December 20, 2025
ટ્રાવેલ

સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રાઃ ભારતીય પર્યટકો માટે ફરવાના ‘સસ્તા’ દેશ ક્યાં?

Spread the love


દુનિયામાં એવા અનેક દેશો છે જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘણું વધારે છે, જેથી ઓછા ખર્ચમાં પણ ત્યાં મન મૂકીને ફરી શકાય છે.

દુનિયામાં એવા અનેક દેશો છે, જ્યાંની ચલણી કિંમત નબળી છે. બીજી બાજુ ભારતીય ચલણ ઈવન મૂલ્યવાન છે. અમુક દેશમાં તો ભારતીય રુપિયાનું મૂલ્ય હજારોમાં નહીં લાખોમાં જાય છે. એટલે ભારતીય અગર ફરવા માટે આ બધા દેશમાં જાય તો ટૂરિસ્ટને તો ફરવાનો જલસો પડી જાય. જો ના જાણતા હોય તો જાણો એવા કયા દેશ છે, જ્યાં ભારતીય રુપિયાનો ડંકો વાગે છે.

ક્યારેય તમે એવું વિચાર્યું હશે કે ભારતના 5,000 અથવા 10,000 રુપિયા લઈને તમે વિદેશમાં લખપતિ હોવાનું મહેસૂસ કરી સકો છો. આ ફક્ત કહેવાની વાત નથી, પરંતુ વાસ્તવિકતા છે. દુનિયામાં એવા પણ અનેક દેશ છે, જ્યાં કરન્સી નબળી છે, જ્યારે ભારતીય રુપિયો મજબૂત છે. એટલે સુધી કે એ દેશની કરન્સીની સામે ભારતીય રુપિયાનું મૂલ્ય હજારો-લાખોમાં થાય છે. ના જાણતા હોય તો જાણી લો એવા કયા દેશ છે.

ઈરાનની કરન્સી ઈરાની રિયાલ દુનિયાની સૌથી નબળી કરન્સીમાં ગણતરી કરવામાં આવે છે. અહીંના એક ભારતીય રુપિયા બરાબર લગભગ 490થી 500 રિયાલ થાય છે. એટલે જો તમે ઈરાનમાં ફક્ત 10,000 રુપિયા લઈને ફરવા જાવ તો તમારી પાસે ઈરાનના લગભગ 50 લાખ રિયાલ હોવાનું માની શકાય, જેથી તમે પચાસ લાખ રિયાલમાં ઈરાન પણ મનભરીને ફરી શકો છો.

ઈરાનના માફક તમે વિયેતનામમાં પણ ફરી શકો છો. વિયેતનામનું કરન્સીનું નામ ડોંગ છે. ડોંગ પણ દુનિયાની સૌથી નબળી કરન્સી પૈકીનું એક માનવામાં આવે છે. ભારતના એક રુપિયા બરાબર વિયેતનામના 300 ડોંગ છે. એવું કહેવાય છે કે સરકાર જાણી જોઈને પોતાના ચલણની વેલ્યુ ઓછી રાખે છે, જેથી દેશની નિકાસમાં વધારો થાય છે, પરંતુ ભારતીય પ્રવાસીઓ માટે દુનિયામાં હવે લોકો વિયેતનામ તરફ ઝૂકી રહ્યા છે.

ઈન્ડોનેશિયાનું નામ પણ જ દેશની યાદીમાં આવે છે, જ્યાંના ચલણનું નામ પણ રુપિયાના નામથી ઓળખાય છે, પણ એનું મૂલ્ય ભારતીય રુપિયાથી બહુ ઓછું છે. ભારતના એક રુપિયા બરાબર ઈન્ડોનેશિયાના 185થી 190 ઈન્ડોનેશિયન રુપિયા છે. અહીંની ઈકોનોમી નબળી નથી, પરંતુ કરન્સી વેલ્યુ ઓછી છે. તેથી તમે જો ઈન્ડોનેશિયા પ,000 રુપિયા લઈને પણ જાવ તો તમારી પાસે નવ લાખ રુપિયા હશે.

લાઓસની કરન્સી વેલ્યુ પણ નબળી છે. લાઓસમાં ભારતના એક રુપિયા બરાબર 250થી 260 કિપ મળે છે. કિપ એ લાઓસનું કરન્સી છે. દુનિયામાં લાઓસ પણ એક નાનો અને સુંદર દેશ છે, જે વિકાસશીલ દેશ છે. ભારતીય પર્યટકો માટે આ સુંદર અને સસ્તી જગ્યા છે, જ્યાંનું કુદરતી વાતાવરણ પર્યટકો માટે યાદગાર અનુભવ છે.

લાઓસ સિવાય આફ્રિકાના દેશ ગિનીની પણ એ જ હાલત છે. 100 ગિની ફ્રેન્ક બરાબર ભારતનો એક રુપિયો છે. ગિનીમાં બોક્સાઈટ અને લોખંડ સંસાધનો હોવા છતાં અહીની કરન્સી બહુ નબળી છે. રાજકીય અસ્થિરતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું હોવાને કારણે કરન્સી વેલ્યુ ઓછી છે. આમ છતાં આફ્રિકન કલ્ચર અને વાઈલ્ડલાઈફની દૃષ્ટિએ ગિની એક સસ્તો અને યુનિક દેશ છે. ધીમે ધીમે પર્યટકો માટે લોકપ્રિય દેશ બની રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!