કુદરતના વિનાશને કોઈ રોકી શકે નહીંઃ અફઘાનિસ્તાનમાં ભૂકંપ પછી સુદાનમાં ભૂસ્ખલનથી તબાહી
અફઘાનિસ્તાન અને સુદાનમાં કુદરતી આફતોએ હજારો લોકોનો ભોગ લીધો; દુનિયાભરમાં વધી રહેલી કુદરતી હોનારતો ચિંતાનો વિષય

આ વર્ષે એશિયામાં જ નહીં, અમેરિકા અને યુરોપમાં કુદરતી આફતને કારણે સૌથી મોટી બરબાદી થઈ રહી છે. કુદરતના વિનાશને કોઈ રોકી શકે એમ નથી. આ જ અઠવાડિયામાં અફઘનિસ્તાનમાં ધરતીકંપને કારણે 1,400થી વધુ લોકોના મોત થયા. એના બીજા દિવસે મંગળવારે સુદાનમાં ભૂસ્ખલનને કારણે 1,000થી વધુ લોકોનાં મોત થયા, પરંતુ હજુ આ કુદરતી આફતો અટકવાનું બંધ થશે કે કેમ એ ગંભીર સવાલ છે.
દુનિયાભરમાં કુદરતી વિનાશ થઈ રહ્યો છે, જેમાં કુદરત પોતાનું વિકરાળ સ્વરપનો પરિયય કરાવી રહી છે, જેમાં અફઘાનિસ્તાનમાં એક જ દિવસમાં હજારો લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે, જ્યારે હજારો પરિવાર પણ ઘરવિહોણા બન્યા છે. હજારો પરિવારે પોતાના ઘરની છત્રછાયા વિના થયા છે. સુદાનમાં પણ હજારો લોકો ભૂસ્ખલનના ભોગ બન્યા છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપે જલાલાબાદ સહિત અન્ય શહેર-ગામમાં મોટી તબાહી સર્જી છે, જ્યારે બીજી બાજુ સુદાનના દારફુર વિસ્તારમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું. આ આફતોને કારણે જાનમાલની બરબાદી સાથે જે તે વિસ્તારોમાં મોટા સંકટમાં હોમાયા છે. 31 ઓગસ્ટના સુદાનના મધ્યમાં દારફુરના મર્રા પર્વત સ્થિત તરાસિન ગામનો સફાયો થયો હતો. મદદ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ માટે અપીલ કરવામાં આવી છે. અગાઉથી સુદાનમાં ગૃહયુદ્ધ છેડાયેલું છે, જ્યારે 2023થી પાટનગર ખાર્તુમ અને દેશના અન્ય રાજ્યોમાં જાહેરમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે.
સુદાનમાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. સુદાન લિબરેશન મૂવમેન્ટ આર્મીએ જણાવ્યું હતું કે પશ્ચિમી સુદાનના મારા માઉન્ટેન્સ વિસ્તારનું એક ગામ તબાહ થઈ ગયું છે, જેમાં આશરે 1,000 લોકોના મોત થયા, જ્યાં એક નાગરિકનો જીવ બચ્યો હતો. અફઘાનિસ્તાન અને સુદાન સિવાય અન્ય દેશોમાં પણ કુદરતી આફતોએ તોબા પોકારી છે. ચીનના બીજિંગના પૂરમાં પચાસ લોકોના મોત થયા હતા, જ્યારે ભારતમાં પણ વરસાદને કારણે આ વર્ષે અત્યાર સુધીમાં લાખો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની સાથે હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં હજારો લોકોનાં મોત થયા છે.
