ભારતના ગણપતિ જાપાનમાં કાંગીતેન અને થાઈલેન્ડમાં ફિકાનેત તરીકે કેમ ઓળખાય છે? જાણો કનેક્શન
ગણેશજીનું માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ વિશેષ મહત્વ છે. જાણો જાપાન, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં ગણેશજીને કયા નામથી પૂજવામાં આવે છે અને તેમનું કયું રૂપ પ્રચલિત છે.
આજે દેશભરમાં લોકો ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં વ્યસ્ત છે. લડકા બાપ્પાની આવભગતમાં ભક્તો કોઈ કમી નથી રાખવા માંગતા. પણ શું તમને ખબર છે આપણા આ લડકા ગણુનું ભારતની બહાર જાપાન અને થાઈલેન્ડ સાથે એક ખાસ કનેકશન છે? ચોંકી ગયા ને? તમને મનમાં સવાલ પણ થયા હશે કે ભાઈ આખરે ગણપતિનું આ બંને દેશ સાથે સંબંધ છે. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી…
ભારત સિવાય આ દેશોમાં પૂજાય છે ગણેશજી…
ભારત સિવાય અફઘાનિસ્તાન, ઈરાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેતનામ, મંગોલિયા, જાપાન, ચીન, ઈન્ડોનેશિયા, બ્રુનેઇ, બલ્ગેરિયા, મેક્સિકો, લેટિનમાં પણ ગણપતિજી પ્રતિમાઓ જોવા મળી છે. જોકે આ તમામ દેશોમાં ગણપતિની અલગ અલગ નામથી પૂજા કરવામાં આવે છે. જાપાનમાં ગણેશજી કાંગીતેન અને થાઈલેન્ડમાં ફિકાનેતના નામથી ઓળખાય છે.

જાપાનમાં ગણેશજી બની જાય છે કાંગીતેન…
જાપાનમાં ગણપતિ કાંગીતેનના નામે ઓળખાય છે અને જાપાની બૌદ્ધ ધર્મ સાથે ગણેશજીનો સંબંધ હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. જાપાનમાં કાંગીતેન જાપાનમાં અનેક રૂપમાં પૂજાય છે, પરંતુ પરંતુ બે શરીરવાળું તેમનું સ્વરૂપ ખૂબ જ જાણીતું છે. આ સિવાય ચારભુજાવાળા ગણેશજીનું વર્ણન પણ અહીં જોવા મળે છે.
થાઈલેન્ડમાં ગણેશજી પૂજાય છે ફ્રરા ફિકનેત તરીકે…
વિઘ્નહર્તા ગણપતિ થાઈલેન્ડમાં ફ્રરા ફિકનેતના નામે ઓળખાય છે. આપણી જેમ જ ત્યાં બાપ્પાના આ સ્વરૂપને તમામ અવરોધને હરનારા અને સફળતા અપાવનાર ભગવાન પૂજવામાં આવે છે. લગ્ન પ્રસંગે કે નવા બિઝનેસની શરૂઆત સમયે પણ તેમની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

20,000 રૂપિયાની નોટ પર ગણેશજીનો ફોટો
જી હા, ઈન્ડોનેશિયાની રૂપિયા 20,000ની ચલણી નોટ પર ગણેશજીનો ફોટો છાપવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયામાં પહેલાંથી જ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પ્રભાવ જોવા મળે છે. એટલું જ નહીં પણ અહીં રહેતા ભારતીયો ખાસ ભારતથી ગણેશજીની પ્રતિમાઓ મંગાવે છે.
