ટ્રમ્પના ‘ટેરિફ વાર’ બાદ H-1B વિઝાધારકો પર ખતરો, શું ભારતીય પ્રોફેશનલ્સ પર થશે અસર?
અમેરિકાએ ભારત પર ટેરિફ વધાર્યા બાદ H-1B વિઝા પોલિસી કડક કરવાની માગ ઊઠી; જો નિયમો બદલાશે તો હજારો ભારતીયોની નોકરી જોખમમાં મુકાશે.

અમેરિકાએ ભારત પર વધુ 25 ટકા ટેરિફ લેવાનું સત્તાવાર જાહેરનામું જારી કર્યું છે, આજથી 27મી ઓગસ્ટથી લાગુ પડશે. ભારતીય આયાત પર ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા પચાસ ટકા ટેરિફને ઓગસ્ટથી લાગુ થયું, જ્યારે બાકી પણ બુધવારથી લાગુ થશે. ડબલ ટેરિફ વસૂલવા માટે રશિયા પાસેથી તેલ ખરીદવાની વાતને આગળ કરી છે. એની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સાત દેશના યુદ્ધ રોકવાનું રટણ કર્યું હતું, જેમાં ભારત-પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ જંગ ચાલી રહી છે ત્યારે અમેરિકામાં ભારતીયોની નોકરી પર જોખમ તોળાય રહ્યું છે. અમેરિકન સેનેટર માઈક લીએ એચવન બી વિઝા રોકવાની માગ કરી છે. ઉટાહના સેનેટરે દાવો કર્યો છે કે વોલમાર્ટ ભારતીયોને નોકરી આપવા મુદ્દે મસમોટી લાંચ લે છે. રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીયોને નોકરીમાં રાખીને અમેરિકન કર્મચારીઓને છુટા કરવાની વેતરણમાં છે. એચ-વન બી વિઝા પોલિસીમાં જો કોઈ ફેરફાર કરવામાં આવે તો તેની સીધી અસર ભારતીય વ્યાવસાયિકો પર પડી શકે છે. આ ઉપરાંત, આઈટી સેક્ટર પર પી શકે છે. એચવન બી વિઝાના સૌથી વધુ લાભાર્થી ભારતીય છે, આ વિઝાને કારણે 70 ટકાથી વધુ ભારતીય, જ્યારે બાર ટકા ચીનના નાગરિકો લાભાવિન્ત છે.
માઈક લી પૂર્વે અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના નેતા માર્જોરી ટેલર ગ્રીને પણ ભારતીયોને એચવન બી વિઝા જારી કરવાનું બંધ કરવાની ભલામણ કરી હતી આ નિવેદન એ વખતે આપ્યું હતું, જ્યારે
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રીને આરોપ મૂક્યો હતો કે ભારતીય પ્રોફેશનલ અમેરિકનોની નોકરી પચાવી પાડી રહ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારતીય સામાન અને સર્વિસ પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ગ્રીને એક્સ પર લખ્યું હતું કે યુક્રેન-રશિયાના યુદ્ધ પર પણ ડોલર ખર્ચવાનું બંધ કરવું જોઈએ.
સૂત્રોએ શંકા વ્યક્ત કરી હતી કે ટેરિફના શસ્ત્ર તરીકે અજમાઈશ કર્યા પછી ટ્રમ્પનું નેક્સ્ટ ટાર્ગેટ એચવન બી વિઝા બની શકે છે. ટ્રમ્પ પ્રશાસને અગાઉ પણ એચવન-બી વિઝા પર નિશાન તાકતા હોય છે. આ અગાઉના કાર્યકાળમાં પણ ટ્રમ્પે એચવન બી વિઝા સંબંધિત નિયમો કડક બનાવ્યા હતા, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધી હતી.
હાલના તબક્કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચવન બી વિઝાની પોલિસી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી બાજુ ટ્રમ્પ પ્રશાસનમાં અમુક લોકો એચવન બી વિઝાના પક્ષમાં છે, જેમનું માનવું છે કે દુનિયાની ટોચની ટેલેન્ટસ્ અમેરિકામાં આવે છે, જ્યારે અમુક લોકો પણ વિરોધ કરે છે, જેમાં અમેરિકનોની નોકરી વિદેશી ખાઈ-ચાઉ કરી જતા હોવાનો પણ દાવો કર્યો હતો.
