દુનિયાની સૌથી ખતરનાક ટ્રેન: ઉત્તર કોરિયાના કિમ જોંગના રહસ્યમય ચાલતા-ફરતા કિલ્લાની વિશેષતા જાણો
વિશ્વમાં સૌથી ધીમી અને અત્યંત સુરક્ષિત ગણાતી આ ટ્રેન બુલેટપ્રૂફ છે અને અંદર મોંઘી મર્સિડીઝથી માંડીને વૈભવી જીવન જરૂરિયાતની તમામ સુવિધા ઉપલબ્ધ છે
દુનિયાભરમાં વધતા પ્લેન ક્રેશના અકસ્માતોને લઈ એવિયેશન ઈન્ડસ્ટ્રી ચર્ચામાં છે, પરંતુ આજની તારીખે રેલવેની મુસાફરી અકસ્માતો વચ્ચે પણ સુરક્ષિત માનવામાં આવે છે અને એવું જ કંઈક ઉત્તર કોરિયાના પ્રમુખના મનમાં ઠસી ગયું છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ પ્લેનના બદલે ટ્રેનમાં વિદેશ પહોંચી છે, જ્યારે તેમની ટ્રેન પણ ખતરનાક માનવામાં આવે છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ પોતાની ખાસ ટ્રેનથી ચીનમાં મિલિટરી પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. એક બાજુ દુનિયાના દેશો પરિવહન માટે બુલેટ ટ્રેન જેવી હાઈ સ્પીડ ટ્રેનનો ઉપયોગ કરે છે, ત્યારે દેશના પ્રમુખ હજુ પણ પોતાની વિદેશ યાત્રાએ સ્લો ટ્રેનનો ઉપયોગ કરે છે, એનું કારણ કંઈક અજબ ગજબ છે. આ ટ્રેન નહીં, પણ હરતો ફરતો કિલ્લો માનવામાં આવે છે, કારણ કે આ ટ્રેન બુલેટ પ્રુફની સાથે આધુનિક સુરક્ષા ટેક્નિકથી સજ્જ છે.

રશિયાની મુસાફરી માટે બુલેટ પ્રુફ ટ્રેનનો કર્યો ઉપયોગ
કિમ જોંગ ઉનની બીજિંગ યાત્રાની અત્યારે ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં ચર્ચા છે. આ ટ્રેનની એક વિશેષ પરિવહન પ્રણાલી અન્વયે ટ્રેન ફાસ્ટ નહીં, પણ સ્લો ટ્રેન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેનનો કલર ગ્રીનની બુલેટ પ્રુફ ટ્રેન છે, જેનો ઉપયોગ કિમ જોંગના દાદાના જમાનાથી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે દાયકાઓથી આ ટ્રેનનો ઉપયોગ કિમ જોંગ કરે છે. 2011ના અંતમાં ઉત્તર કોરિયાઈ પ્રમુખ બન્યા પછી કિમ જોંગે ચીન, વિયેતનામ અને રશિયાની મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કર્યો છે.
આ ટ્રેનની સ્પીડ કેમ ઓછી છે, જાણો રહસ્ય
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગે કોરિયાથી બીજિંગ પહોંચવા માટે 20 કલાકથી વધુ સમય લાગ્યો હતો, કારણ કે તેની ઝડપ ઓછી છે. ટ્રેનની મર્યાદિત સ્પીડ માટે ખાસ કરીને બખ્તરબંધ છે, જે એક બુલેટપ્રૂફ છે. એના સિવાય ટ્રેનમાં એક ઓફિસ, કિચન સહિત ટ્રેનમાં આલિશાન લકઝરી કાર રાખવાનો પાર્કિંગ એરિયા પણ છે. ટ્રેનનું વજન પણ વધારે હોવાથી સ્પીડ પણ મર્યાદિત રહે છે. ટ્રેનમાં શાનદાર સ્લીપિંગ રુમ છે, જ્યારે કોચમાં સુરક્ષા ગાર્ડ, મેડિકલ ટીમ, ટેલિકોમ, રેસ્ટોરા અને બે બખ્તરબંધ મર્સિડીઝ માટે જગ્યા છે. સામાન્ય ટ્રેનના ખર્ચ કરતા પણ ચારથી પાંચ ગણી આ ટ્રેનનો ખર્ચ થાય છે. પ્રતિ કિલોમીટર ટ્રેનનો ખર્ચ પણ 25થી 30 લાખ વોન (પંદરથી 18 લાખ રુપિયા) થાય છે, જેમાં ઇંધણ, સુરક્ષાકર્મચારીનો ખર્ચ, ખાણીપીણી, ટેક્નિકલ સામગ્રીના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

