B ફોર બીડી: ભારતમાં સૌથી વધુ બીડીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
બીડી જલાઈ દે ગીતથી લઈને કેરળ કોંગ્રેસની બી બીડી અને બી ફોર બિહારના ટવિટે અત્યારે જોરદાર કાગારોળ મચાવી છે. દેશમાં બીડી ઉત્પાદક રાજ્યોની ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં બોલબાલા છે. સરકારે એક બાજુ સિગારેટ અને ગુટકા વગેરે ઉત્પાદનો પણ જીએસટીમાં વધારો કર્યો છે, જેમાં 28 ટકાથી વધારીને 40 ટકા કર્યો છે. બીડીનું નિર્માણ તેન્દુના પત્તામાંથી થાય છે, જેને સામાન્ય ભાષામાં બીડી પત્તા પણ કહે છે, જાણીએ ભારતના કયા રાજ્યોમાં થાય છે સૌથી વધુ બીડીનું ઉત્પાદન.
સરકારે ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના જીએસટી કાઉન્સિલની બેઠકમાં બીડી પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. 22 સપ્ટેમ્બરથી નવો દર લાગુ પડશે, જેમાં સિગારેટ અને ગુટકાના ઉત્પાદનો પણ હવે મોંઘા થશે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારે અચાનક આ નિર્ણય શા માટે લીધો. પણ એના પાછળના આર્થિક, સામાજિક અને રાજકીય ગણિત પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમાકુના ઉત્પાદનની વાત કરીએ ગુજરાત નંબર વન છે, જેમાં સૌરાષ્ટ્રમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તમાકુ ઉત્પાદનના મુદ્દે ગુજરાતનો હિસ્સો 41 ટકા છે, ત્યાર પછી આંધ્ર, કર્ણાટકનો નંબર આવે છે.
બીડીના માર્કેટની વાત કરીએ તો દેશમાં અબજો રુપિયાનો કારોબાર છે, જ્યારે કરોડો લોકોમાં તેની આદત પડી છે, જ્યારે 70 લાખ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. સરકારે બીડી પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે, જ્યારે બીડીના ઉપયોગ માટે વપરાતા તેંદુ પત્તા જીએસટી 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યા છે. સરકારે તર્ક કર્યો છે, જ્યારે દેશમાં બીડી ઉદ્યોગમાં 70 લાખથી વધુ લોકો જોડાયેલા છે, ત્યારે સરકારના આ નિર્ણય પાછળ કેટલા લોકો અને રાજ્યોની જનતા જોડાયેલી છે એની પણ વાત કરીએ.
બીડીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય આ પ્રમાણે
. મધ્ય પ્રદેશ દેશમાં સૌથી મોટું તેંડુના પાંદડા ઉત્પાદક રાજ્ય છે. અહીંયાથી લગભગ દેશના 25 ટકા તેંડુના પત્તા આવે છે, જે સૌથી વધુ બીડીના વપરાશ માટે થાય છે.
. મધ્ય પ્રદેશ પછી બીજા નંબરે છત્તીસગઢ પણ કૂલ ઉત્પાદનમાં 20 ટકા યોગદાન પૂરું પાડે છે.
. ઓડિશા પણ બીડી ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે, જ્યાંથી પંદરથી 20 ટકા તેંદુના પાંદડાનું ઉત્પાદન થાય છે, જ્યાંના પાંદડા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ બીડી ઉત્પાદનમાં મહત્ત્વનું યોગદાન ધરાવે છે. આ બંને રાજ્યોમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. તેંડુના પાંદડાની પણ મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.
. આંધ્ર પ્રદેશમાં બીડી નિર્માણનું કામકાજ પરંપરાગત છે, જેમાં મહિલાઓ પણ જોડાયેલી છે. રાજસ્થાનના દક્ષિણ અને પૂર્વ હિસ્સામાં તેંદુના પાંદડા મોટી સંખ્યામાં મળે છે. ઉપરાંત, ગુજરાતમાં પણ બીડીના પાંદડાના ઉત્પાદન માટે જાણીતું છે.
