કાંદા સુધારતા આંખમાંથી પાણી કેમ આવે? વૈજ્ઞાનિક કારણો જાણો
કાંદા સુધારવાનો અનુભવ બધાને હોય છે, તેમાંય વળી આજના જમાનામાં મહિલાઓ જ નહીં, પરંતુ પુરુષો પણ બાકાત નથી. સામાન્ય રીતે કિચનમાં કાંદા સુધારવામાં આવતા હોય તો તેની અસર બીજા રુમ સુધી પહોંચતી હોય છે. કાંદા સુધારતા આંખોમાંથી પાણી બહાર આવવાની પણ સામાન્ય બાબત છે, જેના માટે વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. શરીર માટે સુરક્ષિત પ્રણાલી છે, જ્યારે વૈજ્ઞાનિક રીતે એની રાસાયણિક પ્રક્રિયા કારણભૂત છે. જાણીએ વિગતોથી વાત કરીએ સાયન્સની.
એસુલ્ફોક્સાઈડ નામનો પદાર્થ એક્ટિવ થવાથી
કાંદામાં એસુલ્ફોક્સાઈડ નામનું રસાયણ છે, જ્યારે કાંદાને સુધારવામાં આવે ત્યારે તેમાં રહેલું એસુલ્ફોક્સાઈડ એક એઝાઈમની સાથે પ્રતિક્રિયા પણ આપે છે અને તેનાથી સુલફેનિક એસિડ નામનો ગેસ બને છે. કાંદામાં એસુલ્ફોક્સાઈડ નામનો પદાર્થ સમારવાને કારણે વધુ એક્ટિવ થાય છે. પણ વાસ્તવમાં જ્યારે કાંદાને સમારવામાં આવે ત્યારે ગેસ હવામાં ફેલાય છે, તેથી આપણી આંખો પર તેની અસર થયા છે. એ ગેસની અસરને કારણે આંખના પોપચા પર ટીયર ફિલ્મ પ્રતિક્રિયા કરે છે. શરીરમાં ઈરિટન્ટ એટલે આંખો બળવા લાગે છે, તેનાથી આંખમાંથી આંસુ આવે છે.
ધારદાર ચાકુથી ધીમે ધીમે કાપવાથી ફાયદો થાય
સરળ શબ્દોમાં કહીએ તો આંખમાંથી આંસુ આવવાનું શરીર માટે સુરક્ષિત પ્રતિક્રિયા છે, જેથી આંખમાં સોજો યા બળતરા કે નુકસાનથી પણ બચાવે છે. 2025માં કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું હતું કે કાંદા જેટલા ઝડપી સુધારવામાં આવે એટલા એનો ગેસ ઝડપથી હવામાં ફેલાય છે, તેથી આંખમાંથી બહુ ઝડપથી આંસુ આવે છે. જોકે, કાંદાને સુધારવા માટે ધારદાર ચાકુના ઉપયોગ સાથે ધીમે ધીમે સુધારવામાં આવે તો આંખોની બળતરામાં પણ ફાયદો થાય છે.
આંખમાંથી આંસુઓ રોકવાના ઉપાય શું છે
કાંદા સુધાર્યા પૂર્વે દસ મિનિટ માટે ફ્રિઝમાં કાંદાને રાખો. કાંદા ઠંડા થવાને કારણે ગેસ ઓછો નીકળે છે. ધારદાર ચાકુનો ઉપયોગ કરવાનું પણ વધુ ફાયદાકારક સાબિત થાય છે. ઉપરાંત, જ્યાંથી હવાની અવરજવર વધારે હોય ત્યાં કાંદા કાપવાથી રાહત રહે છે. કાંદા સમારતી વખતે ચશ્મા પહેરવાથી પણ ફાયદો રહે છે, તેનાથી સીધી આંખો પર અસર થતી નથી. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે કાંદા સુધારતી આંખોમાંથી આંસુ આવવાની બાબત એ કુદરતી રીતે આંખોને સુરક્ષિત રાખવાની પ્રક્રિયા છે, તેનાથી ડરવું જોઈએ નહીં આ કોઈ મોટી સમસ્યા નથી.
