પ્રતિષ્ઠાનો જંગઃ ભાજપ પ્રમુખની રેસમાં નવું નામ, શિવરાજ અને ભાગવત વચ્ચે બંધ બારણે બેઠક
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ભાજપ પર રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂકનું પ્રેશર; ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ સહિત અડધો ડઝન નામો રેસમાં

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાસે રાષ્ટ્રીય પ્રમુખની વરણી કરવાનું જોરદાર પ્રેશર છે. પાર્ટીમાં ચાલતી આંતરિક ખટપટ વચ્ચે ગુજરાત, ઉત્તર પ્રદેશના પ્રદેશપ્રમુખની નિમણૂક કરવાની કામગીરી પેન્ડિંગ છે. વચગાળાના પ્રમુખ જેપી નડ્ડા, રાજનાથ સિંહ કે સીઆર પાટીલ પછી હવે નવા ચહેરાની શોધમાં પાર્ટીએ મુહિમ હાથ ધરી છે. ભાજપના પ્રમુખ પદ માટે પાર્ટી સાથે સંઘને પણ સાથે લઈ ચાલે એવા નેતાની જરુર છે, જેમાં હવે નવું નામ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનું નામ ઉમેરાયું છે. આ યાદીમાં મનોહરલાલ ખટ્ટરનું નામ લેવાતું હતું. શિવરાજ સિંહ ચૌહાણ તાજેતરમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હોવાથી નામ ચર્ચામાં આવ્યું છે.
2 વર્ષ પછી શિવરાજ સિંહ ચૌહાણ ભાગવતને મળ્યા
અડધો ડઝન ઉમેદવારના નામમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવનો પણ સમાવેશ થાય છે. જોકે, શિવરાજસિંહ ચૌહાણ લગભગ બે વર્ષ પછી મોહન ભાગવતને મળ્યા છે. સપ્ટેમ્બરમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સાથે ભાજપ પ્રમુખની પણ નિમણૂક કરશે. નવમી સપ્ટેમ્બરના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પછી ભાજપ પ્રમુખની ચૂંટણી કરશે, જેમાં પાર્ટી 28 સપ્ટેમ્બર પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પૂરી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જૂન, 2024માં હકીકતમાં ભાજપના પ્રમુખની ચૂંટણી યોજવાની સંભાવના હતી, પરંતુ પૂરા છ મહિના પછી પાર્ટી અને સંઘે સંયુક્ત મળીને પાર્ટી પ્રમુખની નિમણૂક માટે પ્રયાસ શરુ કર્યા હતા.
બંધ બારણે બંને વચ્ચે 45 મિનિટની મુલાકાત
શિવરાજ સિંહ ચૌહાણ અને મોહન ભાગવત સાથે 45 મિનિટ મુલાકાત થી હતી. આ બેઠક પાટનગર દિલ્હીના ઝંડેવાલાન સ્થિત સંઘના કાર્યાલય કેશવકુંજમાં થઈ હતી. શિવરાજ સિંહ ચૌહાણે મોહન ભાગવત સાથે મુલાકાત કર્યા પછી સીધા દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા રવાના થયા હતા. આ અગાઉ શિવરાજ સિંહ ચૌહાણ ગાયત્રી પરિવારના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત મંડપમના કાર્યક્રમ પૂરો કર્યા પછી મોહન ભાગવતને મળવા પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી.
વિલંબ માટે પાર્ટી અને સંઘ વચ્ચે સમન્વયનો અભાવ
ભાજપમાં રાષ્ટ્રીયસ્તરના સંગઠનમાં ફેરફાર કરવાની વિવિધ અટકળો કરવામાં આવી રહી છે, ત્યારે બંનેની બંધ બારણાની મુલાકાતને કારણે રાજીકીય તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પર વિપક્ષે પણ સવાલો કર્યા છે છેલ્લા એક વર્ષથી પાર્ટીના પ્રમુખની ચૂંટણી કરી શકતા નથી, જેના અંગે સમાજવાદી પાર્ટીએ પણ નિશાન સાધ્યું હતું. પાર્ટી નવા પ્રમુખની ચૂંટણી કરી શકતું નથી તેના માટે ભાજપ અને આરએસએસ વચ્ચે સમન્વયનો અભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે શિવરાજ સિંહ ચૌહાણની સંઘના પ્રમુખ સાથેની બેઠકથી સંભવિત
ભાગવત અને મોદી વચ્ચે બધુ બરાબર છે કે નહીં?
એવું પણ કહેવાય રહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચે બધુ બરાબર નથી. જોકે, એ વાતથી અલગ પીએમ મોદીએ પંદરમી ઓગસ્ટના સંઘના ભારોભાર વખાણ કરીને એ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. પીએમ મોદીના કાર્યકાળમાં કાશ્મીરમાં 370 કલમ હટાવવા, રામમંદિરનું નિર્માણ વગેરે એજન્ડાનું કામ પૂરું કરર્યું હતું. અલગ અલગ અટકળો વચ્ચે પણ 2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાગવતે જાહેરમાં સમર્થન કર્યું હતું, તેથી રાજકીય અટકળો પણ દમ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