ચીનમાં ટ્રેનની સ્પીડ વધારવામાં આવી હતી
ઉત્તર કોરિયાઈ ટ્રેનને ચીનના કોરિડોરમાં લગભગ કલાકના 80 કિલોમીટરની રફતારથી દોડાવવામાં આવી હતી. ચીનના રેલ નેટવર્કમાં ટ્રેનની સરેરાશ સ્પીડ કલાકના 80 કિલોમીટર સુધીની છે, જ્યારે ઉત્તર કોરિયાઈ રેલ કોરિડોરમાં સરેરાશ સ્પીડ કલાકના 45 કિલોમીટર સુધીની છે. સુરક્ષાના કારણોસર કિમને આ પ્રકારની અનેક ટ્રેનની જરુરિયાત પડે છે. આ ટ્રેનમાં ખાસ કરીને 10થી પંદર કોચ હોય છે, જ્યારે તેનો ઉપયોગ ફક્ત કોરિયાના પ્રમુખ માટે કરાય છે, જ્યારે ટ્રેનમાં મોટા દળ, સુરક્ષા ગાર્ડ, ભોજન અને સુવિધાઓ માટે વધુ સુરક્ષિત અને આરામદાયક સ્થાન છે.
2023માં રશિયામાં સરહદી વિસ્તાર સુધી પહોંચ્યા હતા
સ્ટેટ મીડિયા દ્વારા વાયરલ તસવીરોમાં કિમ જોંગ ઉનના વરિષ્ઠ અધિકારીઓની સાથે સિગારેટ પીતા જોવા મળ્યા હતા. કિમનું સોનાનું એક લેપટોપ કમ્પ્યુટર, અસંખ્ય ટેલિફોન, સિગારેટનો ડબ્બો અને ઠંડાપીણાની બોટલ રાખવામાં આવી હતી. બારીમાં આલિશાન પડદા રાખવામાં આવ્યા છે. 2020માં ટીવી ફૂટેજમાં કિમ વરસાદી આફતગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારની તસવીરો પણ વાયરલ થઈ હતી. 2023માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર સંમેલન માટે રશિયા ગયા ત્યારે પણ સરહદી વિસ્તારના સ્ટેશને ટ્રેન મારફત પહોંચ્યા હતા, કારણ કે બંને દેશ વચ્ચે અલગ અલગ રેલ ગેઝનો ઉપયોગ કરતા હતા, પરંતુ ચીનમાં એની જરુરિયાત પડી નહોતી.
અલગ અલગ સિરિયલની ટ્રેન ડિફરન્ટ અધિકારી ઉપયોગ કરે છે
કિમની વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ટ્રેન ગ્રીન કલરની ડીએફ11Z એન્જિન દ્વારા ખેંચવામાં આવે છે, જે ચીનમાં નિર્મિત એન્જિન થાય છે. ચીન રેલવે કોર્પોરેશનની માલિકી હેઠળની અલગ અલગ સિરિયલની સંખ્યામાં તૈયાર કરે છે. 0001 અને 0002 સિરિયલ નંબર સૌથી વરિષ્ઠ અધિકારીઓ માટે એન્જિન રિઝર્વ રાખવામાં આવે છે, જ્યારે 0003 સિરિયલ નંબર એક ડીએફ11Z લોકોમોટિવ બીજિંગ સ્ટેશને પહોંચ્યું હતું, જે ઉત્તર કોરિયાના રાષ્ટ્રીય ધ્વજ અને સોનામાં બનેલા એક સત્તાવાર પ્રતીકવાળા 20થી વધુ કોચ ખેંચી રહ્યું હતું.
કિમના દાદા પણ આવી જ ટ્રેનનો ઉપયોગ કરતા હતા
ઉત્તર કોરિયાના સંસ્થાપક નેતા કિમ ઈલ સુંગ, જે કિમના દાદા હતા. 1994માં તેમના મૃત્યુ સુધી પોતાના શાસન દરમિયાન નિયમિત રીતે વિદેશ પ્રવાસ માટે આ પ્રકારની ટ્રેનનો ઉપયોગ કરતા હતા. કિમ જોંગ ઈલ પણ રશિયાની ત્રણ વખતની મુલાકાતમાં આ પ્રકારની ટ્રેનનો ઉપયોગ કર્યો હતો, જે 2001માં મોસ્કોથી 20,000 કિલોમીટરની મુસાફરી કરી હતી.
