અભિનેત્રી રેખા પાક.ના પૂર્વ PM સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી પણ મુરાદ પૂરી કેમ થઈ નહીં?
અમિતાભ બચ્ચન સિવાય પણ રેખાના જીવનમાં આવ્યો હતો એક એવો શખસ, જેની સાથે તે લગ્ન કરવા માગતી હતી, પણ અધૂરા રહ્યા અરમાનો

દિગ્ગજ અભિનેત્રી રેખા ભલે સિનેમા જગતમાં નામ કમાવ્યું હોય, પરંતુ તેના પ્રેમના કિસ્સા હજુ પણ ભૂલાય એમ નથી. આજે રેખા અને બિગ બી અમિતાભ બચ્ચનના પ્રેમના કિસ્સા લોકોને જાણવા ગમે છે, જ્યારે હજુ પણ સોશિયલ મીડિયા પર પણ લોકોની ચર્ચા રહે છે. બચ્ચન સાથે એક જમાનામાં રેખાનું નામ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ વડા પ્રધાનની સાથે પણ જોડાયું હતું. એટલે સુધી કે રેખા લગ્ન પણ કરવા ઈચ્છતી હતી, પણ એ શક્ય બન્યું નહોતું.
અભિનેત્રી રેખાનું નામ અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રાજ બબ્બરથી લઈને અક્ષય કુમાર સુધી ચર્ચામાં રહેલું છે, પરંતુ સરહદ પાર પાકિસ્તાનના ક્રિકેટર કમ રાજકારણી સાથે નામ ચર્ચામાં આવ્યું હતું. એક જમાનામાં એવી પણ અફવા હતી કે રેખા પાકિસ્તાની ક્રિકેટર કમ રાજનેતા બનેલા ઈમરાન ખાનને ડેટ કરતી હતી. એટલે સુધી કે બંને એકબીજાના પ્રેમમાાં પાગલ હતી અને લગ્ન કરવાનો પણ નિર્ણય લીધો હતો. એટલે રેખાના પ્રેમીઓના નામમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનનું નામ પણ હતું. જાણીએ રેખાના જીવનની અજાણી વાત.
1980ના દાયકામાં રેખા અને ઈમરાન ખાનનું નામ એકબીજા સાથે લેવામાં આવતું હતું. બંને અનેક વખત અનેક ઈવેન્ટમાં સાથે પણ જોવા મળ્યા હતા, તેથી બંનેનું નામ એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવતું હતું. 1985માં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈમરાન ખાને રેખા સાથે મુંબઈમાં એકસાથે સમય વીતાવ્યો હતો.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બંનેને સામાન્ય રીતે બીચ પર સાથે જોવા મળતા અને શહેરમાં સાથે પણ ફરતા હતા. રિપોર્ટમાં એટલે સુધી દાવો કર્યો હતો કે જ્યારે લોકોએ રેખા અને ઈમરાનને બીચ પર સાથે જોયા ત્યારે એકબીજાની નજીક હોવાની લોકોને જાણ થઈ હતી અને તેનાથી તેમને પણ વિશ્વાસ થયો હતો કે બંને એકબીજાની ક્લોઝ છે. વાત એટલે સુધી પહોંચી ગઈ હતી કે રેખાની મા પુષ્પાવલી પણ ઈમરાન ખાનને પસંદ કરવા લાગી હતી અને લગ્ન પણ કરાવવા ઈચ્છતી હતી, પરંતુ એમ થયું નહોતું.
કહેવાય છે કે એક જ્યોતિષ સાથે મુલાકાત કરી હતી, જેમાં તપાસ કરાવી હતી કે ઈમરાન તેની દીકરીનો જીવનસાથી બની શકે છે અને એના માટે દિલ્હી પણ ગઈ હતી. જ્યોતિષ મહારાજે પણ ઈમરાન ખાન એની દીકરી માટે આદર્શ જીવનસાથી બની શકે છે એવી પણ સલાહ માગી હતી. જોકે, એ વાતની કોઈને ખબર નહોતી કે એ જ્યોતિષે શું કહ્યું હતું, પરંતુ રેખાની માને પૂરો વિશ્વાસ હતો કે ઈમરાન ખાન તેના પરિવારનો સભ્ય બની શકે છે.
1989માં રેખા લાહોર ઈમરાન ખાનની સાથે જ્યારે એક ચેરિટી કોન્સર્ટ માટે પણ ગઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન રેખા, ઈમરાન ખાન, વિનોદ ખન્ના અને ક્રિકેટર જાવેદ મિયાંદાદ સાથે પણ મંચ પર ડાન્સ કરતા જોવા મળી હતી. એક કરતા અનેક અટકળો વચ્ચે પણ રેખા અને ઈમરાન ખાને ક્યારેય તેમના રિલેશન અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો, તેથી આ અટકળો કે અફવા પણ રહસ્ય બની ગયું હતું. એટલું જ નહીં, બંને નજીક આવ્યા પછી પણ બંને કઈ રીતે અલગ થયા એ બાબત પરથી પણ ક્યારેય પડદો ઉચકાયો નથી.
