December 20, 2025
ટોપ ન્યુઝબિઝનેસ

કાશ્મીરમાં રેલ ક્રાંતિ: ભારતીય સેનાની માલગાડી પહેલી વાર પહોંચી કાશ્મીર, આર્મીને રાહત

Spread the love

ભારતીય સેના માટે શિયાળાનો સામાન લઈને પહોંચેલી ઐતિહાસિક માલગાડી, જેણે કાશ્મીરના અર્થતંત્ર અને સંરક્ષણને આપ્યો નવો વેગ

જમ્મુ કાશ્મીરના ઈતિહાસમાં સૌથી મોટી ઐતિહાસિક ઘટના ઘટી છે. ઉધમપુર-શ્રીનગર બારામુલા રેલ લિંક (યુએસબીઆરએલ) પર સૌથી પહેલી વખત સ્પેશિયલ માલગાડી સફળતાપૂર્વક દોડાવવામાં આવી હતી. બારમી-તેરમી સપ્ટેમ્બરના ગૂડ્સ ટ્રેન બીડી બારીથી અનંતનાગ પહોંચી હતી, જેમાં 753 મેટ્રિક ટન એડવાન્સ્ડ વિન્ટર સ્ટોકિંગ (એડબલ્યુએસ)થી સામાન ભરેલો હતો, જે ભારતીય સેનાના વિવિધ યુનિટ માટે હતો, જે ભારતીય સેના માટે શિયાળામાં જરુરી સામાન પ્રાપ્તિ માટે મદદરુપ બનશે.

યુએસબીઆરએલનું શું છે મહત્ત્વ?
યુએસબીઆરએલ ભારતની એક મહત્ત્વાકાંક્ષી રેલ યોજના છે, જે જમ્મુને કાશ્મીર ઘાટીથી જોડે છે, જ્યારે તેની કૂલ લંબાઈ 272 કિલોમીટરની છે. આ રેલ લિંક હિમાલયના આકરા પર્વતીય વિસ્તારોમાંથી પસાર થાય છે, જેમાં દુનિયાનો સૌથી ઊંચો રેલ પુલ ચિનાબ બ્રિજ (359 મીટર ઊંચો) અને ભારતની સૌથી લાંબી રેલ ટનલ પીર પંજાલ (11.215 કિલોમીટર)નો પણ સમાવેશ થાય છે.

જાહેર રોડ પરિવહનની સમસ્યા ઘટશે
આ યોજના 2002માં શરુ કરી હતી અને જૂન, 2025માં પૂરી રીતે ચાલુ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠી જૂન, 2025માં શરુઆત કરી હતી, જ્યારે વંદે ભારત ટ્રેન ફ્લેગ ઓફ કરી હતી. આ રેલ લિંક મારફત કાશ્મીર ઘાટી ભારત સાથે કનેક્ટ કરે છે. રેલ લિંક પરથી રેગ્યુલર પરિવહનને કારણે અન્ય સમસ્યાઓ પણ ઘટાડો થશે, જ્યારે રોડ પર નિર્ભરતા ઘટશે. ઓગસ્ટ 2025માં પહેલી ગૂડ્સ ટ્રેન અનંતનાગ પહોંચી હતી, જે સિમેન્ટ લઈ જતી હતી, પરંતુ પહેલી વખત ભારતીય સેનાની પહેલી માલગાડી ગઈ હતી, જે સૈન્ય અને સિવિલ ઉપયોગનું ઉદાહરણ છે.

રેલ કનેક્ટિવિટીથી સામાન ઝડપી પહોંચાડાશે
કટરા નજીક બારીથી અનંતનાગ ટ્રેન પહોંચી હતી, જેમાં 753 મેટ્રિક ટન એડબલ્યુએસમાં સામાન ભરેલો હતો, જેમાં રાશન, ઇંધણ, દવાઓ સહિત અન્ય ચીજવસ્તુનો સમાવેશ થાય છે. આ સામાનમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં તહેનાત આર્મી માટે હતો, જેથી શિયાળામાં બરફીલા હિમાલય સામે ટકી શકાય. આ અગાઉ આર્મી ટ્રક મારફત સામાન પહોંચાડતી હતી, જે ભૂસ્ખલન અને બરફ વરસાદને કારણે અવરોધ આવી રહ્યો હતો. હવે રેલવેની ડાયરેક્ટ કનેક્ટિવિટીથી સામાન પહોંચાડવાનું સરળ બનશે.

ડ્યુઅલ યૂઝનું શાનદાર ઉદાહરણ
આ ગૂડ્સ ટ્રેન હવે મિલિટરી માટે જ નહીં, પરંતુ કાશ્મીરથી મહત્ત્વના સામાનની હેરફેર કરવા માટે પણ વધુ ઉપયોગી બનશે. ખાસ કરીને કાશ્મીરના સફરજન માટે. કાશ્મીરના વેપારીઓ માટે પણ જરુરી ફૂડ-ફળો પણ બહાર પહોંચાડવાનું સરળ બનશે, જેથી ઉદ્યોગો-વેપાર ધંધા માટે ફાયદો થશે. અગાઉ ખેડૂતોને રોડ માર્ગે ભૂસ્ખલન સહિત કુદરતી આફતને કારણે અનેક નુકસાન થતા હતા, પરંતુ રેલવે કનેક્શનથી અન્ય વર્ગના લોકોને રાહત થશે, જે ડ્યુઅલ યૂઝ લોજિસ્ટિક્સનો ફાયદો થશે, જેમાં રેલવેને પણ લાભ થશે. આ રેલ લિંકથી કાશ્મીરની સૂરત બદલાશે. અગાઉ કાશ્મીર ઘાટી રેલવેથી નોખું હતું, પરંતુ હવે પેસેન્જર ટ્રેન (વંદે ભારત) અને ગૂડ્સ ટ્રેન પણ દોડાવવામાં આવતા ફળો, હસ્તકળા અને અન્ય સામાન સસ્તા માર્કેટમાં ડાયરેક્ટ પહોંચશે. ઉપરાંત, મિલિટરી માટે પણ સ્ટોકિંગ કરવાનું ઝડપી અને સરળ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!