દહીં કે છાશ: જાણો તમારા સ્વાસ્થ્ય માટે શું છે વધુ ફાયદાકારક?
દહીં અને છાશ બંનેના છે પોતાના આગવા ફાયદા, જાણો કઈ સિઝનમાં શું લેવું વધુ લાભદાયી છે.
ગરમીની સિઝનમાં બપોર હોય શિયાળામાં હળવું ભોજન અને ભારતીય રસોઈમાં દહીં અને છાશનું અલગ મહત્ત્વ છે, જ્યારે બંનેના ટેસ્ટ પણ અલગ છે. બનાવટ પણ અલગ છે, જ્યારે ફાયદો પણ થાય છે. જોકે, મોટા ભાગના કિસ્સામાં દહીં અને છાશ આરોગ્ય માટે વધુ કઈ ફાયદાકારક કે નહીં એના અંગે લોકોમાં અવઢવ હોય છે, તેથી ચાલો જાણીએ હકીકત શું છે.
પ્રોટીન, કેલ્શિયમને કારણે હાડકા મજબૂત થાય છે
દહીં અને છાશ બંનેનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેના સેવન વખતે યોગ્ય સમય અને તમારી જરુરિયાત અનુસાર કરવાનું વધુ લાભદાયક રહે છે. દહીમાં પ્રોટીન અને કેલ્શિયમનો વધારે સ્ત્રોત રહેલો છે, જેનાથી હાડકા વધારે મજબૂત રહે છે અને ઈમ્યુનિટીમાં વધારો થયો છે, જ્યારે છાશ પાચનમાં ફાયદાકારક છે, જે શરીરને ઠંડક આપે છે. ગરમીના દિવસોમાં છાશ અને શિયાળામાં દહીનું સેવન વધુ ફાયદાકારક સાબિત થાય છે.
દહીનું સેવન કરવાના શું થાય છે લાભ
દૂધને જમાવીને તૈયાર કરવામાં આવેલું દહીં વધુ ટેસ્ટી હોય છે, જ્યારે તેમાં વધારે કેલ્શિયમ, પ્રોટીન, પ્રોબાયોટિક્સ શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દહીં હાડકા અને દાતને મજબૂત બનાવવાનું કામ કરે છે. ઉપરાંત પેટની પાચન શક્તિ સુધારે છે. રોજ દહીં ખાવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે, જ્યારે શરીરને એનર્જી પૂરી પાડે છે. જો તમે વજન વધારવા ઈચ્છતા હો તો પણ ફાયદો થઈ શકે છે, કારણ કે તેમાં પોષણ તત્ત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે.
છાશનું સેવન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો
દહીને પાણીમાં મિલાવીને ફેંટવાથી છાશ થાય છે, જે હળવી અને પચવામાં વધુ સરળ છે. ગરમીની સિઝનમાં છાશ પીવાનું ફાયદાકારક રહે છે. છાશમાં રહેલા લેક્ટિક એસિડ પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે, જ્યારે ગેસ, એસિડિટી વગેરે સમસ્યાને ઘટાડવાનું કામ કરે છે. શરીરમાં ડિહાઈડ્રેશનને રોકે છે અને ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત રાખે છે. છાશ વજન ઘટાડવા માટે ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તેમાં હળવી કેલેરીનું પ્રમાણ હોય છે. બીજી બાજુ મેદસ્વીપણાને ઘટાડવા માટે મદદ મળે છે. દહીં અને છાશ શરીરમાં અલગ અલગ રીતે ફાયદો પહોંચાડે છે, તેથી ડાઈટ અને મોસમને ધ્યાનમાં રાખીને તેનું સેવન કરવું જોઈએ.
