December 20, 2025
ટેકનોલોજી

પોસ્ટ ઓફિસ સ્કેમ: ડિજિટલ ફ્રોડથી બચવા માટે જાણો પોસ્ટ ઓફિસની આ ચેતવણી

Spread the love

ઓનલાઇન છેતરપિંડીના વધી રહેલા કેસો વચ્ચે પોસ્ટ ઓફિસે જાહેર કરી ચેતવણી, કોઈપણ પ્રકારની ફ્રોડ લિંક પર ક્લિક ન કરવા આપી સલાહ

દુનિયામાં ડિજિટલ ટિકિટથી લઈને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પણ વધી રહ્યા છે. દુનિયા સીમિત બનતી જાય છે તેમ તેમ મોટા ભાગના સેક્ટરમાં ઓનલાઇન વર્લ્ડ વિસ્તરતું જાય છે અને ચોરી કરનારા પણ લોકોને ભોળવીને પૈસા લઈ જાય છે એનું પ્રમાણ વધી રહ્યું છે અને એ પણ ઓનલાઇન વર્લ્ડને આભારી છે. આ મુદ્દે હવે પોસ્ટ ઓફિસ પણ સપાટામાં આવી ગઈ છે જેને સ્પષ્ટતા કરવાની નોબત આવી છે અને એડ્રેસ બદલવા માટેનો જો કોઈ મેસેજ આવે તો એ ફ્રોડ હોઈ શકે એની પણ જનતાને ચેતવણી આપી છે.

આ મુદ્દે પ્રેસ ઇન્ફર્મેશન ઓફ બ્યુરો એટલે પીઆઇબીએ પણ સમગ્ર મુદ્દામાં ફેક્ટ ચેક કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે. ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા જણાવાયું છે કે કોઈ પણ જાતના એડ્રેસ બદલવા અંગેના ફ્રોડ મેસેજ અંગે પણ એલર્ટ જારી કર્યું છે.

હકીકતમાં લોકોને ભારતીય પોસ્ટ ઓફિસના નામે મેસેજ મળી રહ્યાં છે કે તમારા પાર્સલને યોગ્ય એડ્રેસ પર મોકલવા માટે સાચું સરનામું આપવું પડશે. વાસ્તવમાં આવું કઈ હોતું નથી અને લોકો એક વખત અપડેટ કર્યા પછી પણ છેતરપિંડીનો પણ ભોગ બનતા હોય છે, જેમાં પીડિત લોકો મોટી મુસીબતમાં મુકાતા હોય છે.

આ પ્રકારના વધતા કિસ્સાને કારણે પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર ચેતવણી આપતા જણાવ્યું છે કે એડ્રેસ બદલવા અંગેની કોઈ પણ પ્રકારની લિંક પર ક્લિક કરવું નહીં. પોસ્ટ ઓફિસ દ્વારા પણ આ પ્રકારે કોઈ એડ્રેસ બદલવા માટે કોઈ અપડેટ કરતા નથી તેથી કોઈ ભળતી લિંકમાં ક્લિક કરવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!