સક્સેસ સ્ટોરીઃ નોકરીમાં પ્રમોશન ન મળ્યું તો મહિલાએ ખરીદી લીધી આખી કંપની, નોકરીમાંથી કાઢી મૂક્યો બોસને
Applebee’s કંપનીમાં પ્રમોશન ન મળતાં મહિલાએ આખી કંપની જ ખરીદી લીધી અને જૂના બોસને બતાવી દીધી તેની જગ્યા!

સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે લોકો પ્રમોશન માટે બોસની આગળ પાછળ પૂંછડી પટપટાવતા જોવા મળતા હોય છે. અમુક લોકોને પ્રમોશન મળી જતું હોય છે, જ્યારે અમુક લોકોને પ્રમોશન મળવાનું પણ મુશ્કેલ રહે છે. અમુક લોકોને પ્રમોશન નહીં મળ્યા પછી નાસીપાસ થઈ જતા હોય છે, પરંતુ એક મહિલાએ તો રિયલમાં કમાલ કરી નાખી હતી, જ્યારે તેને પ્રમોશન મળ્યું નહીં તો તેને આખી કંપનીને જ ખરીદી લીધી હતી. વાત અહીંથી અટકતી નહોતી, મહિલા કર્મચારીએ ખુદ બોસ બન્યા પછી રિયલ બોસને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.
સફળ થઈ તો કંપનીમાં પ્રમોશન આપવાનું વચન આપ્યું
રસપ્રદ સ્ટોરી એવી અમેરિકન બિઝનેસવુમન જુલિયા સ્ટીવર્ટની છે, જે એક જમાનામાં Applebee’s કપંનીમાં મુખ્ય હોદ્દા પર કામ કરતી હતી અને સીઈઓએ મસમોટા સપના પણ બતાવ્યા હતા, પરંતુ કંપની સફળ તો થઈ પણ મહિલાનું સપનું ચકનાચૂર થયું પણ એના પછી નવો અધ્યાય લખાયો. એટલે જુલિયા સ્ટીવર્ટ નામની મહિલા કર્મચારીને એપલબીઝ કંપનીમાં સીઈઓ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ એના પછી બોસ ખુદ ફરી ગયો હતો. ગુસ્સામાં આવીને મહિલાએ થોડા વર્ષો પછી મહિલાએ પૂરી એપલબીઝ કંપની ખરીદી લીધી, ત્યાર પછી જે બોસે તેને સીઈઓ બનાવવાની મનાઈ કરી હતી એને જ કંપનીમાંથી તગેદી મૂક્યો હતો.
કંપની સફળ રહ્યા પછી પ્રમોશનની વાત ફગાવી હતી
આ વાતનો ખુલાસો ખુદ સિરિયલ એન્ટરપ્રેન્યોર અને રેસ્ટોરાં ગ્રુપના એક્ઝક્યુટિવ રહી ચૂકેલી જુલિયા સ્ટીવર્ટના પોડકાસ્ટમાં કરવામાં આવ્યો હતો. પહેલા એપલબીઝ કંપનીના પ્રેસિડન્ટ હતા, ત્યારે કંપનીને ફાયદો કરાવવામાં સફળ રહેશે તો સીઈઓ બનાવવાનું વચન આપ્યું હતું. સ્ટીવર્ટે કહ્યું કે કંપનીને સફળતા અપાવવા માટે એક ટીમ બનાવી અને રાતદિવસ જોરદાર મહેનત કરી. સ્ટીવર્ટે ત્રણ વર્ષ સખત મહેનત કર્યા પછી કંપનીને જોરદાર ફાયદો અપાવ્યો. વચન અનુસાર જ્યારે સ્ટીવર્ટે સીઈઓને પૂછવા ગઈ ત્યારે પ્રમોશનની વાત ફગાવી નાખવામાં આવી હતી.
આઈએચઓપી ખરીદ્યા પછી બીજી કંપની ખરીદવાનો વિચાર કર્યો
સ્ટીવર્ટે જ્યારે પ્રમોશન નહીં આપવાનું કારણ પૂછ્યું તો કોઈ કારણ આપ્યું નહોતું. આ બધી વાતથી નારાજ થઈને સ્ટીવર્ટે એપલબીઝમાંથી રાજીનામું આપી દીધું હતું અને ઈન્ટરનેશનલ હાઉસ ઓફ પેનકેક (આઈએચઓપી) જોઈન કર્યું હતું. સ્ટીવર્ટે આઈએચઓપીમાં પાચ વર્ષ વીતાવ્યા પછી કંપનીને સફળતાએ પહોંચાડીને બોર્ડ ઓફ ડાયરેક્ટરને બીજી કંપની ખરીદવાની ભલામણ કરી હતી.
2.3 અબજ ડોલરના મૂલ્યે કંપનીને ખરીદી લીધી
બીજી કંપની ખરીદવાના વિચાર માત્રથી સ્ટીવર્ટને ધ્યાન આવ્યું કે તેની જૂની કંપની એપલબીઝ પણ ખરીદી શકે છે. એના વિચાર પછી આઈએચઓપીએ એપલબીઝને 2.3 અબજ ડોલરના મૂલ્યમાં ખરીદી લીધી હતી અને એના પછી સ્ટીવર્ટે પોતાની જૂની કંપનીના બોસ એટલે એપલબીઝના સીઈઓને કંપનીમાંથી કાઢી મૂક્યો હતો જેને સ્ટીવર્ટને સીઈઓ બનાવવાનું વચન આપીને ફરી ગયો હતો.
