક વર્ષની વાત કરીએ તો સેન્સેક્સે વર્ષમાં 1.2 ટકાનો ઘટાડો થયો છે, જે એકંદરે રોકાણકારોએ કરેલા રોકાણથી નુકસાન થયું છે. ઉપરાંત, સોનાએ પચાસ ટકાથી વધુ વળતર આપ્યું છે, જ્યારે ત્રણ વર્ષની તુલનામાં 29 ટકાથી વધુ વળતર આપ્યું છે. સોનાના ઈન્વેસ્ટમેન્ટમાં પાંચ વર્ષમાં 16.5 ટકા તથા સેન્સેક્સે પણ 16 ટકાથી વધુ વળતર આપ્યું હતું. છેલ્લા 10 અને 20 વર્ષમાં સોનાના પંદર ટકાથી વધુ રિર્ટન આપ્યું હતું.
નિષ્ણાતોના દાવા અનુસાર લગભગ પચીસ ટકા ખરીદી હવે સેન્ટ્રલ બેંક કરી રહી છે. ખાસ કરીને વૈશ્વિક અસ્થિરતા અને ડાઈવર્સિફિકેશનની રીતે જોવામાં આવી રહ્યું છે. સોનાની ખરીદી ભારતમાં તો સુરક્ષિત રોકાણ અને મૂડી તરીકે કરવામાં આવી રહ્યું છે, જે ધીમે ધીમે પણ દરેક વર્ગના લોકો થોડું થોડું સોનું ખરીદતા રહે છે. સોનું હવે માત્ર ફુગાવા સામે રક્ષણનું સાધન નથી રહ્યું, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં સંભવિત ઘટાડા અને ડોલરમાં નબળાઈને કારણે રોકાણકારોની પસંદગી પણ રહ્યું છે.
આગામી દિવસોમાં સોનાના ભાવમાં મર્યાદિત ખરીદી આવી શકે છે, પરંતુ પોર્ટફોલિયોમાં દસથી પંદર ટકા ગોલ્ડ એલોટમેન્ટની સલાહ આપવામાં આવે છે. આમ છતાં છેલ્લા દસ પંદર વર્ષમાં જેટલું રોકાણ મળ્યું છે એટલી અપેક્ષા રાખી શકાય નહીં. સોના વિરુદ્ધ સેન્સેક્સનો રેશિયો 0.76 ટકા છે, જે લાંબા સમયથી સરેરાશ 0.96થી નીચે છે, જેથી બુલિયન કરતા ઈક્વિટીમાં રોકાણ કરવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જાણકારોના દાવા અનુસાર ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આ ગુણોત્તર 0.8 થી નીચે ગયો છે, ત્યારે સેન્સેક્સે આગામી ત્રણ વર્ષમાં સરેરાશ 25.12 ટકા વળતર આપ્યું છે, જ્યારે સોનાએ માત્ર 7.21 ટકા વળતર આપ્યું છે. લાંબા ગાળે સોનું સ્થિર છે પરંતુ હાલમાં તેને ઓવરવેલ્યુડ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભાવ ઘટે ત્યારે સોનું ખરીદવું સમજદારીભર્યું રહેશે.
