અફેર ભારે પડ્યોઃ નેસ્લેના CEOને જુનિયર સાથેના સંબંધોને કારણે ગુમાવવી પડી નોકરી
નેસ્લેના CEO લોરેન્ટ ફ્રેક્સીને પદ પરથી હટાવવામાં આવ્યા, કારણ કે તેમણે પોતાના કોડ ઓફ બિઝનેસ કંડક્ટનો ભંગ કરીને જુનિયર કર્મચારી સાથેના રોમેન્ટિક સંબંધોની જાણકારી આપી નહોતી
કોઈ મોટી કંપનીના સીઈઓને પોતાના જુનિયર સાથે રિલેશનને કારણે નોકરીમાંથી હાથ ધોવાનું બહુ ઓછુ જાણવા મળ્યું છે, જ્યાં અગાઉ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં કિસકેમ જાણીતું છે, પરંતુ હવે મેગી અને કિટકેટ ચોકલેટ બનાવનારી કંપનીના સીઈઓને કંપનીની જુનિયર કર્મચારી સાથે ચક્કરને કારણે પદ પરથી હટાવ્યા છે.
સ્વિઝર્લેન્ડની જાણીતી ફૂડ કંપની નેસ્લેએ સૌથી મોટી જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી હતી. નેસ્લે કંપનીએ પોતાની કંપનીના સીઈઓ લોરેન્ટ ફ્રેક્સીને તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી બરતરફ કર્યા હતા. નેસ્લેએ કહ્યું હતું કે ફ્રેક્સીએ પોતાની એક સબઓર્ડિનેટ કર્મચારી સાથે રોમાન્ટિક રિલેશનશિપની જાણકારી આપી નહોતી, જેને કારણે કોડ ઓફ બિઝનેસ કંડક્ટના ભંગ બદલ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કંપનીના ચેરમેન પોલ બુલ્કે અને લીડ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર પાબ્લો ઈલાના સુપરવિઝનમાં કરવામાં આવેલી તપાસમાં આ પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે આ નિર્ણય લેવાનો જરુરી હતો, જે કંપનીની વેલ્યુઝ અને ગવર્નન્સ તેની અસલી તાકાત છે, જેની ક્રેડિટને કોઈ ધબ્બો લાગે નહીં તેના માટે નિર્ણય લીધો છે.
નેસ્લેએ લોરેન્ટ ફ્રેક્સીને હટાવીને તાત્કાલિક ધોરણે પોતાના વેટરન મેનેજમેન્ટ લીડર ફિલિપ નવરાતિલને નવા સીઈઓ તરીકે જાહેર કર્યા હતા. ફિલિપે કહ્યું હતું કે નેસપ્રેસો કોફી યુનિટનું નેતૃત્વ કરી રહ્યા હતા. પોતે 2001થી નેસ્લેમાં પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી, જ્યારે કંપનીમાં અલગ અલગ યુનિટમાં પણ કામ કરી ચૂક્યા છે. જાન્યુઆરી, 2025થી નેસ્લેના એક્ઝક્યુટિવ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.
લોરેન્ટ ફ્રેક્સીને સીઈઓ બનાવે હજુ એક વર્ષ થયું હતું. નેસ્લે અગાઉથી ગ્લોબલ કન્ઝ્યુમર એનાવયરમેન્ટ એન્ડ ટ્રેડ ટેરિફ્સના પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉપરાંત, કંપનીના લાંબા સમયના ચેરમેન પોલ બકેલ પણ આગામી વર્ષે પોતાનો હોદ્દો છોડશે, તેથી લીડરશિપ ટ્રાન્ઝીશન વધુ મુશ્કેલ બની શકે છે. ઉપરાંત, વૈશ્વિક એફએમસીજી અને ફૂડ કંપની જેમ કે યુનિલીવર, ડિયેગો અને હર્શીએ પણ પોતાના મેનેજમેન્ટમાં મોટા પાયે ફેરફાર કર્યા છે, જેથી હાલમાં કંપનીના નેતૃત્વમાં વિશેષ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, એમ પણ જણાવ્યું હતું.
