UPI Transaction Limit: UPI માં મોટા ફેરફાર, જાણો નવી ટ્રાન્ઝેક્શન લિમિટ
NPCI દ્વારા UPI ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટા બદલાવ, 15 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI Transaction Limit: જો તમે પેમેન્ટની લેણદેણ માટે યુપીઆઈ યૂઝ કરતા હોય તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે. જી, હા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) તરફથી યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) માટે પર્સન ટૂ પર્સન (પી2એમ) ટ્રાન્ઝેક્શન લિમિટેમાં મોટો ફેરફાર કર્યો છે. એનપીસીઆઈ તરફથી નવા નિયમ પંદરમી સપ્ટેમ્બરથી લાગુ પડશે, જ્યારે તેનો ઉદ્દેશ મોટા ડિજિટલ પેમેન્ટ્સને સરળ અને સિક્યોર બનાવ્યા છે.
નવા નિયમ અન્વયે સિલેક્ટિવ વેરિફાઈડ મર્ચંટ્સ માટે પી2એમ ટ્રાન્ઝેક્શનની ડેઈલી લિમિટ પહેલાના માફક એક લાખ રુપિયા રોજની રહેશે, જ્યારે મોટા પેમેન્ટ કરનારા ગ્રાહકોને સરળતા થશે. એ જ પ્રકારે ગ્રાહકોને પહેલા પેમેન્ટ અલગ અલગ હિસ્સામાં વહેંચવું પડ્તું હતું અથવા વધુ પેમેન્ટ માટે ચેક અને બેંક ટ્રાન્સફર જેવી પારંપારિક રીતનો ઉપયોગ કરવો પડતો હતો.
અનેક સેક્ટરમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી છે. કેપિટલ માર્કેટ અને ઈન્શ્યોરન્સમાં રોજની ટ્રાન્ઝેક્શન લિમિટ બે લાખથી વધારીને પાંચ લાખ રુપિયા કરી છે, જ્યારે ડેઈલી લિમિટ દસ લાખ રુપિયા સુધી વધારી છે. એ જ રીતે સરકારી ઈ માર્કેટ પ્લેસ (જેમ પોર્ટલ), ટેક્સ ભરપાઈ અને અર્નેસ્ટ મની જમા કરવા માટે આ લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા ટ્રાન્ઝેક્શનદીઠ કરી છે. એના સિવાય ટ્રાવેલ સેક્ટર લેણદેણની મર્યાદા એક લાખથી વધારીને પાંચ લાખ રુપિયા કરી છે, જ્યારે દૈનિક મર્યાદા 10 લાખ રુપિયા કરી છે.
ક્રેડિટ કાર્ડ બિલના પેમેન્ટ પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રુપિયા અને પ્રતિદિવસ છ લાખ રુપિયા સુધી પેમેન્ટ કરી શકશે અને ડેઈલી લિમિટ 10 લાખ રુપિયા સુધી રહેશે. એ જ રીતે જ્વેલરીની ખરીદીમાં એક વખત બે લાખ રુપિયા સુધી અને ડેઈલી છ લાખ રુપિયા સુધીની રહેશે. એના સિવાય બેંકિંગ સર્વિસ ડિજિટલ ઓનબોર્ડિંગ મારફત ટર્મ ડિપોઝિટની લિમિટ બે લાખથી વધારીને પાંચ લાખ રુપિયા પ્રતિ લેણદેણ અને રોજની કરી છે. એનપીસીઆઈ તરફથી આ પ્રકારના બદલાવ અંગે કહ્યું છે કે આ ફેરફાર યુપીઆઈના મોટા પેમેન્ટ માટે ઉપયોગી બનાવશે. એનાથી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.
