ભારતમાં પકડાયેલી એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ ભાગેડુ સિંડી સિંહ કોણ છે?
ટેક્સાસમાં દીકરાની હત્યાના કેસમાં ફરાર સિંડી રોડ્રિગજ સિંહની ભારતમાંથી ધરપકડ
નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકાની એફબીઆઈ (ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન)એ ભારતીય ગુપ્તચર એજન્સીની સંયુક્ત આગેવાનીમાં સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ભાગેડુ ગુનેગારની ભારતમાંથી ધરપકડ કરી છે. 10 ટોપ મોસ્ટ વોન્ટેડ ભાગેડુમાં સામેલ સિંડી રોડ્રિગજને છ વર્ષના દીકરાની હત્યાના કેસમાં ધરપકડ કરી છે. ભારતમાંથી પકડ્યા પછી તેને અમેરિકા લઈ જઈ શકાય છે.
સિંડી સિંહની ધરપકડ પછી હવે એફબીઆઈને સોંપવામાં આવશે, ત્યારબાદ ટેક્સાસ પોલીસને હવાલે કરવામાં આવશે. ટેક્સાસમાં સિંડી સિંહની સામે કેસ નોંધવામાં આવેલો છે. એફબીઆઈએ ભારતીય અધિકારીઓ અને ઈન્ટરપોલ સાથે મળીને સિંડી સિંહની ધરપકડ કરી છે. એફબીઆઈના નિર્દેશક કાશ પટેલે ભારતીય અધિકારીઓની પ્રશંસા કરી છે.
કાશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું છે કે એફબીઆઈએ અમેરિકાની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ગુનેગાર પૈકીની એક સિંડી રોડ્રિગજ સિંહની ધરપકડ કરી છે. સિંડીએ પોતાની દીકરાની હત્યા કર્યા પછી ભાગી ગઈ હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે માર્ચ, 2023માં ટેક્સાસમાં એવરમેનમાં પોલીસે સિંડીના દીકરાની શોધ હાથ ધરી હતી, કારણ કે અનેક દિવસોથી જોવા મળી નહોતી. સિંડીએ દીકરા અંગે જુઠ્ઠુ બોલી હતી અને પોલીસને ગુમરાહ કરી હતી. પોલીસે પૂછપરછ કર્યા પછી સિંડી અમેરિકાથી ભાગીને ભારત પહોંચી ગઈ હતી.

સિંડી સિંહ રોડ્રિગજ મૂળ ભારતીય છે. ડલાસના ટેક્સાસમાં રહેતી હતી અને છ વર્ષના દીકરાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દીકરા નોએલ અલ્વારેજને છેલ્લે ઓક્ટોબર, 2022માં જોવા મળ્યો હતો. જોકે, પરિવારે માર્ચ, 2023 સુધી ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો નહોતો. નોએલ ગુમ થયા પછી ટેક્સાસમાં એમ્બર એલર્ટ જારી કર્યું હતું. એફબીઆઈના જણાવ્યાનુસાર એવરમેન પોલીસ વિભાગે ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ પ્રોટેકેટ્વિ સર્વિસીસે સિંડી સિંહને છ વર્ષના દીકરાની તપાસ કરવા માટે જણાવ્યું હતું, કારણ કે બાળક ઓક્ટોબર, 2022થી જોવા મળ્યો નહોતો. પોલીસ તપાસમાં સિંડીએ કહ્યું હતું કે બાળક તેના જૈવિક પિતાની સાથે મેક્સિકોમાં રહે છે. જોકે, વધુ તપાસમાં પતિ અને છ બાળકની સાથે ભારત આવનારી ફ્લાઈટમાં જોવા મળી હતી, પરંતુ એમાં છ વર્ષનો દીકરો નહોતો.
ઈન્ટરપોલે નોટિસ જારી કરી હતી
ઓક્ટોબર, 2024માં સિંડી સિંહની સામે ઈન્ટરપોલે રેડ નોટિસ જારી કરી હતી અને તમામ સભ્ય દેશોને મોકલવામાં આવી હતી અને ભારતને પણ પ્રત્યર્પણ સંબંધિત દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. એના પછી સિંડી સિંહની ધરપકડ કરી હતી. દીકરાની હત્યાના કેસમાં પોલીસે તેના પર 2.5 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું, પણ ગમે તેમ કરીને પોલીસથી બચી જતી હતી, જેને ક્રિપ્ટો ક્વિન પણ કહે છે. રોડ્રિગજ ટેક્સાસમાં જન્મેલી છે. તેની ઓળખ માટે તેના શરીર પર ટેટુઓ બનાવેલા છે. ભારત સિવાય મેક્સિકોમાં પણ ફરેલી છે, જ્યારે પોતાની ઓળખ છુપાવવા માટે એક કરતા અનેક નામ પણ રાખ્યા હતા, જેમાં સેસિલિયા રોડ્રિગ્જ, સિંડી રોડ્રિગ્જ, સિંડી સી. રોડ્રિગ્જ, સિંડી સેસિલિયા રોડ્રિગ્જ વગેરે. આ કેસમાં એફબીઆઈના ડાયરેક્ટરે કહ્યું હતું કે ટેક્સાસમાં જ્યાંથી કેસની શરુઆત થઈ હતી, ત્યાંથી ન્યાય વિભાગની સાથે ભારતની સંયુક્ત એજન્સીની ભાગીદારીથી ઓપરેશન પાર પાડવા બદલ ધન્યવાદ.
